________________
એ
૩૩૬ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
ચં. ૪ ચિંતન પણ ભળ્યું છે. સાહિત્યકળા વિશેની તેમની માર્મિક દ્રષ્ટિ અને અભિજાતા રસવૃત્તિનો આપણને આ લખાણોમાં વારંવાર સુખદ પરિચય મળે છે. જો કે સાહિત્ય વિશેનાં અવલોકનોમાં તેમના નૈતિક આગ્રહે પણ એટલા જ છતા થઈ જાય છે. તેમનામાં રહેલે નીતિવાદી ચિંતક વારંવાર નૈતિક મૂલ્યોને પુરસ્કાર કરે છે, અને કૃતિના મૂલ્યાંકનમાં પણ નીતિમત્તાને આગ્રહ રાખે છે. એ પ્રસંગે તેમની વિવેચનામાં રસતર્વની ઉપેક્ષા થતી હોય એમ પણ દેખાય છે. આ ગ્રંથનાં અનેક લખાણોમાં તેમના નિબંધેની ગદ્યશૈલીથી ભિન્ન પણ તેના જેવી જ સંસ્કારસંપન્ન અને રસાક શૈલીને વિનિયોગ થયેલું જોવા મળે છે. સાહિત્યવિષ્યક અન્ય કૃતિઓમાં “રવીન્દ્રસૌરભ', (અનુવાદઃ ૧૯૫૮), “રવિછવિનું ઉપસ્થાન અને તપણ” (૧૯૬૧), ‘ભારતીય સંસ્કૃતિને ઉદ્દગાતા (ગુજ. યુનિ. ટાગોર શતાબ્દી જ્ઞાનસત્ર વ્યાખ્યાન; ૧૯૬૧), “નારીગૌરવને કવિ' (કવિ ન્હાનાલાલ જયંતી વ્યાખ્યાનઃ ૧૯૬૦), “સાહિત્યમાં સાર્વભૌમ જીવન” (વિદ્યાબહેન નીલકંઠ સ્મારક વ્યાખ્યાનઃ ૧૯૬૧) (બીજુ વ્યાખ્યાન ચિંતન અને પુરુષાર્થમાં સમન્વય” વિશે) વને નિર્દેશ કરવો જોઈએ.
૬. પ્રકીર્ણ પ્રકાશને સ્મરણયાત્રા' (૧૯૩૪) : આ પુસ્તકમાં કાકાસાહેબે પિતાના બાળપણ તેમ જ કિશોરવયનાં કેટલાંક રસિક સંસ્મરણો રજૂ કર્યા છે. આ પુસ્તક વિશે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું છે કે જીવનના એવા કેઈ “ઊંડા અનુભવો’ કે ‘મેટા પરિવર્તનની કથા” એમાં નથી. અહીં તે એક બાળકના જીવનની નાની નાની રોજિંદી ઘટનાઓ જ આલેખી છે. પણ કાકાસાહેબે જે સરળતા નિખાલસતા અને સચ્ચાઈથી એ બધાં સંસ્મરણે રજૂ કર્યા છે, તેથી એ કથા ચિત્તસ્પર્શી બની આવી છે. એમાં બાળપણની તેમની મુગ્ધ મૂંઝવણ, શિશુસહજ ભીરુવૃત્તિ અને નિર્દોષ તોફાની કથા તે રસપ્રદ છે જ, પણ વાત્સલ્યસભર કુટુંબજીવનનું જે ચિત્ર ઊપસે છે, તે એથીય વધુ ચિત્તસ્પશી બન્યું છે. વત્સલ માતાપિતા, વહાલસોઈ બહેન આકા, અને બીજું સ્વજનનાં રેખાચિત્ર આ પુસ્તકને મૂલ્યવાન અંશ છે. અહીં મહારાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરાઓ તેમ જ ધાર્મિક વ્રત ઉત્સવોની જે કથા મળે છે, તેમાં કાકાસાહેબના વ્યક્તિત્વને ઘડનારાં વિશિષ્ટ પરિબળોને સંકેત પણ મળે છે. તેમની વિનોદવૃત્તિ પણ અહીં અનેક પ્રસંગમાં ખીલી નીકળતી જોવા મળે છે.
ધર્મોદય' (૧૯૫૨): આ પુસ્તિકામાં કાકાસાહેબે પિતાની ધાર્મિક વૃત્તિના વિકાસ અને સંવર્ધનને ટ્રકે આલેખ આપ્યું છે. તે સાથે ભક્તિમાર્ગ પાપપુણ્ય