________________
૩૩૮].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ ઉપસંહાર: ગાંધીજીના મંડળમાં એકત્ર થયેલા લેખકે-ચિંતકામાં કાકાસાહેબનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. ગાંધીજીની રચનાત્મક કાર્યક્રમ વિશેની ચર્ચાવિચારણાઓનું વિવરણ કરી તેને લેકે સુધી પહોંચાડવામાં તેમનું વિશિષ્ટ ગદાન રહ્યું છે. પણ તેથી વિશેષ, “જીવનદેવતાને જુદી જુદી બાજુએથી ઓળખવાના પ્રયત્નમાં તેમણે ખેડેલાં જ્ઞાનવિજ્ઞાનનું આગવું મૂલ્ય છે. ધર્મ સંસ્કૃતિ સમાજ કળા આદિ વિશેની તેમની તાત્વિક ચર્ચાવિચારણાઓ આપણું ચિંતનાત્મક ગદ્યનું એક મોટું તેજસ્વી પ્રકરણ બને છે. પિતાના અભ્યાસ અને અનુભવોમાં ગાંધીપ્રબોધિત મૂલ્ય સૂકમ સ્તરે ઊતરી ગયાં છે. એમાં તેમને ભાવનાવાદી અભિગમ તરત ઊપસી આવે છે. વિકાસવાદની ભૂમિકાના સ્વીકારથી તેમના ચિંતનને એક વિશેષ મરડ મળે છે, એમ પણ જોઈ શકાય. વળી સમાજ, સંસ્કૃતિના પ્રશ્નોને તેમણે વારંવાર વિદ્યાકીય સ્તરેથી સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. એમાં એક ગાંધી પરંપરાના ચિંતક તરીકે તેમને વિશેષ અભિગમ જોઈ શકાય. પણ તેમની પ્રતિભાને વધુ સમગ્ર અને ચેતોહર આવિષ્કાર તે તેમને લલિત નિબંધ અને પ્રવાસગ્રંશેમાં જોવા મળે છે. રુચિસંપન્ન અભિજાત વ્યક્તિત્વને જીવંત સ્પર્શ તેમના આ પ્રકારના સાહિત્યમાં આપણને જોવા મળે. આપણું ગદ્યસાહિત્યમાં તેમણે ખરેખર એક સંસ્કારસમૃદ્ધ શૈલી નિર્માણ કરી. એ રીતે આપણા સંસ્કારજીવનને સમૃદ્ધ કરવામાં, આપણું રસકીય ચેતનાને પ્રફુલ્લિત કરવામાં, તેમ જ આપણી ભાષાની ખિલવણીમાં તેમના લલિત નિબંધ અને પ્રવાસ ગ્રંથોનું વિશેષ યોગદાન રહ્યું છે.
૧ કાકાસાહેબનું વ્યક્તિત્વ ઘડનારાં પરિબળોની ચર્ચા મુખ્યત્વે પાંડુરંગ દેશપાંડેના લેખ “કાકાસાહેબ કાલેલકરની જીવનરેખા' (“કાલેલકર અધ્યયનગ્રંથમાં સંગૃહીત)ને આધારે કરી છે. “સ્મરણયાત્રા” અને “ધર્મોદય’ને આધાર પણ લીધે છે. ૨ જુઓ, “કાકાસાહેબ – જીવનદશન,” પૃ. ૧ (એજન). ૩ “સાહિત્યકાર કાકાસાહેબનું વિશિષ્ટ અને અનન્યસાધારણ લક્ષણ તે તેમની સૌન્દર્યદષ્ટિ છે. એમના સ્વભાવમાં અને સાહિત્યમાં સિદ્ધ રૂપે જણાતી શક્તિઓમાં આને જ હું પ્રધાન ગણું – રામનારાયણ પાઠક: “કાકાસાહેબનું ગદ્ય : એક દષ્ટિ, પૃ. ૨૨-૨૩ (એજન). ૪ જુએ, “કાકાસાહેબ – જીવનદર્શન” લેખ, પૃ. ૬ (એજન). ૫ જુઓ, કાકાસાહેબની કવિતા લેખ, પૃ. ૪૪, (એજન). ૬ જુઓ, ‘જૂના દસ્ત લેખ, પૃ. ૩૪૬ (એજન). ૭ 'હિંદ સ્વરાજ'ની વિચારણા અહીં આધાર રૂપે લીધી છે. ૮ જુઓ આકલન'માં લેખ “ગાંધીજી અને વ્યાપક ધર્મભાવના'. ૯ “ગાંધીજીનું ધર્મ દશન” (લે. મગનભાઈ જે. પટેલ)નો અહીં આધાર લીધો છે. ૧૦ જુઓ “પ્રકૃતિ અને સંસ્કૃતિ' શીર્ષકને લેખ, “સંસ્કૃતિ', જૂન, ૧૯૭૩, પૃ. ૨૩૮. ૧૧ જુઓ, ‘જીવનવ્યવસ્થામાં લેખ “જીવનનું શાસ્ત્ર', પૃ. ૧૮૨-૮૩. ૧૨ જુઓ “જીવનપ્રદીપને લેખ “આ પણ નિત્યનૂતન ગ્રંથ', પૃ. ૯. ૧૩ જુઓ “જીવનવિકાસની પ્રસ્તાવના, પૃ. ૧૭. ૧૪ જુઓ, “જીવનભારતી'ને લેખ, પૃ. ૧૨.