________________
પ્ર. ૬] ગાંધીજી
[ ર૭૫ છે તે માણસ નીરોગી નહીં જ ગણાય૩૨ ગાંધીજીની કવિદષ્ટિ શરીરમાં રહેલા આત્માની અદભુતતા જ નહીં, શરીર ને મનની સ્વાભાવિક ક્રિયાઓની રહસ્યમયતા પણ જુએ છે. લેખમાળાની પ્રસ્તાવનામાં તેઓ લખે છે, “આકાશના તારા ગણી કાઢવાને વિચાર કરીશ, પણ મારા છાપરામાં શું છે અથવા કેટલી વળી છે, તે જાણવાની મને ઈરછા પણ નહીં થાય. મારી નજર આગળ રચાતું કુદરતી નાટક હું જેવા માગતો નથી; પણ નાટકશાળામાં થતા ઢગ જોવાનું મને બહુ મન થશે. તે જ શૈલી પ્રમાણે મારા શરીરમાં શું થાય છે, તે શું છે, તે શાનું બન્યું છે, તેમાંનાં હાડકાં, માંસ, લોહી વગેરે કેમ બને છે, તે બધાં શું કરે છે, મારા શરીરમાં બોલે છે તે કેણ, મારી ગતિ કેમ ચાલે છે, મને એક વખત સારા, તે બીજી વખત ખરાબ વિચાર કેમ આવે છે, મારી મરજી વિરુદ્ધ પણ મારું મન કેમ કરોડો માઈલ દેડી જાય છે, મારું શરીર તે ગોકળગાયથી પણ ધીમું જાય છે, ત્યારે મારું મન પવનના વેગ કરતાં હજારગણો વધારે વેગ કેમ ધરાવે છે, તેનું મને ભાન નથી.૩૩ '
અન્ય કેટલાંક લખાણ: પોતાની સત્યનિષ્ઠ પ્રતીકારની અને ત્યાગનિષ્ઠ સેવાની ભાવનાને જેમાંથી પ્રેરણા અને બળ મળ્યાં હતાં તે સેક્રેટીસના મૃત્યુસમયના સંભાષણ તથા રસ્કિનના “અન્ય ધિસ લાસ્ટ'ના સાર “એક સત્યવીરની કથા૩૪ અને “સર્વોદય૩પ એ શીર્ષક નીચે ગાંધીજીએ “ઈન્ડિયન ઓપિનિયન’માં આપેલા તે એ દષ્ટિએ મહત્ત્વના છે. શરીરશ્રમની ભાવના પ્રગટ કરતી ટોલ્સટોયની વાર્તા ધ એરી ઑવ ઇવાન ધ ફૂલ’નું પણ “મૂરખરાજ અને તેના ભાઈઓ'૩૪ એ શીર્ષકથી ગાંધીજીએ રૂપાંતર કર્યું હતું. એની જરા ગામઠી લાગે એવી ભાષા વાર્તાનાં વસ્તુ ને પાત્રોને સર્વથા અનુરૂપ છે અને એ રીતે ભાષા પરની ગાંધીજીની મર્યાદા અહીં ગુણરૂપ બની છે. '
‘મિ. ગાંધીની નજરકેદ ૩૭ અને ‘મિ. હાજીહુસેન દાઉદ મહમદ૩૮ એ લેખોમાં ગાંધીજી એમના સ્વભાવને શક્ય તેટલા સાહિત્યસર્જનની નજીક આવતા જણાય છે. પહેલા લેખમાં એક અપમાનજનક પરિસ્થિતિમાં એમણે અનુભવેલા સંકુલ આંતરભાવોનું કળાકારની સત્યદૃષ્ટિ કરી શકે એવું સચોટ વર્ણન કર્યું છે, તે બીજે લેખ એક ભાવનાશીલ યુવકના મૃત્યુપ્રસંગે શ્રદ્ધાંજલિરૂપે ગદ્યમાં લખાયેલું શોકકાવ્ય છે. એ આખા લેખમાં ગાંધીજીના ગદ્યને પાંખે આવે છે અને તે કળાસૃષ્ટિનાં દ્વાર ખખડાવતું લાગે છે.
સન ૧૯૦૮–૮ દરમિયાન જેલજીવનના કલેશજનક અનુભવોને તાદશ રીતે પણ પૂર્ણ સ્વસ્થતાથી ને હળવા નર્મભાવથી વર્ણવતી અને કવચિત પોતાના હૃદયભાવોનું તટસ્થતાથી નિરૂપણ કરતી ત્રણ લેખ શ્રેણિઓ ૩૯ પણ, ગાંધીજીની