________________
પ્ર. ૬]
ગાંધીજી
બની ગયે. લડતને અંતે સમત્વભાવથી એમણે સત્યને જ જય ગાય અને સમાધાનીથી અકળાયેલા મીર આલમના હુમલાને પણ એ સમત્વભાવથી જ સ્વીકાર્યો. ગાંધીજીની પ્રેમપૂર્ણ સેવાભાવના ગિરમીટિયા મજૂરે જેવા ગરીબ, અશિક્ષિત વર્ગ સુધી વિસ્તરી હતી અને ફરી લડત આવી ત્યારે ૧૯૧૩માં નાતાલના ખાણમજૂરોએ હડતાલ પાડીને ગાંધીજીની પ્રેમભાવનાને હૃદયસ્પર્શી પડધે પાશે.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ હિંદી કામની સુધારણા માટે પણ અનેક પ્રવૃત્તિઓ કરી. આહારના, ઉપચારના, કેળવણીના અનેક પ્રયોગ કર્યા. તપસ્વી જીવનની ઉગ્રતા પણ અપનાવી. એમાં કુટુંબ, અંતેવાસીઓ અને પોતે પણ તવાયાં. છેવટે ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાની લડતના વિજયી સેનાની તરીકે પોતાના જીવનકાર્યના સ્પષ્ટ નકશા સાથે તેઓ ભારત આવ્યા.
ભારતમાં આવીને કેટલોક સમય ગોખલેની સૂચના અનુસાર દેશદર્શનમાં ગાળ્યો. દેશમાં ગંદકી, અવ્યવસ્થા અને નાગરિક શિસ્તને અભાવ જોઈ તેમનું ભારતપ્રેમી હૃદય અકળાઈ ઊઠયું. કુંભમેળામાં ચાલતા પાપનું તે પોતે જ આત્મશુદ્ધિ દ્વારા પ્રાયશ્ચિત્ત કરવા ચોવીસ કલાકમાં પાંચથી વધારે વસ્તુ નહીં ખાવાનું અને રાત્રિભોજનને ત્યાગ કરવાનું વ્રત લીધું. આ દરમ્યાન અમદાવાદમાં પિતાના જીવન આદર્શોને અનુરૂપ આશ્રમજીવનની એમણે સ્થાપના કરી અને એક અંત્યજ કુટુંબને એમાં દાખલ કરી પોતાની અચળ સિદ્ધાંતનિષ્ઠા બતાવી આપી. ૧૯૧૭માં ચંપારણમાં માલિકના જુલમને ભોગ બનેલા ગળીને ખેડૂતોની મદદે જવાનો પ્રસંગ ગાંધીજીને પ્રાપ્ત થયો અને દેશને સત્યાગ્રહની અહિંસક પ્રતિકારની રીત ને રચનાત્મક સેવાની કાર્યપદ્ધતિને એમણે એકસાથે પરિચય કરાવ્યું. અહીં ગાંધીજીને ભારતની પ્રજાની ગરીબીને હૃદયદ્રાવક અનુભવ થયો.
આ ગરીબીને એકમાત્ર ઉપાય એમણે ખાદીમાં જે, અને રાજકીય પ્રશ્નોના ઉકેલ માટે ઉપાય યોજતા તેટલા જ ઉત્સાહથી ખાદી ઉત્પન્ન કરવાનાં સાધનોની શોધ કરી.
ચંપારણનું પ્રજાસેવાનું મનગમતું રચનાત્મક કાર્ય છોડીને ગાંધીજીને ૧૯૧૮માં અમદાવાદના મજૂરોની વહારે જવું પડયું. આ મજૂરઆંદોલનને પરિણામે સત્ય ને અહિંસા, જવાબદારી ને હકના સિદ્ધાંત પર રચાયેલી મજૂર-સંગઠનની એક નવી કાર્યપદ્ધતિનાં મંડાણ થયાં. હડતાળ દરમ્યાન મજૂરોને પ્રતિજ્ઞાભંગના દેષમાંથી બચાવવા ઉપવાસના શસ્ત્રને ગાંધીજીએ પહેલી વાર જાહેરમાં ઉપયોગ કર્યો, જેકે ગાંધીજીને એ ઉપયોગ કેટલેક અંશે દૂષિત લાગ્યો હતો અને એની દુઃખદ