________________
*. ૯]
કિશોરલાલ મશરૂવાળા
[૩૫૩
શેાધમાંથી અહિંસા મળી અને મને અહિ'સામાંથી સત્યની ઝાંખી થઈ...”૨૯ આ લેખામાંથી ગાંધીયુગમાં પ્રસરેલી અહિંસાની ભાવનાનું સ્પષ્ટ ચિત્ર મળી રહે છે.
અનુવાદ
-
ગીતાનુ' સરળ સમશ્લાકી ગુજરાતી ભાષાંતર કિશારલાલે કર્યું છે તે તેમની વિદ્યાર્થી અવસ્થા વખતની સાહિત્યરસિકતાની અભિરુચિનું દ્યોતક છે. તેમણે ત્યારે રચેલાં કાવ્યેા ગામતીબહેને શ્રી કિશારલાલ મશરૂવાળા — એક અધ્યયન”માં રજૂ કરવા આપેલાં છે તે તેમની આ કુદરતી રસવૃત્તિનું સમર્થન કરે છે. ૩૧ ગીતાધ્વનિ’ (૧૯૭૩) એ તેમના ભગવદ્ગીતાને સમશ્લાકી અનુવાદ ખૂબ લાકપ્રિય બનેલા છે. કિશારલાલે લખ્યુ છેઃ “ કવિશ્રી ન્હાનાલાલના ભાષાંતરને તેા હુ' પ્રથમ ઋણી શ્રુ જ. વર્ષો સુધી તેમના ભાષાંતરને ઉપયોગ કર્યા પછી જ મને આ અનુવાદની બુદ્ધિ પેદા થઈ.”૩૨ આ અનુવાદમાં કિશારલાલ મશરૂવાળાની તત્ત્વજ્ઞાનની ઊ`ડી સૂઝ તેમ જ સરળતા અને કાવ્યરસિકતાના સંવાદ સધાયા છે. સંત તુકારામની વાણી'માં એમણે કેટલાક અભંગાના ભાવાનુરૂપ અનુવાદ આપ્યા છે.
બધાં ભાષાંતરામાં એક નવી ભાત પાડતું પુસ્તક છે સત્યમય જીવન (૧૯૩૩). આ પુસ્તક મૂળ લા` મેાલીનું ‘ઑન કૅાષ્પ્રામાઈઝ' છે. મહાદેવ દેસાઈએ ‘સત્યાગ્રહની મર્યાદા' નામે તેનુ ભાષાંતર કરેલું છે. એમાં વિચાર, વાણી અને વ્યવહારમાં સત્યને ઉપાસક કેમ વર્તે, અને આપણા દેશના જુદા જુદા પ્રશ્નો વિશે આપણું વન કેવું હેાવુ જોઈએ અને શું છે એ વિશેની સિદ્ધાંત તેમ જ વ્યવહારની દૃષ્ટિએ ચર્ચા છે. એ ચર્યાની પતિ મેાલી"ની પદ્ધતિને અનુસરે છે, અને તેને લીધે એમાં મેાલી'ના પુસ્તકના આવશ્યક સાર, તેમ જ મેાલીના મત ઉપર મારી ટીકા પણ આવી જાય છે. પણુ એ મેાલી"ના પુસ્તકનેા સાર પણ નથી, તેમ તેમાં મેાલી સાથે કેટલીક બાબતામાં મતભેદ પણ છે.”૩૩ આમ, આ પુસ્તક મૂળ પુસ્તકને આધારે લખેલા સ્વતંત્ર લાંખે। નિબંધ કહી શકાય.
કિશારલાલની સમગ્ર દૃષ્ટિ જીવનલક્ષી ખૂની તથી સાહિત્યરસિકતા ઘેાડી ખાઈ ગઈ ખરી, પણ રસસ્રોત કદી સુકાયા નહાતા. તેથી જ ખલિલ જિબ્રાનના ધ પ્રાફેટ'નું ભાષાંતર વિદાય વેળાએ’ (૧૯૩૫) કિશારલાલે રસપ્રદ શૈલીમાં કર્યું છે. ‘ કેળવણીના પાયા’માં સર્જક કલ્પના વિશે વિરોધ કર્યા પછી આ ભાષાંતર કરવા કિશારલાલ પ્રેરાયા એ તેમની રસિકતાના વહેતા સ્રોતના જ પુરાવા છે. તેમણે આ ભાષાંતર કેમ કર્યું. તે વિશે લખ્યું છેઃ
ગુ. સા. ૨૩