________________
સાહિત્ય પ્રાચીન કાળ ૧૦૫
(ઈ.૧૩૬૬) અને ભાસર્વજ્ઞના ન્યાયસાર'ની ન્યાયતાત્પર્ય-દીપિકા' ટીકા, સોમતિલકસૂરિનું ‘કુમારપાલચિરત' (ઈ.૧૩૬૮), ગુણાકરની ભક્તામર-સ્તોત્ર-વૃત્તિ’ (ઈ.૧૩૭૦), મહેંદ્રપ્રભસૂરિનો જ્યોતિષગ્રંથ યંત્રરાજ (ઈ.૧૭૭૧), એ ગ્રંથ ઉપર એમના શિષ્ય મલયેંદુની ટીકા, રત્નશેખરસૂરિનાં ‘સિરિવાલકહા’ (શ્રીપાલરચિત પ્રાકૃતમાં ઈ. ૧૩૭૨). ‘છંદઃકોશ' (પ્રાકૃત), ‘ગુણસ્થાનક ક્રમારોહ-વૃત્તિ' (ઈ.૧૩૯૧), ‘ગુરુગુણષત્રિશત્–ષત્રિંશિકા', ‘સંબોધસત્તરી’(પ્રા.), ‘લઘુક્ષેત્રસમાસ‘સ્વોપન્ન વિવરણ’અને સાથે ‘સિદ્ધયંત્રચક્રોદ્ધાર વગેરે, વિમલચંદ્રસૂરિની ‘પ્રશ્નોત્તરરત્નમાલાવૃત્તિ’ (ઈ.૧૩૭૩) અને દાનોપદેશમાલા' પ્રાકૃતમાં - એના ઉ૫૨ સંસ્કૃત ટીકા સાથે), સોમતિલકની ‘શીલોપદેશમાલા-વૃત્તિ', ઉચ્ચ કોટિના વિદ્વાન અને ‘ત્રિભુવન-દીપકપ્રબંધ’(‘પ્રબોધચિંતામણિ’ મધ્ય. ગુજ. ના) કર્તા જયશેખરસૂરિનાં ‘ઉપદેશચિંતામણિ (અવસૂરિ સાથે ઈ.૧૩૮૦), ‘પ્રબોધચિંતામણિ' (ખંભાતમાં ઈ.૧૪૦૬), ધિમ્મલરિત કાવ્ય' (ખંભાતમાં ઈ.૧૪૦૬), જૈન કુમારસંભવ’, શત્રુંજય-મહાવીરની ત્રણ બત્રીશીઓ, ‘આત્મબોધકુલક’(પ્રા.), ધર્મસર્વસ્વ’, ‘ઉપદેશમાલા-અવસૂરિ’, ‘પુષ્પમાલા-અવસૂરિ', ‘નવતત્ત્વગાથામય અજિતશાંતિસ્તવ’, ‘સંબોધ-સપ્તતિકા’, ‘નલ-દમયંતી, ચંપૂ’‘કલ્પસૂત્ર-સુખાવ-બોધ વિવરણ’ ‘ન્યાયમંજરી’ વગેરે અનેક ગ્રંથો, મેરુગનાં ‘કાતંત્ર વ્યાકરણ’નો સં. બાલાવબોધ ‘ષડ્દર્શનનિર્ણય’ (બેઉ ઈ.૧૩૮૮), ‘સપ્તતિભાષ્ય ટીકા’ (ઈ.૧૩૯૩), ‘મેઘદૂત’ એની વૃત્તિ સાથે, ધાતુપરાયણ’, ‘ભાવકર્મ-પ્રક્રિયા' ‘શતકભાષ્ય', ‘નમુત્થણં ઉપર ટીકા', ‘સુશ્રાદ્ધકથા’, ‘ઉપદેશમાલાની ટીકા’ અને જેસોજી–પ્રબંધ', એમના ગુરુ મહેંદ્રપ્રભનાં ‘તીર્થમાલા પ્રક૨ણ’(ઈ.૧૩૮૮ પહેલાં) અને ‘વિચાર-સપ્તતિકા’, તપગચ્છના જ્યાનંદસૂરિનું ‘સ્થૂલિભદ્રચરિત' (ઈ.૧૩૮૫ પૂર્વે), જ્ઞાનસાગરસૂરિની આવશ્યકઅવચૂર્ણિ, (ઈ.૧૩૮૪), ‘ઓઘ-નિર્યુક્તિ-અવચૂર્ણ' (ઈ.૧૩૯૫), અને સ્તવનો, કુલમંડનનાં વિચારામૃત-સંગ્રહ’ (ઈ.૧૩૮૭), ‘પ્રજ્ઞામનાસૂત્ર’ અને પ્રતિક્રમણસૂત્ર’ની અવચૂર્ણિઓ, ‘કલ્પસૂત્ર’ ઉપર અવચૂર્ણિ, ‘કાવ્યસ્થિતિસ્તોત્ર'ની અવસૂરિ અને નાનાં બીજાં અનેક સ્તોત્રો, મુનિસુંદરનાં ત્રૈવેદ્યગોષ્ઠિ' (ઈ.૧૩૯૯), ‘ત્રિદશ-તરંગિણી’ વિજ્ઞપ્તિ-ગ્રંથ (વિજ્ઞપ્તિપત્રોના સાહિત્યમાં સૌથી મોટો અને પ્રૌઢ), ‘અધ્યાત્મકલ્પદ્રુમ’ (શાંતરસભાવના), ‘ઉપદેશરત્નાકર’ સ્વોપન્ન વૃત્તિ સાથે, ‘જિનસ્તોત્રરત્નકોશ’, ‘જયાનંદ-ચરિત’, ‘શાંતિકરસ્તોત્ર' મિત્રચતુષ્ક કથા' (ઈ.૧૪૨૮), સીમંધર સ્તુતિ, ‘પાક્ષિકસત્તરી’(પ્રા) અને ‘અંગુલસત્તરી'.) દેવાનંદ (દેવમૂર્તિના) ક્ષેત્રસમાસ’ (સ્વોપન્નવૃત્તિ સાથે), સાધુરત્નની ક્ષતિજીતકલ્પ-વૃત્તિ (ઈ.૧૪૦૦) અને નવતત્ત્વઅવસૂરિ), નયચંદ્રસૂરિનાં ‘હમ્મીર મહાકાવ્ય' અને રંભામંજરી' નાટિકા (બંને ઈ.૧૩૮૪) આ રચનાઓ મોટા ભાગની સંસ્કૃત ભાષાની મળી આવી છે.
-