________________
પ્ર. ૫]
અન્ય ગદ્યલેખકે-૧
[ ર૦૧
દીધો હતો. ટૂંકી વાર્તા અને એકાંકીના ક્ષેત્રે એમણે ઐતિહાસિક દષ્ટિએ ઉલ્લેખ પાત્ર પ્રદાન કર્યું છે. “વાતોનું વન' (૧૯૨૪) એમને આદર પામેલો વાર્તાસંગ્રહ છે. આમ છતાંય એમને યશોપિંડ બંધાય છે એમના એકાંકી સજનથી. “મસ્યગંધા અને બીજાં નાટકો' (૧૯૨૫) તથા “માલાદેવી અને બીજાં નાટકો' (૧૯૨૭) એ બે ગ્રંથે ઉપરાંત એમનાં બીજાં ચારેક પ્રકટ પણ અગ્રંથસ્થ નાટક પણ છે. એમણે “સંસાર એક નાટક' (૧૯૧૮) અને “શકુંતલા રસદર્શન' નામક બે અનેકકી નાટકે પણ આપ્યાં છે. એકાંકીઓમાં ઈન્સનની શૈલીનો પ્રભાવ જોઈ શકાય છે. નાટકનું વસ્તુ એ પ્રાચીન, મધ્યકાલીન કે અર્વાચીન સમાજ-સાહિત્યમાંથી લે છે અને એને સંવાદની તેમ જ પાત્રાલેખનની કલાથી ખીલવવા પ્રયત્ન કરે છે, પણ સુનિલષ્ટ વસ્તુસંવિધાનની કળાને અભાવે, “હંસા' જેવા એકાંકીઓને બાદ કરતાં, તેઓ ઝાઝાં સફળ એકાંકી આપી શક્યા નથી. એમનાં એકાંકીઓમાં કઈ સમસ્યાને લક્ષ્ય કરવાને ઈરાદે હોઈ એ ઉદેશ પ્રધાન બને છે. વળી એની નાટ્યક્ષમતા કરતાં વાચનક્ષમતા વિશેષ છે. ક્રિયાગ કરતાં એમાં સંવેદે અને પાત્રાલેખન વધુ ધ્યાનાકર્ષક બને છે. લાઘવ અને વ્યંજનાને અભાવ એમનાં કેટલાંક નાટકને સફળ કલાકૃતિઓ થતી અટકાવે છે. આમ છતાંય સમય-સાપેક્ષ દૃષ્ટિથી અને એમનાં નાટકોની સાહિત્યિક ગુણવત્તાને કારણે, પશ્ચિમની આબોહવામાં પાંગરી રહેલા ગુજરાતી નવ્ય નાટયને વાચકેમાં અને સર્જકેમાં પ્રિય બનાવવામાં બટુભાઈ ઉમરવાડિયાનો ફાળે નોંધપાત્ર રહેશે. “રસગીતો' (૧૯૨૦), “રાસ અંજલિ” (૧૯૩૫) એમના રાસ-ગીતના સંગ્રહો છે. “કીર્તિદાને કમળના પત્રોમાં એમનું પત્ર રૂપે લખાયેલું વિવેચન પ્રગટ થયું છે.
એમણે સર્જન ઉપરાંત “ચેતન” અને “વિનોદ નામનાં માસિકે પણ થોડો સમય ચલાવ્યાં હતાં. એમના તંત્રી પદ હેઠળ સુરતમાંથી “સુદર્શન' નામનું સાપ્તાહિક પણ થોડો સમય પ્રકટ થયું હતું. નવું કરવાને તરવરાટ એમના સર્જન અને સામયિક-સંપાદનમાં જોઈ શકાય છે. એમણે “સુંદરરામ ત્રિપાઠી, “કિશોરીલાલ શર્મા” અને “હરરાય દિ વેદીનાં તખલ્લુસોથી કેટલાક ગરવા ગુજરાતીઓનાં તેજીલાં શબ્દચિત્રો પણ આપ્યાં છે. એમનું ઈ. ૧૯૫૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે અવસાન થયું હતું. (વી.)
પ્રાણજીવન પાઠક (૧૮૮૮–૧૯૭૫): પ્રાણજીવન વિશ્વનાથ પાઠકને જન્મ સૌરાષ્ટ્રના ખંભાળિયા ગામમાં પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં ૧૮૯૮ના ઑગસ્ટની ૨૨મીએ થયે હતો. ૧૯૧૪માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી દેઢ વર્ષ વડોદરાની કોલેજમાં અને બાકીને સમય પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ કરી