________________
૧૨૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ, ૪
ગૃહજીવનના કવિ ગણાયા છે. તેમનાં આ નારીજીવનનાં કાવ્યામાં ખાસ કરીને માતૃવાત્સલ્યના આલેખનમાં ખાટાદકરનું કવિત્વ જાણે કે કેાળી ઊઠે છે. ‘માતૃગુંજન', ‘જનની' તેનાં સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે.
ખાટાદકરના નારીનિરૂપણમાં શૃંગાર અને પ્રણય આવે છે, પણ કવિનું વલણ ભાવનાત્મક, સયમશીલ, શિષ્ટ અને શુચિતાભયું છતાં રસિકતાભયું છે. પ્રણયને વંદન કરતા કવિનું આવું વલણ તેમની જીવનદૃષ્ટિના સાહજિક આવિર્ભાવ છે. રૂપાળી રાત', ઔત્સુકચ', 'હિંડાળા' જેવાં કાવ્યા એના ઉત્તમ નમૂના છે. અનંતરાય રાવળના૩૩ અભિપ્રાયે મેાટાદકરની પ્રણયભાવનાના ઉન્મેષા કેવળ દામ્પત્યપ્રેમ પૂરતા મર્યાદિત નથી. તેમાં વાત્સલ્ય, માતૃપિતૃભક્તિ, અતિથિપ્રેમ, મૈત્રી, માનવપ્રેમ, ઈશ્વરપ્રેમ, માતૃભૂમિપ્રેમ આદિ અનેક ભાવેશનું ગાન સાંભળવા મળે છે. તેમનાં ખંડકાવ્યા પણ પ્રણયના મહિમા દાખવે છે. ખેાટાદકરે લખેલાં ખંડકાવ્યામાં ટાગારના ‘કાવ્યેર ઉપેક્ષિતા' કાવ્યમાંથી સૂચન મેળવી લખેલુ ઊર્મિલા', ‘બુદ્ધનું ગૃહાગમન' અને એભલવાળા' બાદ કરતાં ખીજાં કેવળ કથાકાવ્યા જેવાં બની જાય છે. કશા રહસ્ય અને આકારસૌષ્ઠવ વિનાનાં તે કાવ્યા પદ્યમાં કથાનું નિરૂપણુ કરી અટકી જાય છે. રસનિરૂપણુની તકેા તે ઝડપી શકતા નથી. પહેલાં એમાં ખેાધકતા આવી જાય છે જ્યારે એભલવાળા' એ ખેાટાદકરનાં ખંડકાવ્યામાં ઉત્તમ બન્યું છે.
રાસ ખાટાદકરનું સત્ત્વશીલ અને ચિરસ્મરણીય અણુ છે. ન્હાનાલાલમાંથી પ્રેરણા પામી તેમણે રાસ લખ્યા હેાવા છતાં તેમના રાસનું સ્વરૂપ ન્હાનાલાલના કરતાં કંઈક જુદું છે. ન્હાનાલાલના રાસપ્રધાનતઃ ઊર્મિકાવ્યના સ્વરૂપના છે તેા ખેાટાદકરના રાસ પ્રધાનતઃ સૌરાષ્ટ્રમાં જાણીતા અને લેાકજીવનમાં પ્રચલિત લાંબા રાસની નજીક વધુ જાય છે. તેમાં ઊર્મિતત્ત્વ નથી હાતુ એમ નહિ, પરંતુ વિષયવસ્તુ કે પ્રસંગનિરૂપણને જાણે વધુ પ્રાધાન્ય મળતું હેાય તેમ જણાય છે. એમાંના કેટલાક રાસ સારાં ઊર્મિકાવ્ય બને પણ છે, જ્યારે કેટલાક ખેાધકતામાં સરી જાય છે. ગૃહજીવનને સ્પર્શતા રાસમાં આદપરાયણતા વિશેષ છે. આ ભાવનાઓ કેટલીક વાર રસને વિભાવ બનતી નથી અને તરંગલીલા બની જાય છે. આમ છતાં રાસ સહજ પ્રાસાદિક શૈલીથી આસ્વાદ્ય બને છે અને એમાં એટાદકરની કવિ તરીકેની ગણનાપાત્ર રચનાઓ છે એમ વ્યાપક દૃષ્ટિએ કહી શકાય.
ખાધકતત્ત્વ ખાટાદકરનાં કાવ્યાને ઘણી વાર કાવ્યત્વ સુધી પહોંચવા દેતું નથી. કવિ તરીકે ખેાટાકરની ખીજી મર્યાદાએ એ છે કે તેમની પાસે ઊંચી કાટિની કલ્પનાશક્તિ નથી. કલ્પનાને બદલે ઘણી વાર તેમની કવિતા તરંગલીલામાં