________________
૨૦૦ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ લખેલી તે ઉપરાંત પોતાના વ્યવસાયના અનુભવમાંથી વ્યાવસાયિક પુસ્તકોનું પણ લેખન કરેલું. (વી.)
- જયકૃષ્ણ નાગરદાસ વર્મા (૧૮૯૪–૧૯૪૩) ભરૂચમાં લોહાણા જ્ઞાતિમાં ૧૮૯૪ના મેની ૨૬મીએ જન્મનાર આ સર્જકે ૧૯૧૯માં એમ.એ.ની ઉપાધિ મેળવી હતી. ઇંગ્લેન્ડ જઈ બૅરિસ્ટર થઈ લંડનની યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે એમ.એસસી.ની ઉપાધિ મેળવી હિન્દુસ્તાન પાછા ફરી મુંબઈની હાઈકેર્ટમાં વકીલાત શરૂ કરી હતી. રાજકારણ અને સાહિત્યમાં એમને ઊંડો રસ હતો. રાજકારણના રસે તેમની પાસે હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસને ઈતિહાસ ભાગ ૧ (૧૯૨૧) અને ભાગ ૨ (૧૯૨૩) તથા “મહાત્મા ગાંધીજીનું જીવન' (૧૯૨૨) જેવાં પુસ્તકનું લેખન કરાવ્યું હતું. તેમની વાર્તાઓના સંગ્રહ “વર્માની વિવિધ વાર્તાઓ' (૧૯૨૫) અને લક્ષ્મીની સાડી અને બીજી વાર્તાઓ' (૧૯૩૧) નામે બહાર પડ્યા હતા. સ્ત્રીઓ માટેના માસિક “ગુણસુંદરી'નું ૧૯૨૩થી તંત્રીપદ સ્વીકારી એ દિશામાં પણ એમણે યશસ્વી ફાળો આપ્યો હતો. (ધી.)
આગળ પૃ. ૧૨૨ પર જેમનો નિર્દેશ થયો છે તે ડાહ્યાભાઈ લ. પટેલે કા ઉપરાંત “ચન્દ્રાનના', “સુવાસિની” વગેરે વાર્તાસંગ્રહો પણ આપ્યા છે. પ્રાણલાલ કીરપારામ દેસાઈ (૧૮૮૨)એ વાર્તાઓ અને “સંસારચિત્રો' આપ્યાં છે. ધીરજલાલ અ. ભટ્ટ (૧૮૮૯) વાર્તાઓ અને કાવ્યો, ગિરજાશંકર મ. ભટ્ટ (૧૮૯૧) અને હીરાચંદ ક, ઝવેરીએ વાર્તાઓ અને કાવ્ય લખ્યાં છે. ગોકુળદાસ કુ. મહેતા(૧૮૯૨)એ વાર્તાને સંગ્રહ અને “સંવાદસંચય” પ્રગટ કર્યા છે. ઉપરાંત “કાઠિયાવાડની દંતકથાઓ પણ આપી છે. લલિતમોહન ચૂ. ગાંધી(૧૯૦૨)એ “કલ્પના કુસુમ', મેરી સેમ્યુઅલ સોલંકી(૧૯૦૩)એ વાર્તાઓ ઉપરાંત મધુરાં ગીત', અંબેલાલ ક. વશી(૧૯૦૪)એ “મલ્લિકામાં વાર્તાઓ અને મરાઠીમાંથી અનુવાદ આપ્યા છે.
બટુભાઈ આદિ નાટયલેખકે બટુભાઈ ઉમરવાડિયા (૧૮૯૯–૧૯૫૦) : બટુભાઈ લાલભાઈ ઉમર વાડિયાનો જન્મ સુરત પાસે વેડછામાં અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાં ૧૮૯૯ના જુલાઈની ૧૩મી તારીખે થયો હતો. ૧૯૧૯માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી.એ. થઈ ૧૯૨૩થી ૧૯ર ૬ દરમિયાન સરકારી નોકરીમાં મુંબઈ અને અમદાવાદ ખાતે લેબર ઈન્સ્પેકટર તરીકે રહ્યા બાદ એલએલ.બી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી, સરકારી નોકરીમાંથી રાજીનામું આપી એમણે સુરતમાં વકીલાતનો આરંભ કર્યો હતો.
એમણે પિતાની લેખનપ્રવૃત્તિને આરંભ કૅલેજકાળ દરમિયાન જ કરી