________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૮૭
ઉર વરિ હારુ તે ભારુ મેં સમરિ સિંગારુ અંગારુ ચી, હરઈ નવિ ચંદનું ચંદુ નહિ મનોહારુ ૪ ||
સકલ-કલા તું નિશાકાર શા કરે સબરિ સંતાપુ અબલ મ મારિ કલંકિય શંકિય વ્યાં હવ પાપ જરા ..સખિ મુઝ ફરકઈ જાંઘડી તો ઘડિ બિહુ લગઈ આજુI
દૂખ સવે હિવ વાભિસુ પામસુ પ્રિય તણઉં રાજુ //૪૬ll [છાતી ઉપર હાર છે તે મને ભારરૂપ છે, શરીર ઉપર શણગાર છે તે અંગારા રૂપ છે, ચંદન મારા ચિત્તને ખેંચતું નથી અને ચંદ્ર મનોહર લાગતો નથી... સંપૂર્ણ કળાવાળા હે નિશાકર ચંદ્ર, તું શા માટે મારા શરીરને સંતાપ કરી રહ્યો છે? હું કલંકી, અત્યારે પાપ પણ તારે વિશે શંકા કરી રહ્યાં છે, મને અબળાને માર નહિ... હે સખી, મારી જાંઘ તો ફરકફરક થઈ રહી છે; બે ઘડીમાં આજ હવે સર્વદુ:ખને હું દૂર કરીશ અને મારા પ્રિયનું રાજ્ય પામીશ.] ત્યાં એણે કાગડાને કા કા કરતો જોયો ને બોલી ઊઠી :
ધનુ ધન વાયસ તું સર મેં સરવસુ તુ દેસા ભોજન કૂર કરાંબલ આંબલ જઈ હું લહેસુ l૪૮| દેસુ કપૂર-ચી વારિ રે વાસિ વલી સરુ એલા
સોવન ચાંચ નિરૂપમ રૂપમ પાંખડિ બેઉ જલા હેિ કાગડા, તારા સ્વરને ધન્ય છે, ધન્ય છે. જો હું આંબા મારા પતિ)ને પ્રાપ્ત કરીશ તો હું તને કૂર અને કરમલો (ચોખાની વાની)આપીશ. હું તને કપૂરની વાસવાળો ખોરાક આપીશ. એ સ્વર તું પાછો વળીને બોલ; હું સોનાની અનુપમ ચાંચ અને રૂપાની બે પાંખ કરાવી આપીશ.]
કવિ આ પછી નાયક-નાયિકાના સમાગમનું રોચક નિરૂપણ કરે છે, નાયિકાનાં સૌંદર્ય-વેશભૂષા વગેરેનું પણ મધુર નિરૂપણ કરી કાવ્યને રસસભર કરી આપે છે. કવિએ કાવ્યોતે કેટલીક સુંદર અન્યોક્તિઓ પણ ભ્રમરને ઉદ્દેશીને આપી છે; બેશક એ ન અપાઈ હોત તો એનાથી કાંઈ ઊણપ ન રહેત.
આમ નાનું પણ આ કાવ્ય તત્કાલીન ભાષાભૂમિકાનો એક ઉચ્ચ કોટિનો નમૂનો આપે છે, જેનું અનુકરણ મળે છે, પણ તુલનામાં અધિકતા નથી મળતી.
જિનપદ્મસૂરિના “સ્થૂલિભદ્ર ફાગુના નમૂના ઉપર જ, એક દોહરો – પરંતુ રોળાની બે કડીઓ, એ રીતે નવ ખંડોમાં આપવામાં આવેલો રાજશેખરસૂરિકત નેમિનાથ ફાગુ ઈ.૧૩૪૯ આસપાસની રચના છે. આ રાજશેખરસૂરિ હર્ષપુરીય ગચ્છ કે મલધાર