________________
૨૮૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ વાણીમાં એક જીવંત વ્યક્તિત્વની હાજરી અનુભવાય છે અને તેથી એ લખાણે ને ભાષણે ગાંધીજીના આંતરિક વિકાસના અભ્યાસમાં ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. ભારત ને ભારતની જનતા માટે પ્રેમ ગાંધીજીની વાણીને બળ આપતો રહ્યો. દેશની ઉન્નતિ વિશેના એમના વિચાર સામાન્ય પ્રવાહથી વિરુદ્ધ દિશામાં વહેતા, પરંતુ તેમના અંતરને ભરી રહેલી પ્રસન્નતાએ એમને એ વિચાર આવેશરહિત, નમ્ર, સૌજન્યભરી વાણીમાં રજૂ કરવાની શક્તિ આપી અને લોકશિક્ષણની એક નવી શૈલી પ્રગટાવી.
સ્વભાષા-સ્વદેશ-પ્રેમઃ સને ૧૯૧૭માં ભરૂચમાં મળેલી બીજી ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ સ્થાનેથી૪પને ગોધરામાં પહેલી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ સ્થાનેથી ગાંધીજીએ આપેલાં ભાષણો એમની નવી શૈલીની શિક્ષણવાણીના ઉત્તમ નમૂનાઓ બન્યા છે. સરકારી ને બિનસરકારી સર્વ સ્તરે અંગ્રેજીનું પ્રભુત્વ સામાન્ય પ્રજા ને શિક્ષિત વર્ગ વચ્ચે ભેદની દીવાલ ઊભી કરી તંદુરસ્ત રાષ્ટ્રીય ભાવનાના વિકાસને અવરોધી રહ્યું હતું, તેથી કેળવણુ પરિષદના પ્રમુખસ્થાનેથી તેમણે શૈક્ષણિક ક્ષેત્રે માતૃભાષાની ને રાષ્ટ્રભાષા તરીકે હિંદીની. આગ્રહભરી પણ વિનયી હિમાયત કરી. રાજકીય પરિષદનું ભાષણ ગાંધીજીના સ્વદેશપ્રેમમાં રહેલો કવિદર્શનને અંશ પ્રગટ કરે છે. ગોવર્ધનરામની શ્રદ્ધાનું પુનરુચારણ કરતા હોય તેમ તેઓ કહે છે: “આપણી સભ્યતાને સમુદ્રના પાણી જેમ ભરતીઓટ થયાં છે. પણ તે સમુદ્રની જેમ અચળ રહેલ છે. આપણા દેશમાં તદ્દન સ્વતંત્ર રહેવા જેવી તમામ સામગ્રી છે; તેમાં મહાન પર્વત છે, નદીઓ છે, તેમાં ભારે સૃષ્ટિૌંદર્ય છે, તેનાં સંતાને મહાપરાક્રમનો વારસો મૂકી ગયાં છે. આ મુલક તપશ્ચર્યાને ભંડાર છે. અહીં જ સર્વ ધર્મો સાથે રહે છે, અહીં જ સર્વ દેવતાને માને અપાય છે. આવી સામગ્રીઓ છતાં જે આપણે અંગ્રેજી પ્રજાને આપણી સાત્વિક પ્રવૃત્તિથી ન જીતી શકીએ તે આપણે આપણા વારસાને લજવીશું.”૪૭ સાત્ત્વિક પ્રવૃત્તિ દ્વારા પ્રજાજીવનની સર્વાગી ઉન્નતિનું ગાંધીજીનું કલ્પનાચિત્ર એટલું જ કવિત્વમય હતું : “વસંતની બહાર ખીલે છે ત્યારે દરેક ઝાડમાં તેની છાયા પડે છે, નવયૌવન આખી ભૂમિને વિશે જોવામાં આવે છે, તેમ જ જ્યારે આપણે સ્વરાજરૂપી વસંત ઋતુમાં પ્રવેશ કરતા હોઈશું ત્યારે કેઈ આવી ચડેલો મુસાફર દરેક સ્થળે નવયૌવન ભાળશે. અનેક પ્રકારની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં પ્રજાના સેવકે પિતાની શક્તિ અનુસાર અનેક કાર્યોમાં રોકાયેલા જોવામાં આવશે.”૪૮
સાપ્તાહિકો: અંગ્રેજી-ગુજરાતી અભિવ્યક્તિ: બે વર્ષ પછી જ્યારે