________________
પ્ર. ૬ ]
ગાંધીજી
[ ર૭૯
કે ગાંધીજી અર્વાચીન સંસ્કૃતિને સદંતર અસ્વીકાર કરી ભારતમાં મધ્યયુગી જીવનસ્થિતિ ને માનસ સ્થાયી કરવા માગે છે, અને તેથી હિંદ સ્વરાજ વિશેને તેમને આદર્શ અને તેને સિદ્ધ કરવાને એમણે સૂચવેલો કાર્યક્રમ એમના જીવનકાળ દરમિયાન સર્વ કોઈને, એમની મહાનતાને ઓળખનાર સર્વપ્રથમ ભારતીય નેતા ગોપાળ કૃષ્ણ ગોખલેને પણ, તરંગી લાગ્યો હતો.
ગાંધીજીની રજૂઆતમાં એક સંદિગ્ધતા એ આવી ગઈ છે કે એમને ખરો ઉદેશ અર્વાચીન ઔદ્યોગિક ને પૂર્વ-ઔદ્યોગિક સંસ્કૃતિઓ વચ્ચેનો ભેદ નિરૂપવાનો હતું, પરંતુ “હિંદ સ્વરાજ'માં તે પશ્ચિમની સંસ્કૃતિ ને ભારતીય સંસ્કૃતિ વચ્ચે ભેદ બની ગયો છે. ખરો સુધારે શું છે એ સમજાવતાં તેઓ કહે છે કે “જે સુધારે હિંદુસ્તાને બતાવ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી. હિંદી સુધારાનું વલણ નીતિ દઢ કરવા તરફ છે; પશ્ચિમના સુધારાનું વલણ અનીતિ દઢ કરવા તરફ છે, તેથી તેને સુધારો કહ્યો. પશ્ચિમને સુધારો નિરીશ્વરી છે, હિંદી સુધારે સેશ્વરી છે.” એટલે ગાંધીજીને આગ્રહ છે કે “હિંદના હિતેચ્છુઓએ હિંદી સુધારાને જેમ બાળક માને વળગી રહે તેગ વળગી રહેવું ઘટે છે” (પૃ. ૫૫-૮). હકીકતમાં ગાંધીજીને વિરોધ પશ્ચિમ સામે નહિ, પણ પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ સામે છે. “હિંદ સ્વરાજ'માં રજૂ કરેલા વિચારો એમના મનમાં આકાર લઈ રહ્યા હતા એ અરસામાં એચ. એસ. એલ. પિલક ઉપર લખેલા પત્રમાં ગાંધીજી સ્પષ્ટ કહે છે કે “પાશ્ચાત્ય કે યુરોપિયન સંસ્કૃતિ જેવી કોઈ ચીજ નથી, પણ એક આધુનિક સંસ્કૃતિ અસ્તિત્વમાં છે, જે પૂરેપૂરી જડવાદી છે. આધુનિક સંસ્કૃતિની અસર તળે આવ્યા તે પહેલાં યુરોપના લકે અને પૂર્વના લેકે, કમમાં કમ હિંદના લેકે, વચ્ચે ઘણી બાબતમાં સરખાપણું હતું.”૪૪ ભારતીય સમાજનાં દૂષણો પ્રત્યે પણ ગાંધીજી સજાગ છે અને હિંદ સ્વરાજ'માં કહે છે કે “આપણને જે ન જુસ્સો આવ્યો છે તેને આપણે તે ખામીઓ દૂર કરવામાં વાપરી શકીએ છીએ” (પૃ. ૫૯). ધર્મગુરુઓને જે “સદ્બુદ્ધિ ન આવે તે,” તેઓ કહે છે. “અંગ્રેજી કેળવણીથી જે ઉત્સાહ આપણને આવ્યો છે તે ઉત્સાહ વાપરી આપણે લેકેને નીતિની કેળવણી આપી શકીએ છીએ” (પૃ. ૯૪) અને ઉપસંહાર કરતાં અંગ્રેજોને વિનંતી રૂપે ગાંધીજી કહે છે કે તેઓ જે તેમને સુધારે, “જે કુધારે છે, તેને છોડી હિંદુસ્તાનમાં રહે તે “તમારી પાસેથી અમારે કેટલુંક શીખવાનું છે તે શીખીશું, અને અમારી પાસેથી તમારે ઘણું શીખવાનું છે તે તમે શીખશો.” પણ, ગાંધીજી ઉમેરે છે, “તે તે જ્યારે આપણું સંબંધની જડ ધર્મક્ષેત્રમાં નખાય ત્યારે જ બને” (પૃ. ૧૦૪).
ધર્મને અર્થ, ગાંધીજી કહે છે, હિંદુ, મુસલમાન કે જરથોસ્તી એવા