________________
પ્ર. ૨]
-
ન્હાનાલાલ
1 ૨૧ ગાંધીજીની પચાસમી જન્મજયંતીના વર્ષમાં ૧૯૧૯માં ગુજરાતનો તપસ્વી' કાવ્ય લલકારી ઊઠી. એ માટે સરકારી વડાએ માગેલ હશે તે ખુલાસે ગૌરવભેર આપ્યા પછી, ૧૯૧૯ પછી રૉલેટ કાયદાના ખરડાએ તથા જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા પ્રચંડ રાષ્ટ્રકોપ અને ગાંધીજીપ્રેરિત ત્રિવિધ અસહકારની હવામાં ન્હાનાલાલે સરકારી નેકરીનું રાજીનામું ૧૯૨૧માં આપી દીધું અને રાજકોટ કાયમ માટે છોડયું.
| નેકરીત્યાગ પછી તેમની રાષ્ટ્રભક્તિ, ભાવના અને ઉત્સાહને રાષ્ટ્રીય શિક્ષણમાં જોતરાવાનો લાભ મળી શક્યો હોત તો સારું થાત. પણ એમ બનવું નિમિત ન હતું. અમદાવાદ આવતાં થોડો સમય એમણે ફાવતી રીતની જાહેર સંસ્કારપ્રવૃત્તિ કરી. એક સર્વધર્મસમન્વયની સંસ્થા સ્થાપવા તેમ જ વિદ્યાથીસંઘની સ્થાપનાથી શહેરમાં યુવકપ્રવૃત્તિ વિકસાવવા તેમણે પ્રયત્ન કર્યો, અને ઉત્સાહપૂર્વક એક ગુજરાત કળાપ્રદર્શન યોજાવી તેને પોતાના સુંદર વ્યાખ્યાનને લાભ આપ્યો. પણ બે-અઢી વર્ષમાં આવી પ્રવૃત્તિમાંથી રસ ઉઠાવી લઈ તેમ રાજકીય અસહકાર – ચળવળથી આઘા ખસી જઈ, આયુષ્યની અર્ધશતાબ્દીને અવસરે ગુણજ્ઞ ગુજરાત પાસેથી કેટલાંક મુખ્ય શહેરોમાં સુવર્ણ મહોત્સવની ઉજવણીનું માન-સન્માન પામી, તે વખતનાં કઈ કઈ વ્યાખ્યાન વેળાના પિતાના ઉદ્દગારોથી અમુક વર્ગની નારાજગી પણ વહોરી, પછીને બધો સમય પતે એકાન્તિક સાહિત્યસર્જનને જ સમપી દીધો. જીવના ઉદાર, જબરા અતિથિ વત્સલ અને મૈત્રીસંબંધો ઉષ્માભેર જાળવનાર કવિ નેકરીનાં વર્ષોમાં પગારમાંથી બહુ બચાવી શક્યા હોય એ સંભવિત નથી. પુત્રનો અભ્યાસ તથા જીવનમાં તેમનું ગોઠવાવું બાકી, એવા સંજોગોમાં બહોળા કુટુંબ પરિવારને નિર્વાહ માત્ર કલમ ઉપર જીવીને કરવાનું આવતાં, આર્થિક સંકડામણ એમને ઓછી વેઠવી પડી નહિ હોય. પણ એને કશે કચવાટ ક્યારેય દેખાડ્યા વિના, એકબે સારી નોકરીનાં નિમંત્રણો સામાર અસ્વીકારીને, અંતરની અખૂટ પ્રભુશ્રદ્ધા અને સર્જક કલાકારની ખુમારીને સહારે એમણે જીવનની છેલ્લી પચીસી ગુજરી કાઢી. એ ખુમારી કે આત્મગૌરવ એવું કે પોતાના એક પુત્રના વેપારી સાહસે સરજેલું દેવું પિતાનાં પુસ્તક ખંડાવી લઈ પોતે વાળી આપ્યું, વ્યાખ્યાને માટે જાય ત્યાંથી ભાડું ભથું કદી ન સ્વીકારતાં પોતે પિતાના ખચે ત્રીજા વર્ગની મુસાફરી કરી, અને પોતાના વાણુસ્વાતંત્ર્ય પર કંઈક નિયંત્રણ મુકાવાના ઈશારામાત્રથી રાજકોટ ખાતે થનાર સન્માન સમારંભ અને મળનાર મોટી થેલી તેમણે જતાં કર્યા હતાં. બાહ્ય જીવનની પ્રતિકૂળતાઓથી અક્ષુબ્ધ રહી નિજાનંદી સાહિત્યસર્જનને જીવનને અંતિમ સપ્તાહ સુધી તેમણે જે અનન્ય નિષ્ઠાથી સતતવાહી