________________
૧૮૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
મૃગમદ-પૂરિ કપૂરહિં પૂરિહિં જલ અભિરામ ॥૯॥ ...અલિજન વસઇ અનંત ૨ે વસંતુ તિહાં પરધાન તરુઅર-વાસનિકેતન કેતન કિશલ-સંતાન ॥૧૭ ૧૮૮
[વસંતના ગુણ ખીલી ઊઠ્યા છે અને સર્વ આંબા મોરથી મઘમઘી રહ્યા છે... માનવતી સ્ત્રીઓના મનને ખળભળાવનારા સુંદર વાયુ વાઈ રહ્યા છે અને એ સુરત-ક્રીડાથી થાકી ગયેલાં કામી જનોના અંગમાં સુખ ઉપજાવે છે... વનમાં કેળની કુટીરો, મંડપોની લાંબી હાર, અને ત્યાં સુંદર લિયાં તોરણ બાંધ્યાં છે અને વૃક્ષોનાં પાંદડાંની વિશાળ માળાઓ બનાવી છે. ખેલવા માટે સુખ આપનારી વાવડીઓ છે, જેમાં જાળિયાં અને ગોખમાં બેસવાની બેઠકો છે ને જેમાં કસ્તૂરીથી પૂર્ણ કપૂરયુક્ત સુંદર પાણી ભરેલું છે... ત્યાં ભમરાઓ-રૂપી અપાર પ્રજાજનો વસી રહ્યા છે, વસંત ત્યાં પ્રધાન છે, વૃક્ષોરૂપી વાસગૃહો છે. અને કૂંપળોરૂપી ધ્વજ છે.]
અહીં પછી કવિએ કામદેવના સામ્રાજ્યનું પણ આલંકારિક વર્ણન કર્યું છે. બીજા ખંડમાં વિહરિણીની ઉત્તપ્ત દશા સૂચક રીતે નિરૂપાઈ છે; જેમકે
જિજિમ વિહસ વણસઈ વિણસઈ માનિનિ-માનુ યૌવન-મદિહિં ઊŁપી તી દંપતી થાઈ જુવાનુ ||૨૭ના જે કમઇ જગતિ ચાલઈ ચલઇ વિરહિણિ-અંગુ બોલઈ વિરહ-કરાલિય બાલિય તે બહુ-ભંગુ ॥૨૮॥ [જેમજેમ વનસ્પતિ ખીલતી આવે છે તેમતેમ માનવતી સ્ત્રીઓનું અભિમાન નાશ પામતું જાય છે... જે કાંઈ કોઈ રીતે જગતમાં ચાલી રહ્યું છે તે વિરહિણી સ્ત્રીના અંગને સાલે છે.]
કવિ અહીં પણ કામોત્તેજક સામગ્રી પાછી ભરી આપે છે :
કેસુય-કલિ અતિ વાંકુડી આંકુડ મયણ-ચિજાણિ। વિરહિણિ-નાં ઇણિ કાલિ જ કાલિજ કાઢઇ તાણિ ||૩૪|| ...પથિક-ભયંકર કેતુ કિ કેતુક-દલ સુકુમાર। અવર તિવિરહિ-વિદારણ દારુણ કરવત-ધાર ॥૩૬॥
અતિ વાંકુડી કેસૂડાની કળીઓ જાણે કે મદનની આંકડી છે! આ સમયે જ વિરહિણી સ્ત્રીઓનાં કાળજાં ખેંચી કાઢે છે... કેતકીનાં સુકુમાર દળ
તે જાણે કે પંથીજનોને ભય પ્રેરનારો કેતુ ગ્રહ ન હોય !]
આમ ઉત્પ્રેક્ષાદિ અલંકારોથી પણ કાવ્યને કવિ મંડિત કરે છે. વિરહિણીઓની દશાનું ચિત્ર પણ :