________________
× ૩ ]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૩૯
કેટલાંક સરસ, બાળકાને ગમી જાય એવાં કર્યું મધુર, બાલગીતા-હાલરડાં આપનાર લલિતે લલિત, વસંતતિલકા, મંદાક્રાંતા, શિખરિણી, હરિણી, અગ્ધરા, હરિગીત, ઝૂલણા આદિ અનેક છંદને પ્રયાજ્યા છે. હરિણી એમના પ્રિય છંદ છે, તેમ છતાં વસંતતિલકા, મોંદાક્રાંતા, શિખરિણીમાંના છંદહિલ્લાલ આપણને વિસ્મિત કરે એવા છે. ફૂટચાં સ્વપ્ના ત્યારેઃ રગ રગ સ્ટુડયાં રામ પર એ’માંના શિખરિણી, ‘એ સૂર્યં જો ! નયનમાં તુજ તેજ ઝીલે'માંના વસંતતિલકા, કલાપી-ન્હાનાલાલના એવા પ્રયાગાનું સ્મરણ કરાવે છે. સંસ્કૃતસ્તાત્રાની લગાત્મક આવર્તનવાળી ગુજરાતી સ્તેાત્રરચનાએ પણ આકર્ષીક છે. કવિનાં ગીતાની પ્રથમ પંક્તિ ઉપાડ ઘણી વાર બલિષ્ઠ હેાય છે. ‘મહૂલી’, ‘વિજોગણ વાંસલડી’ જેવાં કેટલાંક ઊર્મિંગીતા સ્મરણીય રહેશે. ‘દિલગુલાખી', ‘તું કયાં નથી ?’ જેવા ગઝલ-પ્રયાગા પણ નેાંધપાત્ર છે.
આ કવિ શબ્દોને કેટલીક વાર વધુ પડતાં લાડ લડાવી અને ભાગે લાલિત્ય સાધવા મથે છે. શબ્દાળુતા અને વિચારાની પુનરુક્તિ, શંકરલાલ શાસ્ત્રીએ નિર્દેશ્યું. છે તેમ, એમની તરી આવતી મર્યાદાઓ છે; તેા ન્હાનાલાલે યેાગ્ય રીતે એમનામાં ઉમદા ઊર્મિએ હતાં, ‘વિચારની ઊણપ’ના દોષ નિહાળ્યા છે. એમની રચનાઓ ભાવ-ના કથન-નિરૂપણુ-ગ્દર્શનમાં જ વિશેષ રાચે છે. ‘લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર; મેટાં કાવ્યા નહિ, નાનાં ગીતા; મેઘ જેવાં હેાટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીએ; રસએધ નહિ, રસનાં છાંટણાં. લક્ષિતજી એટલે સારંગીયે નહિ ને વીણાયે નહિ, આજ તા લલિતજી એટલે મંજીરાને રણકા ને કાયલને ટહુકા' – એ ન્હાનાલાલના ઉદ્ગારા લલિતની કવિતાનું સાચું મૂલ્યાંકન કરે છે. મેઘાણીપૂવે. આ મધુરકંઠીલા કવિનાં ગીતા ગુજરાતમાં પ્રસરી ગયાં હતાં. સ્વદેશભક્તિનાં એમનાં ગીતાએ તત્કાલે સારી ચાહના મેળવી હતી. આ નિખાલસ – સાધુહૃદયના કવિની રચનાઓમાં આ ભાવના લલકાર, મંજીરાના મીઠા રણકાર જેવે, ગુંજતા સ`ભળાય છે.
લલિતજી યાદ રહેશે એમની સરલમધુર ગીતરચનાઓથી, પ્રાસાદિક છ દારચનાથી અને ગૃહભાવની કેમળ અભિવ્યક્તિથી એ મેટા ગજાના કવિ નથી, સુકુમાર હૃદયના ભાવેને સહજ રીતે ઝીલતા-વાચા આપતા, રસનાં છાંટણાં'ને અનુભવ કરાવતા ઊર્મિકવિ છે. કલાપી-ન્હાનાલાલની છ દારચના અને ભાવસૃષ્ટિને પ્રભાવ ઝીલીને એમણે સેા ઉપરાંત રચનાઓ આપી છે. પ્રેમ, પ્રભુ અને પ્રકૃતિનાં ગાન એમના કામળ હૃદયમાંથી સ્રવ્યાં છે. એમના પ્રેમ કુટુબનુ અને સવિશેષ એના કેન્દ્રરૂપ સ્ત્રીનું ભાવનાલક્ષી ચિત્ર ઉપસાવે છે, માતૃભૂમિનું ગૌરવ