________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકો-૧
[ ૨૩૯
લક્ષ્મીબહેન ગેા. ડેાસાણી (૧૮૯૮), ‘શારદાપ્રસાદ વર્મા'ના તખલ્લુસથી ખાલસાહિત્ય (‘ફારમ લહરી' ૧-૧૨), એ નાટકા' અને ચરિત્રા આપનાર રતિલાલ ના. તન્ના (૧૯૦૧), ‘પ્રાચીન કવિએ અને એમની કૃતિએ'ના લેખક રમણીક દેસાઈ, સંવાદ, નાટક અને કથાના લેખક ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ (૧૯૦૧), ‘કચ્છની રસધાર', કચ્છના ઇતિહાસ'ના લેખક જયરામદાસ જે. નયગાંધી, બાલાપયેાગી રચનાએ આપનાર કાજી હસમુખલાલ (૧૯૦૫) અને ધીરજલાલ ટા. શાહુ (૧૯૦૬) વગેરે અનેક લેખકેાએ વિવિધ વિષયેા પર લેખન કર્યુ` છે.
[આ પ્રકરણમાં જે લખાણને અંતે (ધી.) લખ્યું છે તે લખાણ ધીરુભાઈ પરીખનું, [ભૂ.] લખ્યું છે તે લખાણ ભૂપેન્દ્ર ઉપાધ્યાયનું અને જ્યાં એવે નિર્દેશ નથી કર્યા તે લખાણુ ચિમનલાલ ત્રિવેદીનું છે. ]
જૂની રંગભૂમિના લેખકા
૧૮૫૦ની આસપાસ ખે નાટયપ્રવાહે। ગુજરાતના સાંસ્કૃતિક જીવનમાં સ્થાન પામેલા વરતાય છેઃ (૧) એગણીસમી સદીના પ્રથમ પાંચ દાયકામાં ગુજરાતમાં સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલા જાણકાર વર્ગ સંસ્કૃત પ્રણાલીનાં નાટકો વિષે સારી રીતે જાગ્રત હેાય તેમ લાગે છે. પણુ ૧૮૫૦ કે તેની પૂર્વે ભજવાતા પ્રયાગાની કાઈ કથાવાર્તા મળતાં નથી. (ર) બીજો પ્રવાહ છે તે લેાકનાટયરૂપી ભવાઈના, તેની પ્રચલિત તાલીમપતિનેા, લેખનપદ્ધતિના, અને પ્રયાગપદ્ધતિને જાણકાર વ, — જે ગ્રામસમાજમાં મૂળ ધરાવતા લાગે છે. ગામામાંથી નગરામાં આવી, ભવાઈ ભજવી – પાછા ગામામાં જાય - ત્યાં જ વસે, ખેતી કરે, મદિરા, દેરાસરામાં ગાયવાદન ભજનસંગીત વગેરે કરે. આ ભવાઈયા અને ભવાઈમડળીએ ગુજરાતી ગ્રામજીવનના પ્રાણવાન અંશે છે. ભવાઈને ગ્રામજનતા માણે છે, સમજે છે, સુપેરે પરિચિત છે.
―
આ બે પ્રવાહે ઉપરાંત અંગ્રેજી સાથેના સાંસ્કૃતિક સંપ ગાઢ થાય છે. એમાંથી મનેાર ંજનના સાધનરૂપે નાટક નામનું કલાસ્વરૂપ ઝળકી ઊઠે છે, અને મુંબઈ, કલકત્તા, મદ્રાસ, જેવાં નગરામાં ચમત્કારિક પરિવર્તક ઝપાટા લગાવે છે; ‘નાટક' આપણી વચમાં આવી વસે છે; બ્રિટિશ કેળવણીથી પ્રભાવિત થયેલા આપણા વિદ્વાને સંસ્કૃત પરંપરાનાં ‘નાટય’ સાથે, બ્રિટિશ મનેારંજનનું સાધન પરિચિત થતાં, આપણા નૂતન માનસને આ નવું સાધન ગમતુ લાગે છે અને તેને આપણા વિદ્વાના આપણા જીવનમાં આવકારે છે કરે છે. આમ અંગ્રેજી શૈલીનું થિયેટર અસ્તિત્વ પામે છે.
જે મક્કમ સ્થાન પ્રાપ્ત