________________
પ્ર. ૬ ]
ગાંધીજી
[ ૨૮૭
જીએ સત્યાગ્રહની કલ્પનાના ઉદ્ભવ તે વિકાસ આલેખ્યાં છે. સત્યાગ્રહની કલ્પનાના વિકાસ એ અનુભવ ને ચિંતનની એક જીવંત પ્રક્રિયા છે, અને ગાંધીજીની કલમ એ પ્રક્રિયાની મુખ્ય રેખાએતે સ્પષ્ટ કરી આપે એ રીતે ભૂતકાળનું પુનઃસર્જન કરી શકી છે. સત્યાગ્રહના સિદ્ધાંતા, પ્રસ ંગા ને પાત્રાના નિરૂપણમાંથી સ્વાભાવિક રીતે ફલિત થતા હાય એ રીતે એમની ચર્ચા કથાપ્રવાહમાં વણી લેવાઈ છે અને તેથી ઇતિહાસકથા દસ્તાવેજી ઇતિહાસ મટી અનુભવકથા બની છે. વળી અસ`ખ્ય રાજકીય ને કાનૂની હકીકતા ને વિગતામાંથી ગાંધીજીએ પેાતાનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કરી આપે એટલી જ હકીકતા તે વિગતા, અને તે કથાના રસપ્રવાહને અસ્ખલિત રાખે એ રીતે, આપી છે. કથામાં ભાગ લેતાં પાત્રાનાં ટૂંકાં પણ રસપ્રદ રેખાચિત્રા આપ્યાં છે, પ્રસંગાપાત્ત સચાટ સંવાદો આપ્યા છે અને લડતના ઇતિહાસ એવી રીતે આલેખ્યા છે કે તેનેા અંત આદિના સ્વાભાવિક પરિણામ રૂપે દેખાય. ગાંધીજીની આ આલેખનરીતિએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસ'ને એક સાહિત્યકૃતિ ગણી શકાય એવા – ગુજરાતીમાં કદાચ એકમાત્ર – ઇતિહાસગ્રંથ બનાવ્યા છે.
-
ભૂમિ અને પ્રજાનું વર્ણન પહેલા પ્રકરણમાં દક્ષિણ આફ્રિકાનાં ભૌગાલિક લક્ષણ્ણાનું વર્ણન કરી ગાંધીજીએ ખીજામાં ઝૂલુ તથા ખેાઅર પ્રાનાં ચિત્ર તથા હિંદીઓના આગમન પહેલાંના રાજકીય ઇતિહાસ આપ્યા છે. દક્ષિણ આફ્રિકા પેાતાના જ દેશ હાય તેમ ગાંધીજીએ એને પ્રેમથી જોયા ને વર્ણવ્યા છે. જે પ્રેમ ને કવિદષ્ટિથી એમણે દક્ષિણ આફ્રિકાની ભૂમિને જોઈ છે એ જ પ્રેમ ને કવિદૃષ્ટિથી ગાંધીજીએ ત્યાંના મૂળ વતની ઝૂલુએને જોયા છે અને વલંદા ને અંગ્રેજોના આગમન પછી એમની જે અવદશા થઈ તેનું માનવતાપ્રેમભરી દષ્ટિથી નિરૂપણ કર્યું છે. પેાતે અહિંસાના પૂજક હેાવા છતાં તથા ખેાઞર લોકોએ ઝૂલુ પ્રજાના ભાગે દક્ષિણ આફ્રિકામાં આધિપત્ય જમાવ્યું હતું અને એમની સામે જ હિંદી કામે છ વર્ષ સુધી સત્યાગ્રહની લડત ચલાવી હતી છતાં ગાંધીજીએ એ પ્રજાની – વિશેષે એની સ્ત્રીઓની – વીરતાનું, તેના સ્વાતંત્ર્યપ્રેમનુ ને માતૃભાષા પ્રત્યેની તેની ભક્તિનું અહેાભાવપૂર્વક વર્ણન કર્યું છે. આમ જે પ્રદેશમાં ને જે પ્રા વચ્ચે સત્યાગ્રહની લડત ચલાવવામાં આવી હતી તેમનું ગાંધીજીએ વાચકનાં કલ્પનાચક્ષુ સમક્ષ સજીવ ચિત્ર ઉપસાવ્યું છે અને એ અપરિચિત પ્રદેશમાં તે પ્રજાની વચ્ચે વસતી હિંદી કામના ચિત્રને ત્રીજું પરિમાણુ બઢ્યું છે.
હિંદી કામની કથા : લડતનાં ભરતી-ઓટ ઃ આમ વાચકનાં કલ્પનાચક્ષુને જાગ્રત કરે એ રીતે દક્ષિણ આફ્રિકાંની ભૌગોલિક ને ઐતિહાસિક ભૂમિકા દોર્યા પછી ગાંધીજીએ હિંદી કામની કથા શરૂ કરી છે. ત્રીજા પ્રકરણમાં કયા કયા વના