SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧ કોશાના જ આવાસમાં ચાતુર્માસ ગાળવાને આવ્યા. કોશા પ્રથમ તો સ્થૂલિભદ્રના આગમને હર્ષોન્મત્ત બની ગઈ. પણ હવે પ્રણયરાગી યૂલિભદ્રને સ્થાને દઢ મનોબળવાળા ત્યાગી, વિરક્ત સાધુ સ્થૂલિભદ્ર એની સમક્ષ હતા. એની સર્વ ચેષ્ટાઓ આ કામવિજયી સાધુ પાસે વિલ બની; ઊલટું, એમણે એને જ પ્રતિબોધ પમાડી. પોતાનો અભિગ્રહ પૂર્ણ કરીને સાધુ સ્થૂલિભદ્ર ગુરૂ પાસે આવ્યા ત્યારે ગુરૂએ એમને દુષ્કરદુષ્કરકારક' કહીને બિરદાવ્યા. આ શૃંગાર, વિપ્રલંભ અને પ્રશમમાં રચાયેલી કથાએ કવિજનમનને ખૂબ આકર્ષે છે અને એને કેન્દ્રસ્થાને રાખીને અનેક રચનાઓ થઈ છે. જિનપદ્મસૂરિરચિત “સ્થૂલિભદ્ર ફાગુ' - આ કથા-વિષયક પ્રાચીન ગુજરાતી ફગુઓમાં જિનપદ્ધ સૂરિનો સ્થૂલિભદ્ર ફાગુ' સૌથી જૂની કૃતિ છે. ઈ. ૧૩૩૪ (વિ.સં. ૧૩૯૦) આસપાસમાં એની રચના થઈ છે. એક દુહો અને એક કે વધારે રોળા આવે એવી ભાસ' (સં. ભાષા) કે પદ્યખંડમાં એ રચાઈ છે. કાવ્યમાં કુલ સાત ભાસ છે. કવિના વર્ણનોમાં અસાધારણ રવમાધુર્ય અને ચિત્રાત્મકતા છે. એનું વર્ષોનું વર્ણન જુઓ ૨૧ ‘ઝિરિમિરિ ઝિરિમિરિ ઝિરિમિરિ એ મહા વરિસંતિ, ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહતિ, ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજુલિય ઝબકઈ, થરહર થરહર થરહર એ વિરહિણિમણુ કંપઈ. ૬ કોશાના સૌન્દર્યનું વર્ણન કેવું અલંકારમંડિત છે તે જુઓ : ૨ લહલહ લહલહ લહલહ એ ઉરિ મોતિય હારો, રણરણ રણરણ રણરણ એ પગિ નેઉરસારો. ઝગમગ ઝગમગ ઝગમગ એ કનિહિ વરકુંડલ, ઝલહલ ઝલહલ ઝલહલ એ આભરણહ મંડલ. ૧૧ મયણખગ્ર જિમ લહલહંત જસુ વેણીદંડો, સરલઉ તરલઉ સામલઉ રોમાવલિદંડો, તુંગ પયોહર ઉલ્લાસઈ સિંગારથવક્કા, કુસુમબાણિ નિય અમિતકુંભ કિર થાપણિ મુક્કા. ૧૨
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy