________________
૧૧૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ -
નામક ગેય ગાંધર્વગાનને સમયે નારદે વીણા લીધી, કણે ‘હલ્લીસક'નો આરંભ કર્યો, અર્જુને વેણુ બજાવવી શરૂ કરી અને અન્યાન્ય અપ્સરાઓએ વિવિધ વાદ્યો લીધાં. નૃત્ત સાથે સંબંધ ધરાવનાર ત્રણ મહત્ત્વની સંજ્ઞાઓનો ‘હરિવંશ' આમ નિર્દેશ કરે છે. આ જ હરિવંશ'માં ગોપાંગનાઓ સાથે વિહારનું સૂચન આવે છે,
જ્યાં ગોળાકારમાં રહેલાં ગોપીઓનાં મંડળોથી શોભતા કૃષ્ણ ચંદ્રયુક્ત શારદી રાત્રિઓમાં આનંદ કરતા બતાવાયા છે. ટીકાકાર નીલકંઠ આ સ્થળે ચંદ્રાકાર મંડળોથી “હલ્લીસક'-કીડન અને એક પુરુષનું અનેક સ્ત્રીઓ સાથેનું “રાસ'-કીડન, એવા બે ભિન્ન ક્રીડન-પ્રકાર નિરૂપે છે. ૨૨ અને જ્યારે હલ્લીસક' નૃત્તવિશેષ આ પ્રમાણે કૃષ્ણલીલા સાથે સંબંધ ધરાવતો પણ મળે છે ત્યારે ઈ. પૂર્વે ૪થી-૩જી સદીના મહાકવિ ભાસે બાલચરિત' નામક નાટકમાં દામોદર કૃષ્ણ ગોપાંગનાઓ સાથે “હલ્લીસક' ખેલવા આવે છે એવા ઉલ્લેખ બાદ એક ગોપાલ હલ્લીસક જુઓ' એમ કહે છે એ પછી ભગવાન દામોદર ગોપાંગનાઓને હલ્લીસકનૃત્તબંધ યોજવાની આજ્ઞા કરે છે અને સંકર્ષણ દામક અને મેઘનાદ નામના ગોપોને આતોદ્ય વગાડવાનું કહે છે. ૨૩ જેમ સમૂહમાં નૃત્ત તે જ રીતે એક વ્યક્તિનું નૃત્ત પણ ભાસને અભીષ્ટ છે અને કાલિયમદમર્દન પછી કાલિયની પાંચે ફેણોને દબાવતા કૃષ્ણ હલ્લીસક' પ્રકારનું કીડન કરે છે. ૨૩
હરિવંશ અને એની પૂર્વેના સ્વીકારવામાં આવેલા ભાસના બાલચરિતમાં આમ 'હલ્લીસકનૃત્તબંધનો નિર્દેશ હરિવંશમાં આ ઉપરાંત છાલિક્ય ગેય અને ‘રાસનો ઉલ્લેખ ભારતવર્ષની તળભૂમિનાં નૃત્તો અને મહત્ત્વના એક ગેય'નો કાંઈક વિશિષ્ટ રીતે ખ્યાલ આપે છે. આવા જ વૃત્તપ્રકારો દ્રવિડ પ્રદેશોમાં જાણીતા હોવાનું પણ જાણવામાં આવ્યું છે. તામિળ સાહિત્યમાં કૃષ્ણની સંજ્ઞા મેયોન કે મયવન છે. એને સંગીત ઘણું પ્રિય હતું. પોતાની પ્રિયા નuિત (રાધાનું તામિળ નામ) તેમજ મોટા ભાઈ બલરામ સાથે રવ છૂટ્ટ નામનું નૃત્ત ખેલવાનું મળી આવે છે. સિલપ્તદિકરમૂ' નામના તામિળ ભાષાના પ્રાચીન ગ્રંથમાં કૃષ્ણનાં અગિયાર પ્રકારનાં નૃત્તોનો નિર્દેશ આવે છે. ૪ આમ “રાસ', “હલ્લીસક', અને “કુરવઈ કૂટ્ટ' વગેરે અગિયાર પ્રકારનાં વૃત્તો ભારતવર્ષનાં લોકનૃત્તો હોવાનું સરળતાથી જાણી શકાય છે. હરિવંશ' પછીના પુરાણસાહિત્યમાં “રાસના અને કાવ્યશાસ્ત્રના સંસ્કૃત ગ્રંથોમાં રાસ' અને “હલ્લીસકના પુષ્કળ નિર્દેશો મળી આવે છે. “બહ્મપુરાણ'માં ટૂંકો પણ કૃષ્ણનો ગોપાંગનાઓ સાથેનો “રાસ' સૂચિત થયો છે. આને જ મળતો ઉલ્લેખ ‘વિષ્ણુપુરાણમાં થયો છે. રાસને માટે રાસગોષ્ઠી' શબ્દ પણ પ્રયોજાયો છે. આ, હકીકતે, નૃત્તની પ્રક્રિયા જ છે, જેમાં પહોળો, ગોળ કોમળ, વૈતમાત્ર ઊંચો શંકુ જમીનમાં ખોડી, એના ઉપર કૂદી એકબીજાની સાથે હાથથી ચક્કરચક્કર ફરવાનું