________________
૩૦૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2. ૪
ઉતારવાની જે એકાગ્ર તમન્ના ગાંધીજીએ કેળવી હતી તે, કદાચ, એ ભાવેશને શબ્દદેહ આપવાની વૃત્તિને બાધક હાય.
‘સત્યાગ્રહાશ્રમના ઇતિહાસ'માં ગાંધીજીએ વ્રતબદ્ધ, પ્રાર્થનામય ને સેવાનિષ્ફ જીવનના એક યાદગાર સામૂહિક પ્રયેાગનું વર્ણન આપ્યું છે. એ પ્રયાગમાં સફળતા મળી હાવાના તેઓ દાવે। નથી કરતા; બલ્કે સત્ય, અહિંસા ને બ્રહ્મચર્ય એ મુખ્ય ત્રતાના પાલનમાં ઠીકઠીક નિષ્ફળતા મળી હેાવાનું તે કબૂલ કરે છે. પરંતુ બાહ્ય દષ્ટિએ પ્રયાગ નિષ્ફળ રહ્યો હેાવા છતાં તેણે ગાંધીજીની સત્યષ્ટિની કસેાટી કરીને તેને પરિપકવ બનાવી. આશ્રમની નિષ્ફળતાએ સ્વીકારી ગાંધીજી શૂન્યતાના આદર્શોને વરેલા સાયા ‘મહાત્મા' બન્યા. સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ગાંધીજીએ સાહિત્ય વિશેની પેાતાની દૃષ્ટિને અનુસરી આર્દ્ર હૃદયે સાક્ષરને અશિક્ષિત જનતા માટે સાહિત્યનું સર્જન કરવાની વિનવણી કરી. પેાતાને કવી કળા ઇષ્ટ હતી તેનું ઉદાહરણ આપતાં ગાંધીજીએ મૈસૂર રાજ્યના એલૂરમાં એક સ્ત્રીની પ્રતિમા જોઈ હતી તેનું શબ્દચિત્ર આપ્યું છે તે, પેાતાને પસંદ પડી હેાય એવી કાઈ કળાકૃતિ પ્રત્યેના પેાતાના પ્રતિભાવાનું વર્ણન કરવાની એમની શક્તિનેા સુંદર નમૂના છે.
‘રચનાત્મક કાર્યક્રમ’માં ગાંધીજીએ દેશમાં સાચું સ્વરાજ સ્થાપવા માટેના કાર્યક્રમની રૂપરેખા આપી છે. ગાંધીજીની દૃષ્ટિએ સ્વરાજ એ રાજકીય નહિ પણ નૈતિક સ્થિતિ છે, અને પ્રજામાં નૈતિક શક્તિ કેળવીને જ તે સિદ્ધ કરી શકાય. તે કેળવવા માટે એમણે સત્ય તે અહિ ંસાને વરેલા પ્રજાસેવા દ્વારા આર્થિક, સામાજિક ને સાંસ્કૃતિક પુનર્રચનાના ૧૮ મુદ્દાના કાર્યક્રમ આપ્યા. આ કાર્યક્રમમાં સ્થૂળ લક્ષ્યાંક સિદ્ધ કરવાનું મહત્ત્વ હતું તે કરતાં તેના અમલ દ્વારા પ્રજાજીવનમાં નૈતિક મૂલ્ય। દૃઢ કરવાનું વધુ હતું. ‘મંગળપ્રભાત'માં ગાંધીજીએ વ્યક્તિસાધનાનું સ્વરૂપ સમજાવ્યું હતું; અહીં તેએ સમાજસાધનાનું સ્વરૂપ સમજાવે છે. અને સત્ય ને અહિંસાની શક્તિ વિશે એમની શ્રદ્ધા હવે એટલી ઊંડી ખની છે કે ‘મંગળપ્રભાત'ના ગદ્યમાં નવા દર્શનને ઉત્સાહ ને કવિત્વમય વાણીના ઉન્મેષ હતા તેને બદલે આ પુસ્તિકામાં તેમના વિચારો વાચકનુ ધ્યાન ખેંચે એવા કાઈ શબ્દચમત્કાર વિના શાંત, નમ્ર ને અનાગ્રહી છતાં પ્રેરક વાણીપ્રવાહ રૂપે વહે છે.
જેમ ‘રચનાત્મક કાર્યક્રમ'માં ગાંધીજી નીરોગી સમાજજીવનનું ચિત્ર આપે છે તેમ આરાગ્યની ચાવી'માં તેએ સાચા અર્થમાં નીરાગી વ્યક્તિજીવનનુ... ચિત્ર આપે છે. ભારતીય પરંપરા અનુસાર ધર્મ પહેલા પુરુષા છે, અને શરીર ધર્મપાલનનું મુખ્ય સાધન છે. એવા સાધન તરીકે એને કેમ કેળવવું અને જાળવવું