________________
-૧૭૪ ]
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ
[ચ'. ૪
છે. કપુરિયા — કાફુરનું ચરિત્ર, ખાડા મહારાજનું પાત્ર, વ. મુનશીની આલેખનશક્તિના પરિચય કરાવે તેવાં છે, અને યુદ્દો-સ ંઘર્ષોનાં વર્ણન, પાત્રાની વિલક્ષણ પૂર્વ રીંગ-કથાએ વ.ની સામગ્રી મુનશીને હસ્તગત છે, છતાં, તેમના સર્જક તરીકેના ઉન્મેષની નહિ પણ અવશેષની સરત લાગતી આ કૃતિ, પાત્રમુખે વાર્તા કહાવવાની નવી યુક્તિના ઉપયોગ છતાં, કલાકૃતિ તરીકે, લેખકની અન્ય કૃતિઓને મુકાબલે નબળી લાગે છે. તેમ છતાં એ અવશેષ પણ અસાધારણ મહાલયના છે એટલી પ્રતીતિ તે એ જરૂર કરાવે છે. અન્ય કેટલીક બાબતે પણ આ નવલકથા નેોંધપાત્ર બની રહે છે. મુનશીની આ છેલ્લી અતિહાસિક નવલકથાનું વસ્તુ ગુજરાતની પહેલી ગણાતી નવલકથા ‘કરણઘેલા'નું જ છે. વળી, આ પણ આમ તા સેાલકગાથા જ છે, પણ જ્યારે જયસિંહ-ત્રયીમાં ગુજરાતના ગૌરવયુગની ઉત્સાહપૂર્ણ ઉદયકથા છે, અને “જય સામનાથ'માં પૂર્વના પરાજયચિત્રને ઉત્તરાની પુનઃપ્રતિષ્ઠાનું આશ્વાસક આચ્છાદન છે, ત્યારે ‘ભગ્નપાદુકા’ તા એ સુવર્ણયુગની સંધ્યાની કરુણુકથા છે. ગૌરવખંડનના એ વિષાદ અને એની અકળામણુ ભાડા મહારાજમાં મૂર્ત થયાં છે.
‘પાટણની પ્રભુતા'થી ‘ભગ્નપાદુકા'ની સનરેખા મુનશીના સાલકીગાથાનિરૂપણુના એક આલેખ આંકી આપે છે. તેા સાથે સાથે, તેમના ઐતિહાસિક નવલકથાકાર તરીકેના વિકાસને પણ આલેખ દર્શાવે છે. તદુપરાંત, સમાનવસ્તુનિરૂપણને કારણે તુલનાત્મક અભ્યાસની તક આપતા, ‘કરણઘેલા’થી ‘ભગ્નપાદુકા’તા એક આલેખ એ બે સીમાચિહ્નો વચ્ચે સૂચક રીતે દોરાઈ રહે છે. વચ્ચે ગુજરાતી નવલકથાના એક વિસ્તાર સમાયેલા છે. એ વિસ્તાર ‘ગાંધીયુગ’ સાથે એકરૂપ છે ને છતાં સાહિત્યવિષયક ગાંધીવિચારથી ભિન્ન પ્રણાલિકા દર્શાવતા છે તે પણ નોંધપાત્ર છે.
થમાના પ્રભાવ : મુનશીની ઐતિહાસિક નવલકથાના સંદર્ભમાં એ અગત્યની બાબતા ચર્ચવી જરૂરી ગણાય ઃ આ નવલકથાએમાં ડયૂમાને પ્રભાવ, અને આ નવલકથાએના સંદર્ભમાં, ઐતિહાસિક નવલકથાની ‘ઐતિહાસિકતા’ના પ્રશ્ન
મુનશીની આ નવલકથામાં ઍલેકઝાંડર ડડ્યૂમાની નવલકથાઓને પ્રભાવ સ્પષ્ટ છે. આપણા વિવેચનક્ષેત્રે તે બાબત વિગતે તુતેચીની થઈ ચૂકી છે. પરંતુ, પ્રશ્ન એટલેથી જ અટકાવવૈ। ચિત નથી. મુનશીએ નવલકથાના આદર્શ તરીકે ડથમાની કૃતિને સ્વીકારી છે, અને પેાતાની કૃતિઓની રચનામાં, વિશેષતઃ - વેરની વસુલાત', ‘પાટણની પ્રભુતા' અને ‘ગુજરાતને નાથ'માં ડયૂમામાંથી તેમણે ઘણું સ્વીકાયું છે, ને ઘણાંનું અનુસર્જન-અનુસરણ કર્યું છે. એ હકીકત છતાં,