________________
૨૦૮ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર'. ૪
જે ચિંતકાએ આધુનિક સમૃદ્ધિના પાયામાં રહેલી શાષણખોરીને જોઈ હતી તે પણ માનવજીવનની અ ંતિમ ઉન્નતિ માટે ઔદ્યોગિક વિકાસ ઉપર શ્રદ્ધા રાખતા હતા. ભારતના સમગ્ર શિક્ષિત વર્ગ એ સંસ્કૃતિની ખાદ્ય સિદ્ધિઓથી અંજાઈ ગયા હતા અને રાષ્ટ્રવાદીઓના મવાળ તે જહાલ બન્ને પક્ષાના ઉદ્દેશ ભારતને આધુનિક ઔદ્યોગિક રાષ્ટ્ર બનાવવાના અને દેશમાં ઇંગ્લેંડના જેવી લોકશાહી સ્થાપવાના
હતા.
હિંદ સ્વરાજ'માં ગાંધીજીએ આ વિચારપ્રવાહના ઉગ્ર વિરાધ કર્યો. એમને લાગ્યું હતુ ં. “જો હિંદુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરેતા હિ ંદુસ્તાન પાયમાલ થઈ જાય...(પૃ. ૨૨). ઇંગ્લૅંડની લેાકશાહી માત્ર દેખાવની હતી, વાસ્તવમાં પાર્લીમેન્ટ પક્ષીય ને વીય હિતાનું સાધન જ હતી. મેાટાં કારખાનાં ને ખાણામાં કામ કરતા મજૂરાની દશા ‘જાનવર કરતાં પણ હલકી'' થઈ પડી હતી (પૃ. ૨૫). રેલવે, તાર ઇત્યાદિ સાધને! દુષ્ટતા વધારી રહ્યાં હતાં, કારણ કે સારા વિચાર ફેલાય છે તેનાથી ખરાબ વિચારા ઘણી વધારે ઝડપથી ફેલાય છે. અદાલતા ને વકીલા લેકામાં ઝઘડાઓ વધારી રહ્યાં હતાં અને હોસ્પિટલે માણસને તેની બેકાળજીનાં પરિણામરૂપ રાગામાંથી બચાવી અસંયમી જીવનને ઉત્તેજન આપી રહી હતી. પરંતુ ગાંધીજીની દૃષ્ટિએ અર્વાચીન સંસ્કૃતિનું ખરું અનિષ્ટ એ હતું કે તે હિરની શાધામાં ને શરીરસુખમાં સાર્થક અને પુરુષાર્થ માને છે” અને માણસને ધર્મ ને ઈશ્વરથી વિમુખ બનાવે છે. ગાંધીજી કબૂલ કરે છે કે ધર્મમાં પણ પાખંડ હતું, પણ તે પાખંડ સમજુ માણસા જોઈ શકતા, જ્યારે અર્વાચીન સંસ્કૃતિ, જેને ગાંધીજી “સુધારા” કહે છે, તેની “ખૂખી એ છે કે માણસા સારું માનીને એમાં ઝ ંપલાવે છે...સુધારા તે ઉંદરની જેમ ફૂંકીને ફાલી ખાય છે” (પૃ. ૩૪).
આવેશ અને સ‘દિગ્ધતા : આ વિચારેા ઉપર આવતાં ગાંધીજીને ઊંડા મનેામ થનમાંથી પસાર થવું પડયું હતું, કારણ કે એ તેમના પોતાના જ ભૂતકાળના વિચારાની સામે બળવારૂપ હતા. એટલે તેઓ • હિ ંદ સ્વરાજ ’ની પ્રસ્તાવનામાં લખે છે: “જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું છે...જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમો,” આમ હિંદ સ્વરાજ'માં ગાંધીજી પેાતાના માસિક ભૂતકાળ સાથેના સંબંધ કાયમને માટે તાડી રહ્યા હતા, તેથી એમના વિચારાની રજૂઆત સ્વાભાવિક રીતે થાડી આવેશભરી બની છે અને એમના આશયને અસ્પષ્ટ બનાવે છે. પુસ્તિકા વાંચતાં પહેલી નજરે એવી છાપ પડે છે