________________
પ્રકરણ ૮ કિશારલાલ મશરૂવાળા [ઈ. ૧૮૯૦-૧૯૫૨ ]
ગાંધીયુગના સાહિત્યમાં સમાજજીવનને કેન્દ્રમાં રાખીને મૂલગામી અને ક્રાન્તિકારક સૂક્ષ્મદ્રષ્ટિના વિચારક તરીકે કિશારલાલ મશરૂવાળા અનેાખું ને અનન્ય સ્થાન ધરાવે છે.
જીવન
કિશારલાલને જન્મ પાંચમી ઑકટાબર ૧૯૮૦ના રાજ મુંબઈમાં થયા હતા. તેમના પ્રપિતામહ લક્ષ્મીચંદ સુરતમાં રહેતા. તેઓ મશરૂ વણાવવાના અને વેચવાના ધંધા કરતા એટલે તેમની અટક મશરૂવાળા પડી હતી. લક્ષ્મીચંદ વલ્લભ સંપ્રદાયના હતા. તેમાં તે વખતે ખૂબ સડે। પેઠેલા હતા. તેથી ઊંડી ધર્મવૃત્તિવાળા હાવા છતાં તે સોંપ્રદાય પ્રત્યે તેમને અશ્રદ્ધા ઉત્પન્ન થઈ. એ અરસામાં તેઓ સ્વામિનારાયણુ સ ંપ્રદાયના સાધુએના સમાગમમાં આવ્યા. તેમનાથી પ્રભાવિત થઈ તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યાં. કિશારલાલના પિતાનું નામ ઇચ્છારામ હતું. તે ચુસ્ત સ્વામિનારાયણી હતા. કિશારલાલનાં માતા પિયરમાં વલ્લભ સંપ્રદાયમાં ઊછરેલાં હતાં. પાછળથી પતિની માફક તે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચુસ્ત ભક્ત બન્યાં. કિારક્ષાલ આઠ-નવ મહિનાની ઉમરના હતા ત્યારે તેમના ધેાડિયાની બાજુનું બારણું તૂટયું અને અળસી રેલના પાણીની માફક દીવાનખાનામાં ધસી એથી ઘેડિયું ખાઈ ગયું, માપિતાને થયું કિશારલાલ મૃત્યુ પામ્યા હશે. તેટલામાં ખબર પડી કે તેમના નેકર ગાવિંદ આ બન્યું તે પહેલાં કિશારલાલને બાજુના ખંડમાં લઈ ગયા હતા. માતાપિતાને આ અકળ અકસ્માતમાંથી ઉગારનાર ઠાકૈારજી જ હતા તેમ લાગ્યું. તેથી કિશારલાલના પિતાનું નામ ઇચ્છારામ લખવાને બદલે સહાનંદ સ્વામીનું નામ ધનશ્યામ લખવાનું નક્કી કર્યું. કિશારલાલ પોતે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના રંગથી પૂરા રંગાયેલા હતા.
કિશારલાલના પિતાશ્રીને આકાલા રહેવાનું પણ થતું. એમનું પ્રાથમિક શિક્ષણ અ`` મુ`બઈ અને અર્ધું આકાલામાં થયું તેથી ગુજરાતી તેમ જ મરાઠી ભાષા તેમને સ્વાભાવિક રીતે જ આવડી ગઈ. કૅાલેજનું ભણતર એમણે મુંબઈની વિલ્સન કૅલેજમાં લીધું. ખી.એ.માં પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર તેમના વિષયા