________________
ર૦ ]. ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ j* ૪ અનુભવ થયો. પોતે ૧૯૦૧માં એમ. એ. થઈ અભ્યાસ પૂરો કર્યો ત્યારે એક સંગ્રહ થાય એટલાં કાવ્યો એમની પાસે તૈયાર હતાં. ૧૯૦૩માં “કેટલાંક કાવ્યોના સાદા નામથી એ પ્રગટ થતાંની સાથે એમનું પ્રકાશન-પર્વ શરૂ થયું. ‘કાન્ત’ પાસેથી જાહેરમાં પ્રશંસા-સત્કાર પામતાં એમની સર્જન-પ્રકાશન પ્રવૃત્તિએ તેજી પકડી. ૧૯૦૫માં પુસ્તકાકારે ‘વસંતોત્સવ', ૧૯૦૮માં કેટલાંક કાવ્યો'– ભાગ ૨, ૧૯૦૯માં ઇન્દુકુમાર'-અંક ૧, ૧૯૧૦માં “હાના ન્હાના રાસ” અને “ભગવદ્ ગીતાને સમશ્લોકી અનુવાદ, ૧૯૧૪માં જયા અને જયંત' નાટક, ૧૯૧૭માં “મેઘદૂત'નું સમલૈકી ભાષાંતર, ૧૯૧૮માં લઘુનવલ ‘ઉષા'—એમ પુસ્તકે ઉત્તરોત્તર પ્રગટ થતાં ગયાં. ૧૯૧૯માં ગાંધીજીની પચાસમી જન્મજયંતીએ “ગુજરાતને તપસ્વી” એ પ્રશરિતકાવ્ય અને ૧૯૨૨ સુધીમાં ચિત્રદર્શને' સંગ્રહ, અને “રાજર્ષિ ભરત” તથા “પ્રેમકુંજ' એ બે નાટકે પણ એમની પાસેથી ગુજરાતને મળ્યાં. બે દાયકામાં કવિ ન્હાનાલાલને કીર્તિભાનું ઊગી ઝડપથી આગળ વધી મધ્યાકાશે પહોંચી ગયો હતો.
સૌરાષ્ટ્રમાં એજન્સીના શિક્ષણાધિકારી તરીકેની એમની નેકરી આમ તે ત્રણેક વરસની, પણ તે એ રીતે વિશિષ્ટ સ્મરણની અધિકારી બની છે કે એમણે તાલુકદારોને તથા નાનાં રજવાડાંને તેમ જ એજન્સી-અધિકારીઓને પ્રેમાગ્રહપૂર્વક સમજાવીને એજન્સીને શિક્ષણ ખાતાના તમામ શિક્ષકોના પગારમાં ૩૩ ટકાનો વધારો કરાવી તેમનું પગારધોરણ સુધરાવી આપ્યું તેમ જ ખાતાના શિક્ષકે માટે પ્રેવિડન્ટ ફંડની યોજના પણ ઘડી. શિક્ષકવર્ગના આશીર્વાદ આ રીતે મેળવનાર કવિએ તેમને જાગ્રતપણે કર્તવ્યાભિમુખ બનાવવા માટે સમસ્ત સૌરાષ્ટ્રમાં રેલવે, બાઈસિકલ અને પાછળથી એ માટે તે વસાવેલી મોટર દ્વારા નજીકની તેમ દરની એકેએક શાળાની ઓચિંતી મુલાકાત લઈ, ગેરહાજર તેમ કર્તવ્યશિથિલ જણાતા શિક્ષક સામે સખ્તીનાં પગલાં પણ ભરી, શાળાઓના કામકાજને વ્યવસ્થિત બનાવવા તેમ ઊંચે લઈ જવા કર્તવ્યબુદ્ધિથી જે પ્રયાસ કર્યો હતો તે આદરથી સંભારાય છે.૧૪ સરકારી નોકરીને ત્યાગ કર્યો ન હતો તે એમને હાથે સૌરાષ્ટ્રમાં થયું તેથી વિશેષ કામ થાત અને નિશાળ વિનાનાં ઘણાં ગામો નિશાળવાળાં બન્યાં હતા. પણ એમની દેશભક્તિ, જેણે “રાજમહારાજ એડવર્ડને.” (૧૯૦૨), રાજયુવરાજને સત્કાર' (૧૯૦૫) અને “રજરાજેન્દ્રને' (૧૯૧૧) જેવાં કાવ્યોમાં સવિનય પણ આત્મગૌરવ સાથે આ દેશનાં આશા-અપેક્ષાઓને સ્પષ્ટવકતૃત્વથી અંકિત ભાષામાં એમની પાસે વાચા અપાવી હતી અને ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની ભાવનાની ગળથૂથી બાળવિદ્યાથીઓને પાવા તાકતું “સાચના સિપાઈ એ બાળકાવ્ય એમની પાસે લખાવેલું, તે ચૂપ ન રહેતાં