________________
રાસ અને ક્ષગુ સાહિત્ય ૧૧૫
હોય છે.૨૭
ભાગવત અને બહ્મવૈવર્ત પુરાણમાં તો પછી ભગવાન કૃષ્ણનાં ગોપાંગનાઓ સાથેનાં મોટાં વર્ણન આવે છે. ભાગવતમાં તો રાસગોષ્ઠી’૨૮ શબ્દ પણ અનેકવા૨ પ્રયોજાયેલો છે, જે રાસનૃત્ત’નો જ પર્યાય છે. આ પ્રકારના ‘રાસનૃત્ત’માં ‘છાલિક્ય ગેય' વસ્તુનો પણ ઉપયોગ હતો એ ‘હિરવંશ'નો ઉલ્લેખ ધ્યાનમાં લેવા જેવો છે. કાવ્યશાસ્ત્રમાં આ વિશે વધુ સ્પષ્ટતા મળે છે. ‘હલ્લીસક’ અને ‘રાસ’ અને ‘રાસક’ એ ગેય વસ્તુ (કાવ્યરચના) ધરાવતા નૃત્તાત્મક પ્રકારો છે એનો પ્રામાણિક અને જૂનો ઉલ્લેખ ‘ભરતનાટ્યશાસ્ત્ર'ના ટીકાકાર આચાર્ય અભિનવગુપ્તે ‘ચિરંતનો'ની કહી ઉધૃત કરેલી કારિકાઓમાં જોવા મળે છે. અહીં ડોંબિકા-ભાણ-પ્રસ્થાન-ષિદ્ગકભાણિકા અને રામાક્રીડ નામના નૃતાત્મક પ્રબંધોની વ્યાખ્યાઓ આપતાં ‘હલ્લીસક’ અને ‘રાસક’ની પણ વ્યાખ્યાઓ આપી છે. જે નૃત્ત મંડળાકાર થાય છે તેને ‘હલ્લીસક’ કહે છે; એમાં એક જ નાયક હોય છે; ઉ. ત. અનેક ગોપાંગનાઓમાં એક હિર; જ્યારે ચિત્રવિચિત્ર તાલ અને લયવાળું અનેક નર્તકીઓએ યોજેલું ૬૪ જોડાં સુધીનું સુકોમળ અને ઉદ્ધત પ્રયોગવાળું નૃત્ત તે ‘રાસક'.
૨૯
૩૦
સાહિત્યકારોમાં ‘હલ્લીસક'નો નિર્દેશ કરનારા ભાસ તો ખૂબ જ જૂનો છે, રાસ'નો એટલો જૂનો ઉલ્લેખ સાહિત્યના કે સાહિત્યશાસ્ત્રના ગ્રંથોમાં નથી મળતો. અત્યારે પ્રાપ્ય નિર્દેશોમાં તો ‘કાવ્યાલંકા૨'કાર ભામહ (સમય ઇ. ૫૦૦-૫૫૦ આસપાસ)નો પહેલો જ કહી શકાય. એ ‘નાટક’ ‘દ્વિપદી’ ‘શમ્યા' રાસક' ‘સ્કંધક’નો અભિનયને માટે ઉપયોગ થવાનું નોંધે છે. આપણે પૌરાણિક નિર્દેશોની છાયામાં એનો વિચાર કરીએ તો એવી તારવણી કરી શકીએ કે દ્વિપદી’ વગેરે રચનાઓ નૃત્તપ્રયોગોમાં પ્રયોજી શકાય તેવી હતી. અને જ્યારે આપણને બાણના શબ્દો મળે છે ત્યારે માત્ર ‘રાસક' જ નહિ, ‘હલ્લીસક’નો પણ એને ખ્યાલ હોય એમ લાગ્યા વિના રહેતું નથી;૧ બેશક, એ ‘હલ્લીસક' શબ્દનો આઠમી સદીમાં બાણને ખ્યાલ હતો; એટલે કે બાણના સમયમાં મંડલીનૃત્ત રાસનૃત્ત-રાસક-નૃત્ત ગેય કૃતિવાળાં અભિનીત થતાં હતાં એટલું તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. ‘કુવલયમાલા' (ઈ. ૭૭૯) તો ‘રાસકનૃત્ત’ પ્રયોજે જ છે. અને આચાર્ય અભિનવગુપ્તના કહેવા પ્રમાણે એમના સમય સુધી એ ગેય નૃત્ત તો છે જ, ભામહના નિર્દેશથી ‘રૂપક’ કોટિમાં પણ ખરું જ, એટલે ‘રાસક’ ગેય-અભિનેય નૃત્તપ્રકાર હોવાનું કહી શકાય એમ છે. ઈ.ની ૧૦મી ૧૧મી સદીમાં આવતાં આ સ્પષ્ટ રીતે રૂપક-પ્રકાર તરીકે નોંધાય છે. ધારાનરેશ વાતિ મુંજના સમકાલીન ધનંજયના રચેલા “દશરૂપક'માં દસ રૂપકોની જ્યાં ગણના કરી છે (૧-૮) ત્યાં એના ઉપરની સં. ટીકાનો કર્તા, એનો જ નાનો ભાઈ, ધનિક સાત નૃત્તભેદોમાં ‘રાસક'ને ગણાવી એને ‘રૂપકાંતરોમાંનું એક'. કહે છે. આમ છતાં
૩૨