________________
૨૮૬ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ગ્ર'. ૪
અતિમૂલ્યવાન છે, સમગ્ર માનવજાતને ઉપકારક છે, એ શ્રદ્ધાએ એમને પેાતાના અનુભવે પ્રજા સમક્ષ મૂકવા પ્રેર્યા છે. ભૂતકાળને ગાંધીજીએ નિરત ભાવથી જોવાને અને નિરૂપવાના પ્રયત્ન કર્યો છે, અને તેથી એ કથા લખવાની ક્રિયા જાતે જ, ગાંધીજી માટે, એક સત્યના પ્રયાગ બન્યા છે. ભૂતકાળનુ' આ આલેખન એમના આંતરિક વિકાસની દૃષ્ટિએ ગાંધીજી માટે અતિઉપકારક બની રહે છે. પેાતાના જીવનમાં એક મહત્ત્વનું સત્ય પ્રગટ થયું છે એ ભાવને શબ્દબદ્ધ કર્યાં છી એમનું હૃદય ભૂતકાળના પ્રભાવમાંથી મુક્ત થતું જણાય છે; ક્ષણેક્ષણે અતીત અનતા વમાનને ભૂલી તેએ નવા સર્જાતા વત માનમાં વવાની કળા શીખે છે અને નિત્ય નવીન સત્યની અનુભૂતિના અધિકારી બને છે.
૬. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ'
પ્રયાજન : યરવડાના જેનિવાસ દરમિયાન ગાંધીજીએ ૨૬-૧૧-૧૯૨૩ના દિવસે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ' લખવાનું શરૂ કર્યાં. અને તેનાં પ્રકરણેા નવજીવનના ૧૩-૪-૧૯૨૪થી ૨૨-૧૧-૧૯૨૫ સુધીનન અકામાં છપાયાં. ગાંધીજીની ધરપકડ પછી અસહકારનું આંદોલન મંદ પડી ગયું હતું, પરંતુ એ દેશવ્યાપી હતાશાના વાતાવરણમાં પણ સત્યાગ્રહની શક્તિ વિશેની ગાંધીજીની શ્રદ્ધા અચળ રહી હતી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ એ પ્રકારના આંદોલનના પ્રથમ પ્રયાગ હતા, એટલુ' જ નહીં પણ ગાંધીજીની દષ્ટએ તે સંપૂર્ણ સફળ નીવડયો હતા. એટલે એ લડતના ઇતિહાસ દ્વારા ગાંધીજી સત્યાગ્રહ ઉપરની પેાતાની શ્રદ્ધાનું પુનરુચ્ચારણ કરે છે. પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓ લખે છે : “એ ઇતિહાસનાં સ્મરણેા ઉપરથી હું જોઉં છું કે, આપણી આજની સ્થિતિમાં એક પણ વસ્તુ એવી નથી કે જેને અનુભવ નાના પાયા ઉપર દક્ષિણ આફ્રિકામાં મને ન થયેા હેાય. આરંભના એ જ ઉત્સાહ, એ જ સંપ, એ જ આગ્રહ, મધ્યમાં એ જ નિરાશા, એ જ અણગમા, આપસઆપસમાં ઝઘડા, દ્વેષાદિ, તેમ છતાં મૂઠીભર લાકામાં અવિચળ શ્રદ્દા, દૃઢતા, ત્યાગ, સહિષ્ણુતા તેમ જ અનેક પ્રકારની ધારેલીઅણુધારેલી મુસીબતા. હિંદની લડતનેા અંતિમ કાળ બાકી છે. એ અતિમ કાળની હું તા જે સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં અનુભવી ચૂકયો છું, તેની જ આશા અહીં પણ રાખું છું.” ગાંધીજીના આશય દક્ષિણ આફ્રિકાની લડતનાં આ ભરતી-ઓટ નિરૂપવાના છે, જેથી ભારતમાં ચાલી રહેલી લડતનાં ભરતી-એટ પ્રજા યેાગ્ય પરિપેક્ષ્યમાં જોઈ શકે અને સત્યાગ્રહના અંતિમ વિજય વિશે પેાતાની શ્રદ્ધા ટકાવી રાખી શકે.
/
.
સાહિત્યિક ઇતિહાસગ્રંથ : દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ એ માત્ર રાજકીય બનાવાના ક્રમબદ્ધ ઇતિહાસ નથી, એ ઇતિહાસ દ્વારા ગાંધી