________________
પ્ર. ૩].
ખબરદાર અને અન્ય કવિએ [ ૧૨૧ સરી પડે છે. તેમનામાં દેખાતી અન્યોક્તિ અને અર્થાન્તરન્યાસની બેધાત્મક એકવિધતા, પ્રકૃતિમાં માનવભાવના વારંવાર થતા આપણુની કૃત્રિમતા તેમની કવિતામાંના ઊર્મિતત્ત્વને મંદ કરી નાખે છે. ગૃહકુટુંબ અને પ્રકૃતિ એ તેમનું વિષયવર્તુળ તેમની કવિતાને મર્યાદિત કરી મૂકે છે. તેમની મેટી મર્યાદા એ છે કે તેમની કવિતા બહુધા અભિધાથી આગળ વધતી નથી. કવિતાને ચિંતનાત્મક બનાવવા જતાં તે બેધતામાં સરી જાય છે. ખંડકાવ્યમાં સીધી ગતિએ કથાનિરૂપણ કરતાં વચ્ચે વચ્ચે વિચારો રજૂ કરવા તેઓ દોરવાઈ જાય છે. કૃતિને અનિવાર્ય આકારસૌષ્ઠવ પણ ચેડા અપવાદ બાદ કરતાં સિદ્ધ થતું નથી. કાવ્યો દીર્ઘસૂત્રી અને નિરર્થક લંબાણવાળાં બનતાં ઊર્મિતત્ત્વ અળપાઈ જાય છે, પરિણામે સંવેદનની અસરકારકતા અ૯પ બની જાય છે. કવચિત્ કૃત્રિમતા પણ પ્રવેશી જાય છે. સુન્દરમ કહે છે તેમ તેમનું કાવ્ય ઊર્મિનું પુનઃસર્જન સાધીને રસવની કેટિ લગી બહુ ઓછું પહોંચે છે. આમ છતાં તેઓ ઉમેરે છે કે, બેટાદકરનાં કાવ્યમાં વાત્સલ્ય અને પ્રણયના ભાવનું નિરૂપણ સૌથી ઉત્તમ છે. “માતૃગુંજન” અને “ભાઈબીજ' એનાં ઉત્તમ દષ્ટાંત છે. તેમની શક્તિનું સૌથી વધારે રસવંત પ્રાકટય આ અને આવાં બીજું કાવ્યોમાં છે.”૩૪
બેટાદકરનું વૃત્તપ્રભુત્વ એકંદરે પ્રશસ્ય ગણાય. રાસ જુદા જુદા ઢાળમાં રચાયેલા છે. આ ગેય રચનાઓમાં કવિને લયની સૂઝ હોવાનું એકંદરે જણાય છે. લેકગીતાના અને જૂનાં ભજન, ગરબાના અને ક્યારેક પ્રચલિત રાગ પણ તેમણે રાસમાં પ્રજયા છે. કવિની કાવ્યભાષા તેમને એકંદરે સારલ્યના કવિ કહેવા પ્રેરે તેવી પ્રાસાદિક હોવા છતાં, “વાત', “હસંતિ', “કુંભ, “તરણિ', “રભસ', “ઝટિતિ', “પિશિત', “અકૂપાર', કીશ” જેવા ઘણું સંસ્કૃત અપરિચિત શબ્દો અને આખી પંક્તિ જ સમાસ હોય તેવી રચના કવિને સહજ સારત્યેની આડે આવે છે. બોટાદકરની સંસ્કૃતપ્રચુરતા તેમની કવિતાને ઠીકઠીક નડી છે. પંડિતયુગની કવિતાની એતિહાસિક ભૂમિકામાં તેમની કવિતા આવીને ઊભી રહે છે તેથી કદાચ, સંસ્કૃતપ્રચુર, પાંડિત્યદર્શક કાવ્યભાષા વાપરવા તેઓ પ્રેરાયા હોય તેવો સંભવ ખરો; બાકી સરલ ભાષા અને પ્રાસાદિકતા બટાદકરને સ્વભાવસહજ છે જેનાં દૃષ્ટાંત તેમના રાસ છે. લોકભાષાની માધુરીને સ્વાદ પણ તેમની ભાષામાં ઝિલાયે છે. તેમની સરળ ભાષા, આડંબરી સંસ્કૃતપ્રચુર ભાષા કરતાં વધારે સ્પર્શક્ષમ, સજીવ અને સૂક્ષમ ભાવોને અસરકારકતાથી વ્યક્ત કરી શકે છે.
બોટાદકરની કાવ્યશેલી સુન્દરમ નોંધે છે તેમ ત્રણ તબક્કે વિકસી છે. “પહેલો તબક્કો પ્રાચીન કવિઓની અને દલપતરામની શૈલીને. બીજે સાક્ષરી