________________
૨૩૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ . ૪ દેસાઈ (૧૮૮૦-૧૯૫૦), “ગુજરાતને અતિહાસિક લેખ (ત્રણ ભાગ)ના લેખક ગિરજાશંકર વ. આચાર્ય (૧૮૮૦–૧૯૬૪), સંસાર-સુધારાના અગ્રણી, “રાજા રામ મોહન રાય' (૧૯૦૫), “ઈસુ ખ્રિસ્તનું જીવન”, “બ્રાહ્મધર્મ વ.ના લેખક ગટુલાલ ધ્રુ (૧૮૮૧-૧૯૬૮), પ્રવાસાદિની કૃતિઓ આપનાર ડુંગરશી ધ. સંપટ (૧૮૮૨),
જાતકકથાઓ'ના લેખક હરભાઈ ૬. ત્રિવેદી (૧૮૮૩), વૈકુંઠલાલ શ્રી. ઠાકોર (૧૮૮૫), “કેળવણું માસિકના તંત્રી, ઈંગ્લાંડનું વહાણવટુ' જેવાં કેટલાંક ઉપયોગી પુસ્તકે ઉપરાંત દેશદેશની વાતો', “સર વિ. દા. ઠાકરસીનું જીવનચરિત્ર' જેવાં પુસ્તક આપનાર કલ્યાણરાય નથુભાઈ જોશી (૧૮૮૫), પૂર્વ આફ્રિકા, નેપાળ, વ. વિશેની પ્રવાસકૃતિઓને લેખક મણિલાલ ન. દ્વિવેદી (૧૮૮૭), જૈન સંવાદો, “તજાએલ તિલકા' જેવી કાવ્ય-અનુકૃતિના લેખક પોપટલાલ પુ. શાહ (૧૮૮૮), જૈન સાહિત્યના પ્રકાશનમાં ઉલ્લેખપાત્ર કામગીરી કરનાર અને “કચ્છકેસરી', “સૌરાષ્ટ્ર,
જ્ય સ્વદેશી' જેવાં અનેક સામયિકના તંત્રીમંડળમાં સક્રિય ભીમજી હરજીવન પારેખ, “સુશીલ” (૧૮૮૮), ઈતિહાસ , “સરસ્વતીચંદ્રનું રાજકારણના લેખક તેમ જ “સ્વાધ્યાય" લેખસંગ્રહના લેખક કેશવલાલ કામદાર (૧૮૯૧), નીતિષિક સાહિત્ય આપનાર માવજી દામજી શાહ (૧૮૯૨), “ગજેન્દ્ર મૌક્તિકા'ના સંપાદક અને “ધી ઈન્ડિયન થિયેટર એ અંગ્રેજી પુસ્તકના લેખક રમણલાલ યાજ્ઞિક (૧૮૯૫–૧૯૬૦), ૧૯૧૮માં “ભારત' પત્રની સહગમાં સ્થાપના કરી એના તંત્રી થયેલા, પછી મુંબઈમાં ૧૯૨૮માં “સાંઝ વર્તમાન” પત્રમાં જોડાયેલા, ટાગોર-ટોસ્ટોયનાં લખાણને જીવન-સર્જન પર પ્રભાવ ઝીલનાર, અને જેમની રચનાઓને ન્હાનાલાલે “રસકાવ્યો' કહી વધાવી “નવગીતાંજલિ'નું પ્રશસ્તિમૂલક બિરુદ આપ્યું હતું તે “ફૂલપાંદડી' (૧૯૨૪) અને આરામગાહ (૧૯૨૮)નાં ગદ્યકાવ્યોના રચયિતા પૃથુ હ. શુકલ (૧૮૯૫–૧૯૩૧), આયુર્વેદના અભ્યાસયુક્ત ગ્રંથોના લેખક અને કાલિદાસના અભ્યાસી બાપાલાલ ગ. શાહ (૧૮૯૬), સંગીતશિક્ષણક્ષેત્રે “સંગીતાંજલિ (છ ભાગ), પ્રણવભારતી', “નાદરૂપ' વ. પુસ્તક દ્વારા મૂલ્યવાન પ્રદાન કરનાર પંડિત ઓમકારનાથ ઠાકુર, ગુજરાત સાહિત્ય સભાની ૧૯૪૦ની ગ્રંથસમીક્ષા, “અનુભવબિન્દુ'નું સંપાદન અને સાહિત્યવિષયક અભ્યાસપૂર્ણ સ્વાધ્યાય-લેખે ઉપરાંત ધર્મ, યોગ અને ચિંતનવિષયક લેખો (વિદ્યુતિ ૧૯૮૦ મરણોત્તર પ્રકાશન) આપનાર ગુજરાતીના સુખ્યાત પ્રાધ્યાપક રવિશંકર જોશી (૧૮૯૭–૧૯૭૩), ગુજરાતમાં પ્રકૃતિવિજ્ઞાનક્ષેત્રે જયકૃષ્ણ ઈન્દ્રજી પછી નોંધપાત્ર પ્રદાન કરનાર અને પ્રકૃતિ ટૌમાસિકના સંપાદક હરિનારાયણ ગિ. આચાર્ય વનેચર' (૧૮૮૭), બાલ પોગી સાહિત્યના લેખક નાગરદાસ પટેલ (૧૮૯૮) અને રમણલાલ ના. શાહ, “મહિલાઓની મહાકથાઓનાં લેખિકા