________________
પ્ર. ૭]
કાલેલકર
-
[૩૩૧.
કઈ પ્રશ્ન જ નથી. અને એવા ગ્રંથ કે શબ્દને કેવલ મહિમા ન હોઈ શકે, એમ તેઓ કહે છે.
ધર્મનાં બે પાસાંઓ વિશે કાકાસાહેબ ચર્ચા કરે છે. એક પાસું તે ધર્મના તત્ત્વદર્શનનું છે, પરમ સત્યના બોધનું છે. ધર્મના હાર્દમાં રહેલું એ અફર તવે. છે. ધર્મનું બીજું પાસું તે તેનાં કર્મકાંડો રૂઢિઓ અને બાહ્ય આચારવિચારોનું છે. એમાં બદલાતા યુગસંદર્ભ પ્રમાણે સતત પરિવર્તન થતું રહેવું જોઈએ, એમ કાકાસાહેબ ઈચ્છે છે. તેમની દષ્ટિએ બાહ્ય કર્મકાંડે આદિ તે જીવનવૃક્ષની છાલ જેવા છે. છાલનું કામ અંદરના જીવનરસને સંરક્ષવાનું ને પોષવાનું છે. અને આ કામ પૂરતું જ તેનું મહત્ત્વ સંભવે છે. જ્યારે તે નિરુપયોગી બને છે ત્યારે કુદરતના સહજ ક્રમમાં તે ખરી પડે છે, પણ જીવનરસને રૂંધવાનું કામ તે નહિ, કરે. બાહ્ય કર્મકાંડે આમ ધર્મના હાર્દને સંરક્ષ અને પશે, તેટલે અંશે જ તે ઉપકારક. પણ તેમાં જડતા પ્રવેશે તે ધર્મનું રહસ્ય રૂંધાવા માંડે છે. કાકાસાહેબ વારંવાર કહે છે કે નવા યુગને અનુરૂપ નવાં કર્મકાંડો અને નવા આચારવિચારે જમતા રહેવા જોઈએ, ધર્મવૃક્ષ એ રીતે સતત વિકાસશીલ રહેવું જોઈએ. બીજી રીતે કહીએ તો ધર્મભાવ નદીની જેમ સતત વહેતે રહેવો જોઈએ. ધર્મમાં એકી સાથે સંરક્ષક વૃત્તિ અને પરિવર્તનક્ષમતા હોય છે એમ તેઓ કહે છે. ધર્મનું હાઈ સદાય એનું એ રહે છે. જ્યારે એની સાથે જોડાયેલી સંસ્કૃતિ માનવજાતિના. નવાનવા અનુભવે અને નવીનવી સર્જક કલ્પના પ્રમાણે બદલાતી રહે છે.
વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મ સંપ્રદાય ઉપરાંત આર્યસમાજ, પ્રાર્થનાસમાજ જેવી ધર્મ સંસ્થાઓ વિશે અવલોકન કરતાં તેઓ ગુણગ્રાહી દૃષ્ટિએ એ સંપ્રદાય કે સંસ્થાના ઉદાત્ત અંશને પુરસ્કાર કરે છે. આવા સંપ્રદાયનાં રૂઢ દર્શન કે વિચારનું અતિ ઉદાર દષ્ટિએ અર્થઘટન કરે છે, અને નવા યુગસંદર્ભમાં તેની ઉપકારકતા બતાવે છે. તેમના ચિંતનમાં આ વિષયનાં અનેક પાસાં સ્પર્શતાં રહ્યાં છે. જૈન ધર્મને અહિંસાને સિદ્ધાંત, અહંસાદિ પાંચ મહાવ્રત, ધર્મ.. શાસ્ત્રોનું પ્રામાણ્ય આદિ વિષયોમાં તેમની વૃત્તિ બારીકાઈથી અવલકવા જેવી છે. એમાં એક બાજુ બૌદ્ધિક ભૂમિકાનું સરળ ચિંતન છે, બીજી બાજુ તેમની ભાવનાપરાયણતાનું સતત અનુસંધાન એમાં રહ્યું છે. તાર્કિક વિતંડાવાદમાં તેમને રસ નથી, માત્ર પ્રેમધર્મના વિસ્તાર માટે તેઓ નિવેદન રજૂ કરે છે. તેમના ધર્મચિંતનમાં આથી રૂઢ ખ્યાલે પણ છેવટે હૃદયની કેળવણીનું રૂપ લે છે. લેકશિક્ષણ અર્થે તૈયાર થયેલાં આ લખાણમાં કેટલાક પાયાના ખ્યાલે ફરીફરીને વ્યાખ્યા પામતા રહ્યા છે. એ રીતે એમાં કેટલુંક પુનરાવર્તન પણ થયું દેખાશે