________________
ગદ્ય ૨૮૧
નવનવા રંગ; પુણ્ય લગઈ ધરિ ગજઘટા, ચાલતાં દીજઈ ચંદન છટા; પુણ્ય લગઈ નિરુપમ રૂ૫, અલક્ષ્ય સ્વરૂપ; પુણ્ય લગઈ વસિવા પ્રધાન આવાસ, તુરંગમ તણી લાસ, પૂજઈ મન ચીંતવી આસ; પુણ્ય લગઈ આનંદદાયિની મૂર્તિ, અદ્ભુત સ્કૂર્તિ, પુણ્ય લગઈ ભલા આહાર, અભુત શૃંગાર; પુણ્ય લગઈ સર્વત્ર બહુમાન,
ઘણું કિચું કહીયાં, પામીયાં કેવલજ્ઞાન. દ્વીપ, ક્ષેત્ર, નગર, રાજસભા, નાયક-નાયિકા, ઋતુ, વન, ચતુરંગ સેના-હાથી, ઘોડા, રથ, પદાતિ, ઘોર, અટવી, યુદ્ધ, સામૈયું, સ્વયંવર, લગ્નોત્સવ, ભોજનસમારંભ,
સ્વપ્ન, જ્ઞાતિભેદો આદિનાં આલંકારિક છતાં પ્રાસાદિક વર્ણનોથી આખીયે રચના સંભૂત છે. એમાંથી વર્ષાઋતુનું વર્ણન ઉદાહરણ તરીકે જોઈએ :
ઇસિઈ અવસરિ આવિઉ આષાઢ, ઈતર ગુણિ સંબાઢ; કાટઇયઈ લોહ, ધામ તણઉ નિરોહ; છાસિ ખાટી, પાણી વીયાઈ માટી; વિસ્તરિઉ વર્ષાકાલ, જે પંથી તાણુઉ કાલ, નાઠઉ દુકાલસ; જીણઈ વર્ષાકાલિ મધુર ધ્વનિ મેહ ગાજઇ, દુર્ભિક્ષ તણા ભય ભાઈ, જાણે સુભિક્ષ ભૂપતિ આવતાં જયઢક્કા વાજઈ; ચિહું દિસિ વીજ ઝલહલઈ, પંથી ઘર ભણી પુલઈ; વિપરીત આકાશ, ચંદ્ર-સૂર્ય પારિયાસ; રાતિ અંધારી, લવઈ તિમિરી; ઉત્તરનઉ ઊનયણ, છાયઉ ગયણ; દિસિ ઘોર, નાચઈં મોર, સધર, વરસઈ ધારાધર; પાણી તણા પ્રવાહ પલહલઈ, વાડજિ ઊપરિ વેલા વલઈ, ચીખલિ ચાલતાં શકટ અલઈ, લોક તણાં મન ધર્મ ઊપરિ વલઇ, નદી મહાપૂરિ આવઈ, પૃથ્વીપીઠ પ્લાવૐ; નવાં કિસલય ગહગહઇં; વલ્લીવિતાન લહલહઈં; કુટુંબી લોક માચઈ, મહાત્મા બઈઠાં પુસ્તક વાંચઈ;
પર્વતતી નીઝરણ વિછૂટંઈ, ભરિયાં સરોવર ફૂટઇં. સ્વયંવરમંડપનું સંક્ષિપ્ત વર્ણન જુઓ :
તેતલઈ સૂત્રહારે સ્વયંવરમંડપ નીપાયુ, પાયણિને પાને છાયું; કપૂર કસ્તૂરી મહમહઈ, ઊપરિ ધ્વજ લહલહઈં; ચંદ્રઆ તણી વિચિત્રાઈ, પૂતલી તણી કાવિલાઈઃ થંભકુંભી તણા મનોહર ઘાટ, પઠઈ ભાટ; રત્નમાં તોરણ નઈ મોતીસરિ, અલંકારિઉ કુસુમ તણે પ્રકરિ, વારિત્ર વાજઈ, માંગલિક્ય ગીત છાજઇં; આરીસા ઝલકઇં, ચાલતાં સ્ત્રીના નેઉર ખલકઈં. ઇસિઈ મંડપિ રાયયોગ્ય માંડ્યાં નામાંકિત સિંહાસણ, માગણહારનઈં પશિ પગિ દીજઈ વાસણ.