________________
૨૬૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
સૌભાગ્યસુંદરીના નૃત્યમાં વિદ્યાવિલાસના મૃદંગવાદનનું વર્ણન જુઓ :
ધાંધાં ધપસુ મહુર મૃદંગ, ચચપટ ચચપટ તાલુ સુરંગ; કÜગિન ધોંગને ધૂંગા નાદિ, ગાઈં નાગડદોં દોં સાદિ. મન મનિ ઝઝણણ વીણ, નિનિખુણિ, જોખણિ આઉજ લીણ; વાજી ઓં ઔં મંગલ શંખ, ધિધિકટ ધેંકડ પાડ અસંખ. ઝાગડ દિગિ દિગિ સિરિ વલ્લરી, ઝુણણ ઝુણણ પાઉ નેઉરી; દોં દોં છંદિહિં તિવિલ રસાલ, ધુણણ ધુણણ ઘુઘુર ઘમકાર. રિમઝિમિ રિમઝિમિ ઝિઝિમ કંસાલ, કરર કરિર કિરે ઘટ પટ તાલ; ભરર ભરર સિરિ ભેરિઅ સાદ, પાયડીઉ આલવીઉ નાદ. નિસુણી એવંવિહ બહુ તાલ, મિન ચમકી ને નવરંગ બાલ; નાચી અતિ ઘણ ઉલ્લેટ ધરી, રાજકુંરિ સોહગસુંદરી.'
(કડી ૧૦૨-૧૦૬)
છંદોબદ્ધ કથામાં વચ્ચેવચ્ચે કેટલાંક ગીતો આવે છે અને એ ભાવનિરૂપણ તેમજ વિરામની ગરજ સારે છે. આવી કથાઓનું પઠન થતું હશે અને અનેક લોકો એ રસપૂર્વક સાંભળતા હશે એ સ્થિતિની કલ્પના કરીએ ત્યારે ગીતોની ફૂલગૂંથણી સૂચક બને છે. આખ્યાનો ઠંડી રાતે ચકલે-ચૌટે ગવાતાં તેમ જૈન ઉપાશ્રયોમાં બપો૨ના સમયે ગૃહસ્થો એકત્ર થઈ એમાંના એક વડે ગવાતી પદ્યબદ્ધ ધર્મકથાઓનું શ્રવણ કરતા એ રિવાજ હજી ગઈ પેઢી સુધી હતો.
પોપટ બની ગયેલા વિદ્યાવિલાસની વાટ જોતી સૌભાગ્યસુંદરીના વિલાપનું એક ગીત વિદ્યાવિલાસ પવાડા'માંથી જોઈએ :
રાગ સંપૂઉ
નિસિ ભરિ સોહગ સુંદરી રે જોઈ વારંભ વાટ. નીંદ્ર ન આવઇ નયણલે રે હિઅડઇ ખરઉ ઉચાટ. સુણિ સામી લીલ-વિલાસ, વલિ વાલિંભ વિદ્યાવિલાસ, મઝ તુઝ વિણ ઘડીય છ માસ, પ્રભુ પૂરિ-ન મનકી આસ. ઇમ વિરિ પ્રિય વિણ બોલઇ.
આંકણી.
સીહીઅ સમાણી સેજડી રે, ચંદન જેહવી ઝાલ; દાવાનલ જિમ દીવડઉ રે, કમલ જિસ્યાં કરવાલ.
સુણિ