________________
૨૦૪ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[2*. ૪
કરી કેટલાક વેપારીઓએ છૂપી રીતે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે અરજી કરી છે એ સમાચાર આપતાં તે લખે છેઃ “એવું કહેવાય છે કે મિ. ખમીસાની દુકાનમાં તે રાતે આશરે વીસ માણસોએ પેાતાના હાથ અને માં કાળાં કર્યા ૨૭ અને હિંદી કામને બટ્ટો લગાડચો.”૨૮ ગુલામીને કારણે સ્વત્વ ગુમાવી બેઠેલી પ્રજાને સ્વમાનને પાઠ ભણાવતા આવા લેખેા ગાંધીજીના સ્વભાવમાં રહેલા ક્ષાત્રતેજના અને એક શબ્દસ્વામી તરીકેની એમની શક્તિને એક સાથે પરિચય કરાવી જાય છે.
યુદ્ધવીરમાંથી લાકશિક્ષક: શૈલીની નવી ફોરમ : સમાધાની થતાં ગાંધીજી યુવીર મટી ફરી લાશિક્ષક ને લોકસેવક બની ગયા. રજિસ્ટ્રેશનના કાયદા વિરુદ્ધની લડત ગાંધીજી માટે ગીતાના સમત્વના પ્રથમ પ્રયાગ હતા, અને એ પ્રયાગમાં તેએ સફળ પાર ઊતર્યા હતા. આ અનુભવે એમનામાં ઊ.ડી આત્મશ્રદ્ધા પ્રેરી હતી અને એમના લેખાની શૈલીમાં યુદ્ધના જુસ્સે। જણાતા હતા તેને બદલે હવે, નવા પાકેલા ફળની સુવાસ જેવી નવી ફારમ પ્રગટી. વ્યવહારુ દિષ્ટએ સમાધાની દ્વારા હિંદી ક્રામને માત્ર નવી છૂટછાટા મળી હતી, પરંતુ કૈામે અન્યાયી કાયદા સામે માથું ઊંચકયું હતું અને સરકારને પેાતાની સાથે વાટાઘાટા કરવાની ફરજ પાડી હતી એ હકીકત ગાંધીજી માટે કામના નૈતિક વિજયરૂપ હતી, અને એ દૃષ્ટિબિંદુ એમણે સ્વસ્થ ને ગૌરવભરી ભાષામાં કામને સમજાવવાના પ્રયત્ન કર્યાં. ‘સમાધાની ઉપર સવાલ-જવાબ’૨૯ અને ‘મારા ઈલકાબ’૩૦ એ લેખામાં ગાંધીજીનું આ નવું, સૌમ્ય રૂપ આકર્ષીક રીતે પ્રગટ થાય છે. એમાં જોવા મળતાં તર્ક કુશળતા, વિચારાની સરળતા ને ભાષાસૌજન્યનું મિશ્રણ ગુજરાતી ગદ્યમાં એક નવું તત્ત્વ હતું અને ગદ્યલેખક તરીકેના ગાંધીજીના વિકાસમાં અગત્યનું સીમાચિહ્ન બની રહે છે.
આરાગ્ય વિષે સામાન્ય જ્ઞાન : સને ૧૯૧૩ના જાન્યુઆરી માસથી ઇન્ડિયન ઓપિનિયન'ના ગુજરાતી વિભાગમાં શરૂ થયેલી આરાગ્ય વિષે સામાન્ય જ્ઞાન’૩૧ ઉપરની લેખમાળા ‘હિંદ સ્વરાજ' પછી ગાંધીજીના ગદ્યની ખીજી મહત્ત્વની સિદ્ધિ છે. જેમ હિંદ સ્વરાજ'ના રાજકીય કાર્યક્રમની પાછળ માનવજીવન વિશેનું એક કવિન રહેલું છે, તેમ આ લેખેાની વ્યવહારુ ચર્ચાની પાછળ શરીર' ગાયું લહુ ધર્મ સાધનમ્ સૂત્રમાં સૂચિત થતી શરીર ને મનના સંબંધ વિશેની કલ્પના રહેલી છે. આરાગ્યની વ્યાખ્યામાં જ ગાંધીજીની વિદિષ્ટ જણાઈ આવે છે. “માણસ એક શરીરનેા જ બનેલે નથી...શરીરને ગુલાબના ફૂલની ઉપમા અપાયેલી છે, તેની સુવાસ એ તેનેા આત્મા – રૂતુ છે... માણસની વાસ – તેના આત્માનું ચારિત્ર્ય – એ જ તેની પરીક્ષા છે. એટલે... જેનું ચારિત્ર્ય ખરાબ
6