________________
૨૬૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર ૪
અજોડ લેાકસેવક અને લેાકનેતા તરીકેનું એમનું ભવિષ્ય હવે નિશ્ચિંત થઈ ગયું. લેાકસેવક ને લેાકનેતા તરીકેની તેમની કારકિર્દીની શરૂઆતમાં ગાંધીજી, ઓગણીસમી સદીના ઘણાબધા ભારતીય સંસ્કારનેતાઓની જેમ, અંગ્રેજી સંસ્કૃતિ અને બ્રિટિશરાજ્યના પ્રશંસક હતા. દક્ષિણ આફ્રિકામાં એમને રંગદ્વેષના કડવા અનુભવ થયા હતા, પરંતુ એ કડવાશ એમનાં લખાણા કે ભાષણામાં વરતાતી નહેાતી. એ સર્વાં લખાણા ને ભાષણાના મધ્યવતી` સૂર, નાતાલની સરકાર ને પ્રજાનું વર્તન બ્રિટિશ નાગરિક તે રાજકીય જીવનની ઉમદા પ્રણાલીએ સાથે અસંગત હતુ. તે હતા. અંગ્રેજ પ્રજાના જીવન અને આચારવિચારના મહિમા એમના મનમાં વસેલા હતા તેથી જ ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે એમના પર દબાણુ આવ્યુ ત્યારે એમનુ` મન ભારે મૂંઝવણમાં પડયું. ઈશુને એક અદ્વિતીય અવતારી પુરુષ તરીકે સ્વીકારવા એ તૈયાર નહેાતા તે ઉપરાંત, માતાની પ્રસાદીરૂપ હિંદુધર્મ, અનેક ત્રુટિઓ છતાં, છેડવા એમને માટે દુષ્કર હતું. આ મૂંઝવણુમાંથી ગાંધીજીને શ્રીમદ્ રાજચંદ્રે બચાવ્યા. તેમણે તેમને હિંદુધર્માંના વ્યવસ્થિત અભ્યાસ તરફ વાળ્યા અને હિંદુ સમાજના પ્રચલિત આચારવિચારાને ને હિંદુ આધ્યાત્મિક દર્શન વચ્ચે ભેદ કરતાં શીખવ્યું અને ખ્રિસ્તી ધાર્મિક સાહિત્યના તથા ટોલ્સ્ટોયનાં પુસ્તકાના વાચને એમનામાં જે નવી ભાવના સ્ફુરી રહી હતી તેનું ભારતીય પરંપરાના સારતત્ત્વ સાથે અનુસંધાન કરી આપ્યું. આ અભ્યાસે ગાંધીજીને આધુનિક સંસ્કૃતિની ઊણપે! પ્રત્યે પણ જાગ્રત કર્યા. ભગવદ્ગીતાએ પ્રેયને ત્યાગ કરી શ્રેય તરફનું પ્રસ્થાન દૃઢ બનાવ્યું અને ઈ. ૧૯૦૪માં રસ્કિનના અધિસ લાસ્ટ'ના વાચને એમની ત્યાગવૃત્તિને એટલી તીવ્ર બનાવી મૂકી કે એમણે રસ્કિનને ઇષ્ટ એવુ* શ્રમપ્રધાન, સાદું જીવન જીવવાના ઉદ્દેશથી ફિનિક્સ આશ્રમની યેાજના ઘડી કાઢી અને તેને તાત્કાલિક અમલમાં મૂકી. બેએક વર્ષ પછી ઝૂલુ ખળવા અંગે ગાંધીજીએ ઘાયલેાની સારવાર માટે એક સેવાટુકડી તૈયાર કરી ત્યારે સેવાને અર્થે બ્રહ્મચર્યની આવશ્યકતા જોઈ અને એ વ્રત લીધું.
જે કાનૂની કાર્યવાહી અંગે ગાંધીજી દક્ષિણ આફ્રિકા આવ્યા હતા તે પૂરી થતાં હિંદી કામના મતાધિકાર માટે લડવાની તક ઊભી થઈ, જે સહજ સેવાભાવનાથી એમણે સ્વીકારી લીધી. આ દરમ્યાન દેશમાંથી કુટુ બને લઈને આવતાં ૧૮૯૭ના જાન્યુઆરીમાં ડરબન બંદરે હિંસાત્મક હુમલા થયા ત્યારે ગાંધીજીએ હુમલા કરનારાઓ પર કામ ચલાવવાનેા ઇનકાર કરી જાહેરજીવનમાં અહિંસાના પહેલા પ્રયાગ કર્યો. પછીથી તા ગાંધીજીનાં સઘળાં કાર્યોમાં ધર્મ પ્રેરણા વધુ ને વધુ ભાગ ભજવતી ગઈ અને ૧૯૦૮-૦૯ના પરવાનાના કાળા કાયદા સામેને સત્યાગ્રહ કેવળ રાજકીય લડત ન રહેતાં ગીતાના સમત્વયાઝને પ્રથમ પ્રયાગ