________________
ગુજરાતનું ઘડતર
૫
એ સમયે માનવી લાકડાના કે હાડકાના હાથમાં મૂકીને બંધાતાં પથ્થરનાં નાનાંનાનાં હથિયાર વાપરતો. આ યુગના ઉત્તરાર્ધમાં એ વાસણ ઘડતો પણ થયો હતો.
નૂતનપાષણ યુગ દરમ્યાન માનવ ખેતી કરી અન્ન-ઉત્પાદન કરવા લાગ્યો ને કેટલાંક પશુઓને પાળી પોતાના કામમાં જોતરવા લાગ્યો. અગાઉ અરયાટન કરતો માનવી હવે ગ્રામવાસી થયો ને કૃષિ તથા પશુપાલને એના આર્થિક જીવનમાં ક્રાંતિકારક પરિવર્તન આણ્યું.
આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિ કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ-ગુજરાતના સમુદ્રતટે સિધ-પંજાબની તામ્રપાષાણ યુગની સુવિકસિત નગરસંસ્કૃતિ પ્રસરી. આ સંસ્કૃતિના અવશેષ રંગપુર(જિ.સુરેન્દ્રનગર), લોથલજિ. અમદાવાદ), આમરા અને લાખાબાવળ (જિ.જામનગર), પ્રભાસ-સોમનાથ, રોજડી-શ્રીનાથગઢ (જિ. રાજકોટ), દેસલપુર, પબુમઠ અને સુરકોટડા તથા ધોળાવીરા (જિ. કચ્છ), તલોદ, મહેગામ અને ભાગાતળાવ(જિ. ભરૂચ) વગેરે અનેક સ્થળોએ મળ્યા છે.
એ સમયે સાબરમતી અને ભોગાવો નદીઓ લોથલની નજીકમાં સમુદ્રમાં મળતી. નદીઓથી ઠલવાતા કાંપને લઈને પછી સમુદ્ર દસેક માઈલ દૂર હટી ગયો છે. હડપ્પાપંજાબ) અને મોહેંજો-દડો(સિંધ)ની જેમ લોથલની વસાહત નગર-આયોજન પ્રમાણે વસી હતી. એમાં એક બાજુએ ઉપરકોટ હતો, એની પાસે વખાર હતી ને પ્રાયઃ ભરતીને સમયે વહાણો નાંગરવા માટેનો કૃત્રિમ ધક્કો હતો. પ્રત્યેક ઘરમાં ફરસવાળો સ્નાનખંડ હતો. સ્નાનખંડોમાંનું મેલું પાણી ખાનગી મોરીઓ દ્વારા ગટરોમાં કે ખાળકૂવાઓમાં વહી જતું. રસ્તા બે વાહન સામસામાં પસાર થઈ શકે તેટલા પહોળા હતા. હુન્નરકલામાં માટીકામ, પથ્થરકામ તથા ધાતુકામનો સારો વિકાસ થયો હતો. સિંધુ લિપિમાં કોતરેલ અભિલેખવાળી મુદ્રાઓ તથા મુદ્રાંકો મળ્યાં છે. ગુજરાતમાં મળેલો લેખનનો આ પ્રાચીનતમ ઉપલબ્ધ નમૂનો ગણાય. લોથલમાંથી મળેલી હાથીદાંતની માપપટ્ટી પરની રેખાઓ દશાંશ પદ્ધતિ પ્રમાણે છે એ ખાસ નોંધપાત્ર છે. રમતોનાં સાધનોમાં સોગઠાં અને પાસા મળ્યાં છે. લોથલમાં થોડાં દફન મળ્યાં છે તેમાં મૃતકને અર્પણ કરેલી ચીજો મળી છે. ત્રણ દફનોમાં બબ્બે હાડપિંજર સાથે દાટેલાં છે. એક ખોપરીમાં કાપો કરવામાં આવેલો છે. વસ્તીનું પ્રમાણ જોતાં શબના નિકાલનો મુખ્ય પ્રકાર અગ્નિસંસ્કારનો હશે એમ જણાય છે. લોથલમાં વસ્તી આશરે ૧૦,૦૦૦ માણસોની હશે એવો અંદાજ છે. નૃવંશની દષ્ટિએ વસ્તી પચરંગી હતી. લોથલની વસાહતનો સમય ઈ.પૂ. ૨૪૫૦થી ૧૬૦૦ સુધીનો આંકવામાં આવ્યો છે. લોથલ એક બાજુ સિંધ-પંજાબ સાથે અને બીજી બાજુ એલમ અને મેસોપોટેમિયા