________________
પ્ર. ૭] કાલેલકર
[૩૩૫ એ સાહિત્યનું ભૂષણ છે, પણ સાહિત્યનું સર્વસ્વ નથી. સાહિત્યનું સર્વસ્વ, સાહિત્યને પ્રાણ, એ ઓજસ્વિતા છે, વિક્રમશીલતા છે, સત્તસમૃદ્ધિ છે. જીવનનાં વિવિધ ક્ષેત્રમાં પૌરુષ વધારવામાં જ સાહિત્યની ઉન્નતિ રહેલી છે.”
કાકાસાહેબની ભાવનાને સાહિત્યકાર આ રીતે સમસ્ત પ્રજાને આચાર્ય અને સંસ્કારગુર છે. તે સ્વયં ચારિત્ર્યશીલ હાઈ પ્રજાના ચારિત્ર્યને સંરક્ષક અને સંવર્ધક પણ છે. તેણે સમાજના હૃદયવિકાસની જવાબદારી નિભાવવાની છે. દેખીતું છે કે, કાકાસાહેબને કળાતત્વ પતે શું છે તે કરતાંય પ્રજામાનસ પર તેને કેવો પ્રભાવ પડે છે તેના પ્રશ્નોમાં વિશેષ રસ રહ્યો છે. કળાઓ ઇદ્રિના માધ્યમ દ્વારા કામ કરતી હોવાથી વ્યક્તિના ચિત્ત પર તેની ઉત્કટ અસર પડે છે, માઠી અસર તે વધુ ઉત્કટ રીતે પડે છે. એટલે સદાચાર પ્રેરે અને પુરુષાર્થમાં માર્ગદર્શક બને તેવી ઉત્તમ કલાકૃતિઓનું જ તેમને મન મોટું મૂલ્ય છે. સત્ય પ્રેમ સ્વતંત્રતા સેવા યોગ સંયમ બલિદાન જેવાં પરમ મૂલ્યની કળાકૃતિઓમાં પ્રતિષ્ઠા થવી જ જોઈએ એમ તેઓ માને છે. તેમને નૈતિક અભિનિવેશ તેમની પાસે એમ કહેવડાવે છે કે ઉત્તમ જીવન જીવવું એ જ ઉત્તમ કળા છે. અહીં કળા એક વિશિષ્ટ સર્જનાત્મક પ્રવૃત્તિ રહેતી નથી એ તે સમજાય તેવું છે.
સાહિત્યસ્વરૂપ આદિને લગતી તેમની ચર્ચા શાસ્ત્રીય સ્તરની સિદ્ધાંતચર્ચાની નથી, તેમને ઉપક્રમ વિશેષતઃ લેકચિ કેળવવાને છે. એટલે સમાજ અને સંસ્કૃતિના શ્રેયની દષ્ટિએ સાહિત્ય વિશે તેમની જે અપેક્ષાઓ છે તે જ વધુ તે અહીં રજૂ થઈ છે. એમાં ઊંચા સાહિત્ય વિશેની તેમની આગવી સમજ પ્રગટ થાય છે. સાહિત્ય અને નીતિ, સાહિત્ય અને સદાચારવૃત્તિ, કળા અને તત્ત્વજ્ઞાન, કળા અને સૌદર્ય, કુદરતનું સૌંદર્ય અને કળાદીક્ષા જેવા મુદ્દાઓની વિચારણામાં વિશેષતઃ તેમની અંગત પ્રતીતિઓ પડેલી છે.
આ ગ્રંથમાં કૃતિવિષયક લખાણ એટલાં જ, બલકે કંઈક વધુ ધ્યાનપાત્ર છે. એમાં કેટલાંક સાહિત્યકૃતિઓને લગતાં છે, જ્યારે બીજો જ્ઞાનના બીજા વિષયને લગતા ગ્રંથને ચર્ચે છે. એમાં મોટા ભાગનાં લખાણે જે તે ગ્રંથના પ્રવેશકે રૂપે તૈયાર થયાં હતાં. એ પૈકી સાહિત્યકૃતિઓ વિશેનાં લખાણોમાં તેમના સંસ્કારસમૃદ્ધ વ્યક્તિત્વને હૃદ્ય પરિચય મળે છે. કાવ્ય નાટક કે નવલકથા જેવા ભિન્ન પ્રકારની રચનાઓ તેમના અવલોકનમાં આવી છે. એ દરેક વિશે તેમને સ્વચ્છ નિર્ચાજ પ્રતિભાવ અહીં નોંધાયો છે. એક પ્રકારની તાજગી અને પ્રસન્નતા એમાં વરતાય છે. કેટલાંક દષ્ટાંતમાં કૃતિનું પાત્રાલેખન, સંકલન અને ભાષાશૈલી વિશે ટૂંકાં માર્મિક નિરીક્ષણો જોવા મળે છે. એમાં પ્રસંગે પ્રસંગે તેમનું માર્મિક