________________
X ૩]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૩૧
અસરે અને છાયાએ દેખાય છે. પાંચેક વર્ષના ટૂંકા સર્જનકાળમાં આરંભે આવી અસરા ઝીલી હેાવા છતાં ગજેન્દ્ર તરત જ તેમાંથી બહાર આવી જાય છે અને પેાતી સ્વરૂપ પ્રગટ કરે છે અને નવા ઉન્મેષા દાખવે છે. પ્રૌઢ અર્થઘન અને રસાવહ શૈલી તે પ્રગટ કરે છે. આથી ગજેન્દ્રને ૧૯૩૦ અને તે પછીની (એટલે કે ખીજા અને ત્રીજા સ્તબકની) કવિતાના સેતુરૂપ કવિ ગણાવી શકાય.
આ કવિની કૃતિઓમાં સૌષ્ઠવ અને સુરેખતા આછાં હાવા છતાં, કચારેક લંબાણુ વધી જતાં શથિલ્ય આવવા છતાં, ગીતા વિચારભારથી દબાઈ જવા છતાં લગભગ દરેક કૃતિમાં કલ્પનાને અને ઉદ્ગારના દીપ્તિમય ચમકાર આવે છે, અને તેથી કૃતિ એકદરે આસ્વાદ્ય બને છે. પ્રકૃતિ અને જીવનચિંતન તેમના મુખ્ય વિષય છે. કવિ જે વિષયને સ્પર્શે છે તેને રસાવહુ બનાવી શકે છે. ‘પડતું પ ́ખી' આનું સરસ દૃષ્ટાંત છે. જીવનચિંતનનાં કાવ્યેામાં ચિંતન ઊરિસિત હેાવાથી તે કાવ્યરૂપ ધારણ કરી શકે છે. પ્રકૃતિકાવ્યામાં પણ પ્રકૃતિને આલખન બનાવીને કરેલું ચિંતન જીવનલક્ષી હેાય છે. ‘શરદપૂનમ', ‘હુંસગાન’, ‘ગરુડ’, ‘વીજળી’ જેવાં કાવ્યે આનાં સારાં દૃષ્ટાંત છે. પરાતત્ત્વને સ્પર્શી કરાવતું ગિરનારની યાત્રા' કવિની કલ્પનાશક્તિને સારા પરિચય કરાવે છે. ચિંતનપ્રધાન કાવ્યેામાં કવિની કવિત્વશક્તિના વિશિષ્ટ અને સત્ત્વશીલ ઉન્મેષ પ્રગટેલા છે. રૂઢ શૈલીથી મુક્ત એવી નવીન શૈલી તેમણે પ્રગટાવી છે. વિચાર અને ઊર્મિની ગહનતાથી, સ્પર્શક્ષમ કલ્પનાથી અને નવીન શૈલીથી તેમણે આપેલાં કેટલાંક આ ઊર્મિકાવ્યા તેમના સંગ્રહની સિદ્ધિ છે. આમાં ત્રણ મૃત્યુકાવ્યા ‘સ્મશાને', ‘બાબુ' અને વિધુ' બાળકના અવસાનનાં મવિદારક વ્યથા વ્યક્ત કરતાં કાવ્યા છે, જે આ વિષયનાં ગુજરાતી કાવ્યામાં સ્થાન પામી શકે તેટલાં સ્પર્શક્ષમ બન્યાં છે. સ ંવેદનની સચ્ચાઈમાંથી પ્રગટેલી સહુજ વાણી ઊંડી વ્યથા અને અસાધારણ પ્રેરણાજન્ય ઉગારાથી પુષ્ટ બનતાં ઊંચું કાવ્યત્વ સિદ્ધ કરતુ આ ત્રણમાંનું ઉત્તમ કાવ્ય ‘સ્મશાને' કવિની શક્તિની દ્યોતક રચના છે. સનના આરંભકાળની કૃતિ હાવા છતાં તેમની કવિત્વશક્તિના સખળ પરિચય કરાવે છે. ત્રીશીની નવીન કવિતાની શૈલીના અંકુર પણ ૧૯૨૨માં રચાયેલા આ કાવ્યમાં દેખાય છે તે ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર છે.
વાસુદેવ રામ, શેલત (૧૯૦૨) ‘ફૂલવાડી'(૧૯૩૧)માં રાસરચનાએ આપે છે, જેના વિષયેા ખાટાદકરની ઢબના દેખાય છે. મૂળજીભાઈ પીતામ્બરદાસ શાહ (૧૯૧૦) સત્યાગ્રહસંગ્રામનાં ગીતા લખનાર તરીકે નણીતા બન્યા છે. ‘રણુરસિયાંના રાસ'(૧૯૩૧)માં તે સંગ્રહ પામ્યાં છે. પાછળથી તે