________________
પ્ર. ૪]
કનૈયાલાલ મુનશી
[ ૧૭૩
તે કૃતિમાં પણ મહામાનવ ચાણકયની ઉપસ્થિતિ સનિર્ણાયક પ્રભાવ બની રહે છે. આના સંદર્ભમાં વિચારતાં ‘જય સેામનાથ’વિશિષ્ટ કૃતિ જણાશે. તેમાં સ પ્રભાવક મહામાનવ નથી કે મહત્ત્વાકાંક્ષીઓના મહત્તાસંધ નથી, આ કૃતિનુ કેન્દ્ર છે. ભગવાન સામનાથ ! ભગવાન સામનાથ પણ અહીં એક દેવ-દેવળ કે તીર્થ સ્થળ નહિ પણ બધા રજપૂતાને એક કરતું ભાવનાત્મક પ્રેરક પ્રતીક બની રહે છે, બર્ભરતાનું આક્રમણુ ઝીલતું સંસ્કૃતિકેન્દ્ર થઈ રહે છે, આથી સમગ્ર સંઘર્ષને, વ્યાપક સંદર્ભોમાં નવે। જ અર્થવિસ્તાર નવું જ પરિમાણુ લાધે છે. આવા ‘પ્રતીક’વિકાસ તેમની આ અગાઉની નવલકથાઓમાં મળવા મુશ્કેલ છે. ‘જય સામનાથ’ આ દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. સંધર્ષની વ્યાપકતા સાથે નિરૂપિત સૃષ્ટિ પણ વ્યાપક બને છે. પરિણામે, ‘જય સામનાથ’માં લગભગ પ્રથમ વાર આપણુને મુનશી દ્વારા વિશાળ ફલક પર આલેખાયેલાં વનચિત્રા પ્રાપ્ત થાય. છે, અને રણુ અને આંધી' જેવાં વર્ષોંનામાં પ્રથમ વાર તેમનું ગદ્ય કથન–અને નાટચ—માંથી કાવ્યાત્મક થતું જણાય છે.
—
નાટયાત્મકતા એછી છતાં, પાત્રા પણ નાટકી ૨ંગઢંગ ને છટાથી ન. આલેખાયાં હેાઈ, આછાં નાટક, આછાં આડંબરી અને વધુ સવેદનશીલ અને માનવીય બનતાં જણાય છે. મુનશીની, અન્ય નવલકથાઓમાંની નાટચા મક પ્રયુક્તિઓ, અને કૌતુકમય તરકીખાની, રૂપાંતરે પુનરાવર્તિત પણ થતી લાગતી અતિરંજન સામગ્રીનેા હુદશે. અભાવ પણ ‘જય સામનાથ’ને, તે મુનશીની. વૈયક્તિક લાક્ષણિકતાઓ અને રીતિવૈશિષ્ટયથી વચિત નહિ છતાં, તેમની આ પહેલાંની ઐતિહાસિક નવલકથાઓની સરખામણીમાં, કંઈક જુદા જ અનુભવ કરાવે છે. ડયૂમાને પ્રભાવ, જે ‘ભગવાન કૌટિલ્ય' સુધીમાં ઘણા આસરી ગયેલે જણાય છે, તે ‘જય સામનાથ'માં લગભગ નિઃશેષ થઈ જતા લાગે છે, અને તેથી નિરૂપણરીતિ, કથાસંગઠન તેમ જ સમગ્ર આકૃતિનિર્માણ અને અભિગમમાં, જય સેામનાથ'માં મુનશીનું સ ક તરીકેનું વ્યક્તિત્વ વધુ સ્વતંત્ર રૂપે પ્રગટતુ
વરતાય છે.
‘ભગ્નપાદુકા' : જય સામનાથ' પછી ફરીથી ઐતિહાસિક નવલકથાના આલેખનમાં, મુનશી દીર્ધ વિરામ વિસ્તારે છે, અને છેક ૧૯૫૫માં એક ગુરગાથા આલેખે છે. અલાઉદ્દીન ખીલજીના વિધ્વંસક આક્રમણથી ઉન્મૂલિત થઈ અસ્ત પામતા ગુજરાતના રજપૂતયુગના અંતિમ અધ્યાયની આ કથા, અલાઉદ્દીનના ઇતિહાસવિખ્યાત ગુલામ-સરદાર મલેક કાકુર, અને આક્રમણના પ્રચંડ વટાળ સામે ગુજરાતને ટકાવવા મથતા ખાડા મહારાજ વ. પાત્રાને કેન્દ્રમાં રાખીને રચાઈ