________________
૧૪૦ 1
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[a.
કરે છે, ભક્તિથી આ બને છે અને પ્રકૃતિનાં વિવિધ રૂપે)ની રમણીયતાનાં દર્શને પુલકિત બને છે. આ સની અભિવ્યક્તિમાં માટે ભાગે પ્રાસંગિકતાને જ ઉઠાવ મળતા દેખાય છે, પુરાગામી-સમકાલીન કવિ-વાણીના પડઘા સ ંભળાય છે, મુગ્ધતા-લાડની જ સુગંધ પમરતી અનુભવાય છે. તેમ છતાં, લલિતજીના સંવેદનશીલ હૃદયમાંથી ઊઠેલી કેટલીક સાચી ઊર્મિઓ કયાંક કયાંક કાવ્ય સુંધી પહેાંચી છે, કચાંક છટાદાર અભિવ્યક્તિમાં પરિણમી છે અને કયાંક મુગ્ધતાની મધુરપ આકર્ષક લહિલાલના ચમકારાથી આસ્વાદ્ય પણ બની છે.
હરગોવિદ પ્રેમશ’કર ત્રિવેદી(૧૮૭૨-૧૯૫૧)ની કાવ્યકૃતિ ‘શિવાજી અને જેન્નુન્નિસા' (૧૯૦૭) કવિ ‘કાન્ત' દ્વારા મઠારાઈને એમના ઉપેદ્ઘાત સાથે પ્રગટ થઈ હતી. ત્રણેક હજાર પંક્તિનુ એ દી કાવ્ય શિવાજી અને ઔરગઝેબની પુત્રી જેબુનિસાના પ્રેમપ્રસંગ નિરૂપે છે. વિશાળ પટ અને શિથિલ કાવ્યા...ધને કારણે એ કાવ્ય કથળ્યું છે. કવિના માટાભાઈ ત્રિભુવન પ્રેમશંકરની શૈલીની પણ અહીં અસર પડી છે. ઉમર ખય્યામની રુબાઈયતાનું તથા ગટેના ‘સારીઝ ઑફ વર'નુ પણ એમણે ભાષાન્તર કર્યું છે. કાઠિયાવાડની જૂની વાર્તાઓ'ના બે ભાગ દ્વારા કાઠિયાવાડનું લેાકસાહિત્ય સૌપ્રથમ એમણે પ્રગટ કર્યું હતું. એમાંની કેટલીક વાર્તાએ રણજિતરામે હાજી મહમદ શિવજીના વીસમી સદી'માં પ્રગટ કરાવી હતી, અને જયસુખલાલ મહેતાએ ઈસ્ટ ઍન્ડ વેસ્ટ' માસિકમાં એમાંની કેટલીક અંગ્રેજીમાં અનુવાદિત કરી પ્રગટ કરી હતી. બળવંતરાય ઠાકારના ઉપેદ્ઘાત સાથે ‘કાઠિયાવાડની લેાકવાર્તાઓ'ના પહેલા ભાગ ઈ. ૧૯૨૨માં પ્રકાશિત થયા હતા. ખીજો ભાગ ઈ. ૧૯૨૯માં પ્રગટ થયા હતા.
-
‘મઢડાકર-નાગર’ • નાગરદાસ રેવાશંકર પંડયા(૧૮૭૩)એ ‘વિદૂરના ભાવ' (૧૯૦૭), ‘યમુનાગુણાદર્શ' (૧૯૦૮), ‘શિકારકાવ્ય’ (૧૯૦૯) એ ત્રણ કૃતિઓ આપી છે. પહેલી કૃતિ કડવાબદ્ધ ખંડકાવ્ય છે, ખીજીમાં ગંગાન્યમુનાને જીવંત પાત્રા બનાવી અન્ય કથા સાથે એની ગૂંથણી કરવાના પ્રયત્ન કરે છે, અને ત્રીજીમાં કથાનક દ્વારા શિકાર પરત્વેના વિરક્તિભાવને ગાય છે. 'સુદર્શન' સામયિકમાં એમનાં કેટલાંક સારાં કાવ્યે પ્રગટ થયાં હતાં, જે ગ્રંથસ્થ થયાં નથી. એમની કેટલીક કૃતિઓ ‘કવિપાક’, ‘કાવ્યામૃત’ ‘ઘર ઉપયોગી વૈદકસ ગ્રહ’ અપ્રસિદ્ધ છે.
મેરાજી મથુરાદાસ કામદાર (૧૮૭૫-૧૯૩૮)ના કાવ્યસંગ્રહ ‘ત’રાનેા તાર' (૧૯૩૭)માં દેઢસા જેટલી રચનાઓ છે. એમાં પ્રભુવિષયક રચનાઓ વિશેષ ધ્યાન ખેંચે છે. તનનાં કરીને ત્રાજવાં...હૈયા કેરી હાટડી...ધડના કરીને