SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ સ્વરૂપની સહજ સુન્દરતામાં, એના અંતર્ગત કલાતત્ત્વમાં કેટલીક ઊણપ રહી ગઈ એમાં શંકા નથી. આ અપૂર્ણતા હેતુપુર:સર, કાવ્યને વિશિષ્ટ વળાંક આપવાને, એને ઉપદેશાત્મક બનાવવાને કારણે પ્રવેશી હતી; કવિની કવિત્વશક્તિની અધૂપને કારણે એ નીપજી નહોતી. અત્યાર સુધીમાં ઉપલબ્ધ થયેલા પરિમિત સંખ્યાના બ્રાહ્મણ કે જૈનેતર ફાગુઓની સરખામણીમાં પ્રકાશમાં આવેલા જૈન ફાગુઓની સંખ્યા ઘણી છે. જિનપદ્મસૂરિનો ‘સિરિથૂલિભદ્ ફાગુ' ઈ.સ. ૧૩૩૪ (વિ.સં. ૧૩૯૦), મલધારી રાજેશખરસૂરિનો ‘નેમિનાથ ફાગુ' ઈ. ૧૩૪૯ (સં. ૧૪૦૫), હલરાજનો થૂલિભદ્દ ફાગુ' ઈ.૧૩૫૩ (સં.૧૪૦૯), અજ્ઞાત કવિનો જંબૂસ્વામી ફાગુ' ઈ. ૧૩૭૪ (સં.૧૪૩૦), મેરુનંદનનો જિરાઉલા પાર્શ્વનાથ ફાગ' ઈ. ૧૩૭૬ (સં.૧૪૩૨), સમુધરરચિત ‘શ્રી નેમિનાથ ફાગુ' આશરે ઈ.સ.૧૩૯૪ (સં.૧૪૫૦), યશેખરસૂરિનો ‘નેમિનાથફાગ’ આશરે ઈ. ૧૪૦૪ (સં.૧૪૬૦), માણિકયસુન્દરસૂરિનો નેમીશ્વરચરિત ફાગબંધ' ઈ. ૧૪૨૨ (સં.૧૪૭૮), સોમસુંદરસૂરિનો ‘સ્થૂલિભદ્ર ફાગુ' ઈ.૧૪૨૫ (સં.૧૪૮૧) અને તેમનો નેમિનાથ નવરસ ફાગ' (રંગસાગર નેમિફાગ) (વિ. સં.૧૫મા શતકનો ઉત્તરાર્ધ), દેવરત્નસૂરિશિષ્યનો દેવરત્નસૂરિ ફાગ’ ઈ. ૧૪૪૩ (સં. ૧૪૯૯), અજ્ઞાત કવિકૃત પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ' (વિ.સં. ૧૫ મો સૈકો), અજ્ઞાત કવિનો ભરતેશ્વર ચક્રવર્તી ફાગ' (વિ. સં. ૧૫મું શતક), અજ્ઞાતકર્તૃક ‘કીર્તિરત્નસૂરિ ફાગ’વિ. સં. ૧૫મું શતક), ધનદેવગણિનો ‘સુરંગાભિધાન નેમિ ફાગુ' ઈ. ૧૪૪૬ (સં. ૧૫૦૨), ‘સુમતિસુંદરસૂરિ ફાગુ' (૨સસાગર ક્ષગ) આશરે ઈ.૧૪૬૯ (સં. ૧૫૨૫), વિનયફૂલાગણિની પ્રેરિત ‘હેમરત્નસૂરિગુરુ #ગુ' આશરે ઈ. ૧૪૬૯ (સં. ૧૫૨૫) આટલા તો કેવળ પંદરમા સૈકાના ગાળામાં રચાયેલા ફાગુઓ છે.૨૦ આ જ રીતે સોળમા સૈકામાં રત્નમંડનગણિકૃત ‘નારીનિરાસ ફાગ’ (વિ.સં.૧૬મા શતકનો પૂર્વાર્ધ), અને સત્તરમા સૈકામાં જયવંતસૂરિકૃત સ્થૂલિભદ્ર–કોશા પ્રેમવિલાસ ફાગ' ઈ.સ.૧૫૫૮ (સં.૧૬૧૪) આસપાસ, માલદેવકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ' (વિ.સં.૧૭માં શતકનો પૂર્વાર્ધ), અને સુદીર્ધ કથાકાવ્ય કે ચરિત્રકાવ્ય રૂપના વાચક કનકસોમકૃત ‘મંગલકલશ ફાગ' ઈ. ૧૫૯૩ (સં. ૧૬૪૯) અને કલ્યાણકૃત વાસુપૂજ્ય મનોરમ ફાગ', ઈ. ૧૬૪૦ (સં. ૧૬૯૬) ઈં. અનેક ફાગુઓ રચાયા છે. એમાંથી ગણતર ફાગુ પ્રસિદ્ધ થયા છે. એમાંથી થોડાક મહત્ત્વના ફાગુની અહીં આલોચનાં કરીએ. આ ફાગુઓમાંથી કેટલાક ફાગુઓ તીર્થંકરો વિષે રચાયા છે, જેમાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy