________________
૨૧૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2*. ૪
વાર્તા અને નાટકમાં એમના પ્રથમ રસ. વિદેશી કૃતિએના સફળ અનુવાદે અને સુભગ રૂપાંતરાની અનન્ય ફાવટ છતાંય એમની ખ્યાતિ હાસ્યલેખક તરીકેની વિશેષ છે. રાજમરાજના જીવનવ્યવહારમાંથી એમની સૂક્ષ્મ દૃષ્ટિ હાસ્યાત્પાદક પ્રસગા પકડી પાડે છે અને કલાકારના તાટસ્થ્ય તથા સમથ સર્જ કશક્તિથી એ પ્રસ ંગાને ખીલવી જાણે છે. એમની શૈલીમાં નિરાડંબરીપણું અને નિખાલસતા જોઈ શકાય છે. સત્ર માત્ર બૌદ્ધિક સ્તરે ન રહેતાં તેઓ ઊમિરૈલ પણ બને છે. હાસ્યરસની નિષ્પત્તિ માટે એમણે નિબધે ઉપરાંત વાર્તા, નવલકથા, રેખાચિત્ર આદિ પ્રકારામાં પણ પ્રશંસનીય પ્રદાન કરેલું છે. ‘અમે બધાં' ધનસુખલાલ મહેતા અને ન્યાતીન્દ્ર દવે દ્વારા આત્મકથાત્મક પદ્ધતિએ લખાયેલી સુરતના તે કાળે લુપ્ત થવા લાગેલા પરંપરાદ્ધ જીવનની ન`મયુક્ત નરવી અને ગરવી સળંગ કથા છે. બે સ કાએ સહયેાગમાં લખેલી આપણા સાહિત્યની આ પ્રથમ કૃતિ છે. ‘ભદ્રંભદ્ર' પછી હાસ્યરસની છેળા ઉછાળતી આ સળંગ કથાકૃતિમાં એના સાને પ્રશંસાપાત્ર પુરુષાર્થ અ ંતા રહેતા નથી. ધનસુખલાલની ઊંચી વિનાવૃત્તિ, પરિષ્કૃત ભાષાશૈલી, રસજ્ઞબુદ્ધિ, ઊંડી ચિંનતશીલતા અને સૂમ તલીલા એમનાં હાસ્યપ્રધાન લખાણામાં આગળ તરી આવતી લાક્ષણિકતાઓ છે. એમના અભિન્નત અને ઋજુ શીલની છાપ એમની શૈલી પર પડયા વગર રહી નથી. તેમણે ગુલાબદાસ બ્રોકર સાથે ધૂમ્રસેર' (૧૯૪૮) નાટક પણ લખેલું. ધનસુખલાલ મહેતાએ ઈ. ૧૯૧૮થી ૧૯૨૩ સુધી, મુંબઈના ગુજરાતી હિન્દુ સ્ત્રીમંડળ દ્વારા ચલાવવામાં આવતા ‘સ્ત્રીહિતાપદેશ' નામક ત્રૈમાસિકનું તંત્રીપદ પણ સંભાળ્યું હતું. મુંબઈની સાહિત્ય સંસા તેએ આરંભથી જ સભ્ય ચૂંટાતા હતા. એમની હાસ્યરસની સર્જનાત્મક કૃતિઓને ઉપલક્ષીને એમને ૧૯૪૦ને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત કરવામાં આવ્યા હતા. (ધી.)
હરિપ્રસાદ ગૌ, ભટ્ટ –મસ્તફકીર’ (૧૮૯૭–૧૯૫૫) પત્રકાર હોવા ઉપરાંત સાહિત્ય અને કલાના ઉપાસક હતા. આપણા સામાન્ય અને રાજમરાજના જીવનમાં રહેલા હાસ્યપાત્ર અશાને વિનેાદી રીતે ઘેાડીક અતિશયોક્તિથી નિરૂપવામાં એમની કુશળતા છે. એમને માર્મિČક કટાક્ષ મૌલિક હોય છે. જુદા જુદા અને નવા નવા પ્રસંગેા યેાજવાને કારણે સંખ્યાદષ્ટિએ એમનું લખાણ વિપુલ છે. ‘મસ્તકીરની મસ્તી' (૧૯૨૬), ‘મસ્તફકીરના હાસ્યભંડાર' (૧૯૨૭), ‘હાસ્યવિલાસ’ (૧૯૩૨), ‘મુક્તહાસ્ય’ (૧૯૩૨) ઇત્યાદિ કૃતિમાં એમણે હસાવવાની સાથે નાની નાની પણ મહત્ત્વની વસ્તુ વિષે ગુજરાતને વિચારતું રાખ્યું. (ભૂ.)
મુનિકુમાર મણિશંકર ભટ્ટ (૧૮૯૮–૧૯૭૦): કૌમુદી' માસિકમાંના પેાતાના હાસ્યપ્રધાન લેખાથી ત્યારે ધ્યાન ખેંચનાર, કવિ કાન્ત'ના પુત્ર, મુનિ