________________
૩૩૦ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ બાજુ, સમાજ પિતાનું ઈષ્ટ ધ્યેય સ્વીકારીને ચાલતું રહે, તે છતાંય વ્યક્તિના વિશિષ્ટ હક કે અધિકારોને તે સુરક્ષિત રાખી શકે. વર્તમાન માનવસમાજના એક અતિ વિષમ પ્રશ્નનું આ રીતે તેઓ પોતાની ભાવનાવાદી દષ્ટિએ નિરાકરણ સૂચવે છે. પણ વાસ્તવવાદી ચિંતકોને એ એટલું સમાધાનકારી નહિ નીવડે એ દેખીતું છે. કાકાસાહેબે આપણું રાષ્ટ્રીય પરિસ્થિતિના સંદર્ભમાં ગ્રામોદ્યોગ અસ્પૃશ્યતાનિવારણ જેવા અનેક મુદ્દાઓની જે ચર્ચા કરી છે તેમાં તેમને ભાવનાપરાયણ દૃષ્ટિકોણ જ પ્રવર્તતો રહ્યો દેખાય છે.
આ પ્રકારના ચિંતનાત્મક ગદ્યમાં તેમની શૈલી ગાંધીજીની ગદ્યશૈલીની નિકટ આવી જાય છે. પિતાનું વક્તવ્ય સરળ સુઘડ અને લાઘવભરી શિલીમાં રજૂ કરવાને તેમને ઉપકમ અહીં તરત દેખાઈ આવે છે. પ્રસંગે પ્રસંગે પિતાના વિચારો સ્કુટ કરવા દષ્ટાંતિ રૂપક કે બીજા અલંકારે તેમણે ઉપયોગમાં લીધા છે. આવાં દષ્ટાંત આદિથી તેમનું વક્તવ્ય વધુ અસરકારક બને છે, એટલું જ નહિ તેમાં કેટલુંક રોચક તત્ત્વ ઉમેરાય છે.
જીવનચિંતન (ઈ. ૧૯૫૯) અને જીવનવ્યવસ્થા (૧૯૬૩) : કાકાસાહેબનાં ધર્મ અને સમાજ વિશેનાં મહત્ત્વનાં લખાણે આ બે ગ્રંથમાં સંગૃહીત થયાં છે. ગાંધીજીની જેમ તેઓ પણ ધર્મને વ્યવહારમાં આચરવાની વસ્તુ લેખે સ્વીકારે છે. એ રીતે તેમની ધર્મભાવના સમાજને ધારણ અને પિષણ અર્થે ઉપકારક એવી નીતિભાવનાને જ વધુ અનુલક્ષે છે. ધર્મની વ્યાખ્યા કરતાં તેઓ એક પ્રસંગે કહે છે: “જે કઈ વ્યવસ્થાથી, વિચાર પદ્ધતિથી અને આચારવ્યવહારથી પ્રજાનું બધી રીતે કલ્યાણ થઈ શકતું હોય તેને ધર્મ કહેવામાં આવે છે. ધર્મ એટલે જીવનમીમાંસા, જીવનવ્યવસ્થા, જીવનદષ્ટિ. ધર્મ એટલે સંસ્કૃતિ, ધર્મ એટલે વ્યાપક સમાજશાસ્ત્ર.૧૧ - કાકાસાહેબની ધર્મભાવનામાં વેદ ઉપનિષદ અને ગીતાનાં ઉત્તમ ત એકત્ર થયાં છે. તેમ મરાઠી સંતકવિઓની નિર્વ્યાજ ભક્તિનું તત્ત્વ પણ ભળ્યું છે. વ્યક્તિના હૃદયને વિસ્તાર, સમસ્ત વિશ્વ જોડેની એકતા અને આંતરસંવાદ એ જ સાચો ધર્મ એમ પણ તેઓ કહે છે. સ્પષ્ટ છે કે હૃદયવિકાસ રૂપે જ તેઓ ધમને સ્થાપે છે. એમાં ગહન રહસ્યવાદનું આવરણ નથી કે તાર્કિક વિતંડાવાદની ભૂમિકાયું નથી. કેઈ પણ સંસ્થા કે સિદ્ધાંત, આ હદયધર્મને જેટલે અંશે ઉપકારક નીવડે, તેટલે અંશે જ તેને સાધન લેખે સ્વીકાર તેઓ ઈચ્છે છે. કાકાસાહેબ પિતાની ધર્મવિચારણામાં સાધ્યસાધન વચ્ચે આ રીતે સતત વિવેક કરતા રહ્યા છે. ધર્મગ્રંથ કે આચાર્યોના શબ્દોને જડતાથી અનુસરવાને એમાં