________________
૧૩૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ', ૪
અને રેણુકા' જેવાં ખંડકાવ્યા મળે છે જેમાં કાન્તની લલિત પદાવલિની અસર દેખાય છે.
નાગરદાસ ઇ. પટેલ (૧૮૯૮)ના કાવ્યસંગ્રહ વ્યામવિહાર’(૧૯૩૦)માં એધક શૈલીએ લખાયેલાં કાવ્યા છે. સંગ્રહમાં ખંડકાવ્ય, દેશભક્તિનાં કાવ્યા અને મુક્તા છે. દેશકી ન' અને ‘નવ વલ્લરી' તેમના ખીન્ન કાવ્યસંગ્રહેા છે. તેઓ કવિ કરતાં વિશેષ જાણીતા છે બાળવાર્તાઓના લેખક તરીકે, તેમણે બાળકાવ્યા પણ લખ્યાં છે. આ લેખકની નોંધપાત્ર સેવા બાળસાહિત્યના ક્ષેત્રે ગણાય.
લતીફ ઇબ્રાહીમ (૧૯૦૧) જાતે વહેારા અને વ્યવસાયે ચિકિત્સક હેાવા છતાં તેમને સાહિત્ય અને મુખ્યત્વે કાવ્યના રસ પ્રબળ હતા. આ તત્ત્વજ્ઞાનને, સૂફીવાદ અને ઉપનિષદના પણ તેમને સારા અભ્યાસ હતા. મહાત્મા ગાંધીને ‘પુષ્પાંજલિ’(૧૯૨૨)ની ડાલનશૈલી ગદ્યની કાટિએ જ રહે છે. રસાંજલિ’ (૧૯૨૩), ‘ક્રાન્તિની જ્વાલા’ (૧૯૨૪)માં અનુક્રમે રાસ અને સ્વાતંત્ર્યસંગ્રામનાં ગીતા લખ્યાં છે. ‘કિરણાવલિ’(૧૯૨૮)માં તેમણે ઉપનિષદના વિચાર મૂકયા છે તે નોંધપાત્ર છે. ‘તત્ત્વાંજલિ’ (૧૯૨૮), ‘સ્વામિની’ (૧૯૨૯), ‘પ્રેમાંજલિ’ (૧૯૩૦), પ્રેમગીત' (૧૯૩૨) તેમનાં અન્ય પુસ્તકા છે, જેમાં મુખ્યત્વે કવિતા છે. જાતે વહેારા હેાવા છતાં ગુજરાતી ભાષા શુદ્ધ સ્વરૂપે તેઓ લખી શકયા છે તે નાંધપાત્ર ગણાય.
ચતુરભાઈ શંકરભાઈ પટેલ (૧૯૦૧-૧૯૫૭) ગુજરાતીના એક સારા અધ્યાપક તરીકે જાણીતા છે. ભાષાશાસ્ત્રમાં તેમને વિશેષ રસ હતા. તેમને કાવ્યસંગ્રહ ‘અ' (૧૯૨૭) પ્રગટ થયા છે. તેમના યુગની કવિતાની અસરથી વિશેષ શક્તિ તેએ દાખવી શકયા નથી. તેમના સંગ્રહનું ‘અજબ તાર ખેંચ્યા ઊર્મિ કાવ્ય નેાંધપાત્ર રીતે સારું બન્યું છે. ‘પ્રસાદ' એમના લેખાને સંપાદનસંચય છે. ગજેન્દ્ર ગુલાખરાય અચ (૧૯૦૨-૧૯૨૭)
માત્ર પચીસ જ વર્ષના અલ્પાયુષી આ શક્તિશાળી કવિના સ ંગ્રહ ગજેન્દ્રમૌક્તિકા’(૧૯૨૭)માં સાઠેક જેટલી રચનાઓ છે. ગજેન્દ્રની કવિતાનું ઐતિહાસિક મૂલ્ય છે. ઈ. ૧૯૩૧થી આરંભાતી નવીન કવિતાના ‘ઘણાખરા નવા ઉન્મેષાના પ્રારંભકનું સ્થાન અપાવે’૩૮ તેવુ રૂપ આ કવિની પાળની કવિતાએ પ્રગટ કર્યું" છે. બીજી બાજુ તેમની આરંભની કવિતામાં ૧૮૮૫ થી ૧૯૩૦ના ગાળાના કવિઓની સ્વરૂપ, છંદ, શૈલી પરત્વે અસરા જણાય છે. જેમ કે કલાપીની ગઝલ, ન્હાનાલાલ અને ખેાટાદકરના રાસ, બળવતરાયનાં સોનેટની; નરસિંહરાવના ખંડ હરિગીત અને ન્હાનાલાલની અપદ્યાગદ્ય શૈલી અને કાન્તની કામલ પદાવલિની