________________
×. $]
ગાંધીજી
[ ૨૦૧
રમવાના નથી.” “આ ળને,” ગાંધીજી લખે છે, યાબળ કહેા, આત્મબળ કહેા, કે સત્યાગ્રહ કહેા. તે બળ અવિનાશી છે તે તે બળ વાપરનાર પેાતાની સ્થિતિ ખરાબર સમજનારા છે” (પૃ. ૭૩-૪). આવા અસહકારની પ્રેરણા પ્રેમમાં રહેલી છે, અને પ્રેમ એ જ જીવનની મૂળભૂત વાસ્તવિકતા છે. “દુનિયામાં આટલા બધા માણુસા હજુ છે એ જણાવે છે કે દુનિયાનું બંધારણુ હથિયારબળ ઉપર નથી, પણ સત્ય, દયા કે આત્મબળ ઉપર છે... હારા બલ્કે લાખા માણસે પ્રેમવશ રહી પેાતાનું જીવન ગુજરે છે, કરાડા કુટુ ખેાના કલેશના સમાવેશ પ્રેમભાવનામાં થઈ જાય છે. સેંકડા પ્રજા સંપથી રહેલી છે તેની નોંધ ‘હિસ્ટરી’ લેતી નથી, ‘હિસ્ટરી’ લઈ પણ ન શકે. જ્યારે આ યાના, પ્રેમનેા કે સત્યને પ્રવાહ રાકાય છે, તેમાં ભંગાણ પડે છે, ત્યારે જ તેની નોંધ તવારીખે ચડે છે” (પૃ. ૭૭). જીવનની આ મૂળભૂત શક્તિ દ્વારા મેળવેલું સ્વરાજ તે જ, ગાંધીજીની દૃષ્ટિએ, ખરું સ્વરાજ, એવા સ્વરાજમાં જ ભારતની પરંપરાગત .. આધ્યાત્મિક ભાવના વિકસે અને સમૃદ્ધ થાય. “તેવું સ્વરાજ લેવા ખાતર,” પુસ્તિકાને અ ંતે ગાંધીજી લખે છે, “આ દેહ અર્પણુ છે, એમ મન સાક્ષી પૂરે છે” (પૃ. ૧૦૯).
ભારતપ્રેમી કવિનું સ્વપ્ન: હિંદ સ્વરાજ' એ ‘સરસ્વતીના મનેારાજ્ય' જેવું એક ભારતપ્રેમી કવિનું સ્વપ્ન છે, અને એના અવ્યવહારુ લાગતા વિચારો ને કાર્યક્રમની પાછળ આધુનિક યુગમાં ભારતીય પર પુરાના નવસંસ્કરણ ને નવસર્જનનું, ગાવનરામના જેવું, એક ઉચ્ચગ્રાહી દર્શન ધ્વનિત થાય છે. એ કવિનનું માધ્યમ રાજિંદા વ્યવહારની ભાષા છે. ગામઠી ગણાય એવા કેટલાય શબ્દપ્રયાગા છતાં એવી ભાષામાં ગાંધીજી એક ચિરંજીવ કવિસ્વપ્નની ઝાંખી કરાવી શકયા છે એ ગદ્યકાર તરીકેની એમની એક મેાટી સિદ્ધિ છે. પ. ૧૯૧૫ થી ૧૯૩૦નાં લખાણા
વિષયા અને વાણી : દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની જાહેર પ્રવૃત્તિને મુખ્ય ઉદ્દેશ હિંદી કામના સ્વમાનનું ને નાગરિક હકાનું રક્ષણ કરવાના હતા અને સામાજિક ઉન્નતિનું ધ્યેય ગૌણ હતું. ભારતમાં ગાંધીજીનું ધ્યેય પ્રજાજીવનની સર્વાંગી ઉન્નતિનું હતું અને તેથી ૧૯૧૫ પછીનાં એમનાં લખાણા ને ભાષણાના વિષયેા રાજકીય હતા તે કરતાં વધુ શૈક્ષણિક, સામાજિક, આર્થિક ને ધાર્મિક હતા. શરૂઆતમાં ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણ ને સ્વદેશીને અગ્રસ્થાન આપ્યું, અને સન ૧૯૨૦માં અસહકારની લડત શરૂ થતાં હિંદુ-મુસલમાન એકતા, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, સ્ત્રીઉન્નતિ ને સમાજસુધારાના વિષયા ઉમેરાયા. આ બધાં લખાણા ને ભાષણેામાં ગાંધીજીનેા ઉદ્દેશ પ્રચારાત્મક કે ઉપદેશાત્મક હતા, તાપણુ એમની