________________
પ્ર. ૫]. અન્ય ગદ્યલેખકે-૧
[૨૯ વગેરે ગ્રંથરૂપે સુલભ બન્યા. સમાજજીવનના અને કુટુંબના વિવિધ પ્રસંગેના હાસ્યપ્રેરક અંશને એમના લેખોમાં ઉપસાવવામાં આવ્યા છે ને તેમાં રહેલા
સ્વીકાર્ય કે ટીકાત્મક અંશ તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. વિવિધ પ્રસંગોને હાસ્યપ્રેરક વળાંક આપવામાં જાગીરદારની મૌલિકતા ધ્યાન ખેંચે એવી છે. (ભૂ.)
ધનસુખલાલ મહેતા (૧૮૯૦-૧૯૭૪)ઃ સુરતના વતની ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતાને જન્મ ઈ. ૧૮૮૦ના ઍકબરની ર૦મી તારીખે વઢવાણમાં કાયસ્થ જ્ઞાતિમાં થયો હતો. નાદુરસ્ત રહેતી તબિયતને કારણે તેઓ મૅટ્રિકયુલેશનથી આગળ અભ્યાસ કરી શક્યા નહોતા. એમણે વિકટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઇન્સ્ટિટયૂટમાં ચાર વર્ષને અભ્યાસક્રમ પૂરો કરી ઇલેકિટ્રકલ એન્જિનિયરિંગમાં એલ.ઈ.ઈ.ને ડિપ્લેમા મેળવ્યા હતા. એમની વ્યાવસાયિક કારકિદીને આરંભ એમણે મુંબઈમાં સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં નોકરી સ્વીકારીને કર્યો હતો.
એમના મામા રણજિતરામ વાવાભાઈ મહેતાએ એમને ગુજરાતી ભાષા પર કાબૂ મેળવવાના કીમિયા તરીકે અંગ્રેજી ભાષાના શિષ્ય ગ્રંથનું ભાષાંતર કરવાની ભલામણ કરી. આ સૂચનાને અનુસરી એમણે વિખ્યાત આંગ્લ લેખક સર આર્થર કાનન ડોઈલના પ્રસિદ્ધ પુસ્તક શેરલોક હોમ્સને “ડિટેકિટવ બહાદુર શેરલોક હોમ્સ” (૧૯૦૯) નામે અનુવાદ પ્રગટ કર્યો. પછી તો એ રાહે “ચંડાળચેકડી' (૧૯૧૩), મેટરલિંકના નિબંધો' (૧૯૧૭), “શેરલૅક હોમ્સનાં સાહસકર્મો' (૧૯૨૦) વગેરે સફળ અનુવાદ આપ્યા. મેટરલિંકના ત્રણ નિબંધોના ઉત્કૃષ્ટ અનુવાદ માટે ત્યારે મુંબઈની ફાર્બસ સભા તરફથી રૂપિયા ૨૫૦નું પારિતોષિક પણ એમને આપવામાં આવેલું.
તેમણે સ્વતંત્ર સર્જન પણ કર્યું છે. અઢાર વર્ષની વયે ૧૯૦૮થી તેમણે લેખે પ્રકટ કરવા માંડેલા. મિત્રવર્તુળમાં માનીતા “ધભાઈ”માં નૈસર્ગિક નર્મમર્મ શક્તિ હતી તેને પરિચય એમનાં લખાણોમાં આરંભથી થવા લાગ્યો હતે. એને પરિણામે સહુ એમને રમણભાઈ નીલકંઠને હાસ્યવારસ ગણવા લાગ્યા હતા. એમનું આ પ્રકારનું લખાણ બહુ સરલા અને મિત્રમંડળ' (૧૯૨૦), “અસાધારણ અનુભવ અને બીજી વાતો' (૧૯૨૪), “અમે બધાં' (૧૯૩૬), “આરામ ખુરશીએથી” આદિમાં સંગૃહીત થયું છે. “આથમતે અજવાળે' એમ ચરિત્રગ્રંથ છે; તે બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ અને “નાટયવિવેક' જેવા અભ્યાસનિષ્ઠ ગ્રંથે પણ તેમણે આપ્યા છે.
ગુ. સા. ૧૪