SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ સમાજજીવનની એક પવિત્ર ક્ષણ છે. ખુમારીથી નરસિંહ ગાય છે, –એ ઉદ્ગારો ભાષાની સિદ્ધિનો ભાગ બની ચૂકેલા છે : એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે. ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે; તમારે મન માને તે કહેજો સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે.. હળવાં કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે. હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે. ૨. આખ્યાનકલ્પ કૃતિઓ ચાતુરીઓ – ઈચ્છારામ દેસાઈએ “નરસિંહ મહેતાકૃત કાવ્ય-સંગ્રહમાં “ચાતુરી છત્રીશી'નાં છત્રીસ અને “ચાતુરી ષોડશીનાં સોળ પદો આપ્યાં છે. હસ્તપ્રતો ઉપરથી પચીસ (૨૧ અને ૨૨ જુદાં પાડવામાં આવે તો છવ્વીસ) ચાતુરીઓ મળે છે. સત્તરમી ચાતુરીના આરંભમાં આજે મેં એવી ચાતુરી જાણીજી, મારગ થઈ બેઠો દાણીજી, અને ચોથી કડીમાં ‘રૂડી પર જાણો નહીં તો જુઓગોપાળની ચાતુરી' એ પંક્તિઓમાંનો ચાતુરી' શબ્દ ગોપાલકૃષ્ણની દાણ માગવું, વનક્રીડા કરવી વગેરે વિવિધ ચાતરીનો નિર્દેશ કરે છે. કૃષ્ણની આવી લીલા વર્ણવતી પદમાળાને માટે ચાતુરીઓ નામ પ્રચલિત બન્યું હશે. ચૌદમાં પદને અંતે વિહારચરિત્ર વિનોદલીલા, જા, નારસિહો થઈ માણજે એ ચાતુરીઓ માટે વિહારચરિત્ર” અથવા “વિનોદલીલા' જેવી સંજ્ઞાનો સંભવ નિર્દેશે છે. સાતમા પદને અંતે પણ “નારસિયા જુગજુગ અવતરી વિહારચરિત્ર તું બોલ'-માં પણ સ્પષ્ટ વિહારચરિત્રનો ઉલ્લેખ છે. | પહેલી દસ ચાતુરીઓમાં જયદેવના “ગીતગોવિંદ'ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. પહેલા પદમાં કૃષ્ણને લલિતા પૂછે છે કેહી કામણગારી! તાહરી હરી સુદ્ધ બુદ્ધ સાન?’ બીજામાં કૃષ્ણ જવાબ આપે છે. “વળતા બોલ્યા યુગવિસરામ, લલિતા, રાધા ઈહનું નામ.' વ્રજગોપીના સ્નેહ ખાતર પોતાનો અવતાર છે એમ એ કહે છે : અબળાને હેતે આવિયો, માહરો વ્રજ વિખે અવતાર વસ-વરતી વ્રજનારનો નિગમ કહે નિરધાર.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy