________________
પ્ર. ]
ગાંધીજી
[ ૩૦૭
એ ‘આરેાગ્યની ચાવી'ના વિષય છે. આરાગ્ય વિશે સામાન્ય જ્ઞાન' ઉપરનાં પ્રકરણામાં ગાંધીજીએ આ જ દૃષ્ટિથી વિષયની ચર્ચા કરી હતી, પરંતુ હવે એમની ધર્મદૃષ્ટિ વધુ વિશદ ને મેાક્ષલક્ષી બની છે. મનુષ્યશરીરને સદુપયેાગ આત્માને રહેવાનુ` મંદિર” બનાવવામાં છે, અને અંતિમ દૃષ્ટિએ જોતાં તા શરીર પણુ, ગાંધીજી કહે છે, ઈશ્વરથી વ્યાપ્ત એવા “સુદૂર અને અક્રૂર આકાશતત્ત્વ’ની સાથે અનુસ ંધાન સાધવામાં અંતરાયરૂપ છે. એટલે “શરીર રહે કે જાય તેને વિશે આપણે તટસ્થ રહીએ” અને “આપણી શક્તિ ને આપણા જ્ઞાન પ્રમાણે તેને સદુપયેગ સેવા સારુ, ઈશ્વરને ઓળખવા સારુ, તેના જગતને જાણવા સારુ, તેની સાથે એકય સાધવા સારુ કરીએ.” દૃશ્ય આકાશ સાથેનું અનુસંધાન ગાંધીજીના કવિહૃદયને એવે। જ આનંદ આપે છે. ...મનુષ્યનું સૂવાનું સ્થાન આકાશ નીચે હાવુ જોઇએ.... તેની છત્રી અગણિત તારાઓથી જડેલું આકાશ જ હાય. જ્યારે આંખ ઊઘડે ત્યારે તે પ્રતિક્ષણ નવું દશ્ય જોશે.... તારાઓને ભવ્ય સંધ ફરતા જ દેખાશે. જે મનુષ્ય એએની સાથે અનુસંધાન કરી શે તે તેને પેાતાના હૃદયના સાક્ષી કરશે તે કદી અપવિત્ર વિચારને સ્થાન નહીં આપે ને શાંત નિદ્રા લેશે.”
(:
સંપૂર્ણ નિર્વિકારતાની સ્થિતિ ગાંધીજીનાં કલ્પનાચક્ષુને વર્ષોથી આકષી રહી હતી અને તેને સિદ્ધ કરવા તેઓ આરાગ્યની ચાવી'નાં પ્રકરણ લખાયાં તે અરસામાં પ્રયાગા કરી રહ્યા હતા. તે પ્રયાગેા, બ્રહ્મચર્યાં ઉપરના પ્રકરણમાં ગાંધીજી લખે છે, “સમાજની આગળ મૂકવા જેટલી સ્થિતિએ પહેાંચ્યા નથી. જો મને સંતાષ થાય તેટલે અંશે સફળ થશે તેા તે સમાજની પાસે મૂકવાની આશા રાખું છું.” સન ૧૯૪૬-૪૭માં દેશ કામી દ્વેષની આગમાં સપડાયે। ત્યારે સંપૂર્ણ બ્રહ્મચય ને અહિ`સાની સિદ્ધિ દ્વારા તેને શાંત કરવાની ગાંધીજીની અભિલાષા હતી, પરંતુ કામી દાવાનળની જ્વાળાઓ છેવટે એમના જીવની આહુતિ લઈને જ શમી હતી. એમના જીવનના આ કરુણુભવ્ય અંતની એ સમયનાં એમનાં પ્રાર્થનાપ્રવચનેામાં કંઈક ઝાંખી થાય છે.
ટીપ
[ ‘કલેક્ટેડ વસ’ તે ‘લેક્ટેડ વસ° આવૂ મહાત્મા ગાંધી’, ‘અક્ષરદેહ’ તે ‘ગાંધીજીને અક્ષરદેહ' અને ‘૬. આ. સ. ઇ.’ તે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને। ઇતિહાસ' એમ સમજવુ’. ‘કલેક્ટેડ વર્ક્સ' અને ‘અક્ષરદેહ' પરત્વે પહેલા આંકડા ગ્રંથક્રમાંકને અને બીજો પૃષ્ઠમાંકને સમજવેા. ]