________________
હ૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ લેલ”, “સુજાણ! તમે શાં શાં જાણ્યાં રે ?”, “જાણતલ જોગી ! કાંઈ આવડયા અક્ષર લખજો જે, “સોનાવાટકડી ને રતનજડેલી રણ કેરા રંગ ત્યાં ઘોળાય, કસુંબલા કીધા નહેલિયા”, “હે ! બેંગિયે વાગ્યો તે ઢેલ', “કું જે બોલે મેરલે, હારે હૈયે નણદલવીર', ધણ વાળીને વળશે મહારે કન્જડ જોબનવેશ, “રે હેડાવત લાડણ, પિયરપનેતાં સાસર સંચરો' જેવી અનેક પંક્તિઓ તેમ જ “વીરની વિદાય', “કસુંબલા” અને “કાઠિયાણીનું ગીત જેવાં કાવ્યો એ કહેવા લાગશે. છેલ્લાં ઉલેખેલાં ત્રણ કાવ્યમાં તો જૂને સામંતશાહી જમાને કવિ તાદશ ખડે કરી દે છે. પણ “સુન્દરમે આથી ન્હાનાલાલની સમગ્ર કવિતાને આજના અર્વાચીન યુગમાં પ્રાચીન મધ્યકાલીન યુગની કવિતાને આવિર્ભાવ અને તેમના જીવનદર્શનને તથા માનસને “મધ્યકાલીન યુગની નીતિરીતિ અને દાઝ સાથે વધારે સામ્ય ધરાવતાં કહી નાખ્યાં છે એ અભિપ્રાય ચિન્ય કોટિને છે. ન્હાનાલાલ પરંપરાને પચાવી બેઠા છે અને તેમાંય ધારે ત્યારે સુંદર રચનાઓ કરી શકે છે એટલું જ એમાંથી તારવાય. બાકી, એવા જૂના ઢાળમાં નવા ભાવો નવી વાણીમાં ગાઈ પિતાની આગવી વ્યક્તિમત્તા એમણે ઓછી બતાવી નથી.
પરંપરા પર પ્રભુત્વ દાખવી તેનેય નવી કવિતામાં સુભગતાથી પ્રયોજનાર એના એ જ કવિ પિતાનું નવું આગવું પ્રસ્થાન સર્જકતાને જેરે કરી દેખાડનાર પણ મોટા પ્રમાણમાં બન્યા છે. કાવ્યભાષા (Diction), છેદનાં મિશ્રણ, અલં. કાર, કલ્પના, ધ્વનિ વગેરેમાં પુરોગામી તેમ સમકાલીન કવિછંદમાં અનોખી વિશિષ્ટતા અને વિલક્ષણતા ચમકાવનાર મહાનાલાલ કવિતા તથા ગદ્યના જે જે સાહિત્યપ્રકાર પેતે હાથ ધર્યા છે તેમાં બધામાં, આગળ જોયું તેમ, સ્વકીય મુદ્રા ઉપસાવી છે. ડોલનશૈલી, એમાં લખાયેલાં ભાવપ્રધાન નાટકે તથા એમની ક૯૫નાપુત્રી પાંખડીની કૂલપરબની જેમ એમની “રાસ-નામી ઊર્મિગીતાની એમના સમગ્ર સાહિત્યમાં એમણે માંડેલી પરબ તે એમની વિશિષ્ટ દેણગી છે જ; પણ “ઉષા” ને “સારથિ વિના તેમ જ “કુરુક્ષેત્ર” ને “હરિસંહિતા' વિના ગુજરાતી સાહિત્ય એટલા પૂરતું ઊણું જ રહેત. ત્રીજી પ્રભાવ કે અસરની વાત. એ બાબતમાં એ સહેલાઈથી સિદ્ધ કરી શકાય તેમ છે કે ગાંધીયુગના ઘણું અગ્રગણ્ય અનુગામી કવિઓએ એમના કવનના પ્રારંભકાળમાં ન્હાનાલાલની કવિતાને જદુ અનુભવી તેને આંબવા-અનુકરવા પ્રયાસ કર્યો છે. એ કવિઓના સ્વમુખીય ઉદ્દગારો-એકરારોથી તેમ તેમની કવિતામાંથી ટાંકીને એ બતાવી શકાય તેમ છે. રાસનાં તે અનેક લેખક લેખિકાઓ નેહાનાલાલના રાસની ધ્રુવપંક્તિઓનું શબ્દફેરે ઘૂંટામણ જ કરતાં જણાયાં છે. ખબરદાર અને બેટાદકરને રાસ લખવા તરફ વાળવામાં ન્હાનાલાલના રાસને ફાળો ઓછો નહિ. કવિની ડોલનશૈલી તેમ નાટકે ઝાઝું