________________
૨૮૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
આ પ્રકારની રચનાઓની સાહિત્યિક પૂર્વપરંપરા હોવી જોઈએ. ‘પૃથ્વીચન્દ્રચરિત’થી થોડાંક વર્ષ પૂર્વે રચાયેલા, જયશેખ૨સૂરિના ‘ત્રિભુવનદીપકપ્રબન્ધ’માં ‘બોલી'ના બે પ્રયોગ છે; એમાંનો એક॰ :
તિવાર પૂર્ટિ મોકલાવિઉ સ્વામી, સ્વામી તણઉ આયસ પામી; ચાલિઉ વિવેકુ રાઉ, વિસ્તરિઉ વિશ્વિ ભડવાઉ, તત્ત્વચિંતન-પટ્ટહસ્તિ હૂંઉ આસણિ, નિવૃત્તિ સુમતિ બેઉ ચાલ્યાં જુજુએ સુખાસણિ; પીયાણઇ પીયાણઇ વાધઇ પરિવાર, જે જિ કાંઈ પ્રાર્થઇ તેહ રઈં હઇ તે વસ્તુનુ દાન અનિવાર; તત્ત્વકથા ત્રંબ દ્રહકઈં, ધજ અલંબ લહલહઈં, સાધુ તણાં હૃદય ગહગહઇં; દુષ્ટ દોષી તણઉં દાટણ, પામિ પુણ્યરંગ પાટણ.
યશેખરસૂરિની પ્રર્કીણ ગુજરાતી રચનાઓની એક સંગ્રહપોથીમાંથી બોલીમય ત્રણ ‘શ્લોક’ સલાકો મળ્યા છે, તેમાં એક શ્રીઋષભદેવ-નેમિનાથ શ્લોક' છે. ૧૮
અહો શ્યાલક! જિમ ગ્રહમાહિ ચંદ્રુ, સુરવૃંદમાહિ ઇંદુ, મંત્રાક્ષરમાહિ ઓંકાર ધર્મમાહિ પરોપકાર, નદીમાહિ ગંગા, મહાસતીમાહિ સીતા, મંત્રમાહિ પંચપરમેષ્ઠિ નમસ્કારુ, દાયિકમાહિ ઉભય દાતારુ, ગુરુઉ તિમ તીર્થં સિવિલ્ટુંમાહિ સિદ્ધ ક્ષેત્રુ, શ્રી શત્રુંજય નામ પર્વતું; તેહ ઊપરિ શ્રીનાભિરાયા તણા કુલનઈં અવતંસુ, માતા મરુદેવાકુક્ષિસવસરોવ૨ાજહંસુ, તેત્રીસ કોટિ દેવતા તણઉ દેહરાસરુ ચંદ્રમંડલ તણી પિર મનોહરુ, સુવર્ણવર્ણિ રાજમાનુ, વૃષભલાંચ્છનિ આહારઇ મનિ શ્રીયુગાદિદેવતા વસઇ; અનઇ યાદવકુલશૃંગાર, સમગ્ર જીવનઇ રક્ષાકારુ, સૌભાગ્યસુન્દરુ, મહિમામંદિરુ, ઊનયા મેઘુ સમાનુ વાનિ, પામીઇ સંપદ જેહનઈં ધ્યાનિ સ પરમેસરુ શ્રીરૈવતાદ્રિ ભણીઇ ગિરિનારુ તીર્થં તેહનઇ શિખર મુકુટાયમાનુ શ્રીનેમિનાથ દેવતા વર્ણવીઇ.’
છંદોબદ્ધ રચનાઓમાં વચ્ચે બોલી-યુક્ત ગદ્ય મૂકવાની રૂઢિ પછીના સમયમાં પણ ચાલુ રહી હતી. ઈસવી સનના પંદરમા શતકના પૂર્વાર્ધમાં રચાયેલ હીરાણંદકૃત ‘વસ્તુપાલરાસ’ અને ઉત્તરાર્ધમાં રચાયેલાં નરપતિકૃત ‘પંચદંડ’, વીરસિંહકૃત ‘ઉષાહરણ' આદિ કાવ્યોમાં તથા એ પછીની પણ કેટલીક કૃતિઓમાં આ સાહિત્યિક પ્રઘાત નજરે પડે છે.
‘વર્ણક-સમુચ્ચય'માં૯ સંકલિત વર્ણકો ઈસવી સનના પંદરમા શતકના ઉત્તરાર્ધ પછીના જણાય છે, પણ આ મોટે ભાગે પરંપરાપ્રાપ્ત રચનાઓ હોઈ એઓની પરિપાટી