________________
૨૪૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર'. ૪
ગીતાની રમઝટનુ સજ્જડ ચોકઠું ભેદી નૂતન ખેઞકના નવી લેખનશૈલીમાં અખતરા કરનાર કવિ; તેમની કલમે સામાજિક વિષયાવાળાં નાટકા ખૂબ પ્રખ્યાત અન્યાં. પેાતે દિગ્દર્શક, નટ હેાવાથી તખ્તાસૂઝ ગજબ બતાવે છે. અખતરાબાજ લેખક, નાટકા : નવું ને જૂનુ, વીસમી સદી', ‘કાલાબાને કારગા’, ‘સંવાદી સૂર', નગદ સાદેા', ‘કાલેજિયન', રાજરમત', ‘અંધારી ગલી', ‘ગ્રેજ્યુએટ', ‘ભિક્ષુબાબા', ‘રસના રાસ', ‘બળેલી રસ્સી', ‘જન્મદાતા', ‘લગ્નબંધન', ‘તલવારની ધારે', ‘સાનેરી જળ', ‘શ્રીમંતાઈના શાખ’, ‘સંસારયાત્રા’, ‘રખે ભૂલતા’, ‘ભૂલના ભાગ', ‘એમાં શું?', કાના વાંક?', ‘શેતરંજના દાવ' વગેરે.
કવિ જામન માટે એમ કહેવાય છે કે તેમના સમકાલીન જમાનાથી તેઓ પચીસ-પચાસ વર્ષ આગળ હતા. ‘અંધારી ગલી’, ‘ભિક્ષુબાબા', ‘રસના રાસ’, ‘શ્રીમંતાઈના શાખ’, ‘ભૂલનેા ભાગ’, ‘એમાં શું ?' ‘કાના વાંક' અને ‘વીસમી સદી’ જેવાં નાટકા મઠારીને ભજવવામાં આવે તેા દરેક દાયકામાં ઘણી અસરકારકતા ઊભી કરી શકે એવાં છે. પૌરાણિક કે ઐતિહાસિક વિષયેા લઈ પ્રભુલાલભાઈ તથા રઘુનાથભાઈની જેમ પેાતાની લેખનશૈલીને વહેવા દીધી નથી. પણ સમાજના દંભના પરદા ચીરવા તથા સ્ત્રીસ્વાતંત્ર્ય તથા સ્ત્રીપુરુષની અસમાનતા ને સામાજિક બદીઓ સામે તેમણે પાકાર પાડયો છે. તેમની શૈલીમાં ખેતબાજીના ઉપયોગ પણ થયા છે. પ્રહસનનાં દશ્યેા પણ મુખ્ય નાટવિષય સાથે તેમણે ગૂંથ્યાં છે. ગીતા પણ મર્માળાં ને અલ્પસંખ્ય છે. ‘એમાં શુ?’ કાનેા વાંક ?’, ‘ભૂલને ભેગ’ વગેરે નાટકા માટે કાત્રકમાવા જેવા મહાન નટ-દિગ્દર્શક કામ કરતા હતા અને તેથી જામન કવિ ગુજરાતી રંગભૂમિ પર એક બળવાખેાર નાટયકારનું બિરુદ પામેલા છે. મુંબઈની વેપારી દુનિયા અને ગુનેગાર દુનિયાની ભીતરના પ્રશ્નો અનુભવીની સિફતથી એમણે નાટકામાં આલેખ્યા છે.
મનસ્વી’ પ્રાંતીજવાળા : આ ઉપનામથી કાઈક વેળા સામાજિક અને કાઈક વેળા અતિાસિક નાટકા લખી ચિમનભાઈ ભટ્ટે થાડુંક અસરકારક સ્થાન પ્રાપ્ત કર્યું” હતું, પણ વિશેષ તા તેમણે લખેલાં ગીતાથી તેઓ પ્રસિદ્ધ થયા હતા. મનસ્વીભાઈનાં ગીતામાં કંઈક અ ંશે સારી સાહિત્યિક છાયા પણ આવતી, અને કાંઈક દીલી વાણી હેાય તેજ તેમના ગાતા વરતાતા. કાતિવિજય’, ‘સંસારચિત્ર', કૈાની મહત્તા', ‘કન્યાદાન’ તેમનાં ખાસ વખણાયેલાં નાટકો ગણાય છે. સામાન્ય મધ્યમવર્ગની આજુબાજુ વણાતી કરુણ ઘટનાઓને વધુ લાગણીશીલ રીતે આલેખવાની તેમનામાં શક્તિ હતી.
નૃસિંહ ભગવાનદાસ વિભાકર (૧૮૮૮–૧૯૨૫) વિજામનની જેમ