________________
જન શાસનના ચમકતા હીરાઓ | ૭૧
સારું કર્યું પણ તારે જીવદયા પાળવી જોઈએ, તારી સ્ત્રીઓ તું વ્રત ગ્રહણ કરે છે તેથી રુદન કરે છે માટે જીવદયા ખાતર તારે વ્રત ગ્રહણ ન કરવું જોઈએ.”
નમિ મુનિએ ઉત્તર આપ્યો કે, “મારું વ્રત એ દુ:ખનું કારણ નથી પણ તેઓના સ્વાર્થમાં હાનિ પહોંચે છે, ને તેમને દુઃખકર્તા છે. માટે હું તો મારું કાર્ય કરું છું.”
ઈંદ્રે કહ્યું હે રાજન ! તારા મહેલ, અંત:પુર આદિ સળગે છે તેની તું કેમ ઉપેક્ષા કરે છે ?"
નમિરાજર્ષિએ કહ્યું, “આ મહેલ મારા નથી, અંત:પુર પણ મારું નથી"
ઇંદ્ર કહ્યું “રાજન ! જ્યારે તું રાજ્ય છોડીને જાય જ છે, તો આ નગરીના કોટને મજબૂત કરીને જાં. રાજર્ષિએ કહ્યું, "મારે તો સંયમ એ જ નગર છે, તેમાં શમ નામે કોટ છે, ને નય નામે યંત્ર છે."
ઇંદ્ર કહ્યું, હે ક્ષત્રિય ! લોકોને રહેવા માટે મનોહર પ્રાસાદ કરાવીને પછી વ્રત લેજે.”
મુનિએ ઉત્તર આપ્યો, એ તો દુર્બુદ્ધિજન કરે, મારે તો જ્યાં મારો દેહ છે ત્યાં જ મંદિર છે."
વળી ઇદ્ર કહ્યું. તું ચોર લોકોનો નિગ્રહ કરી પછી વ્રત લે". યતિ બોલ્યા “મેં રાગ, દ્વેષ આદિ ચોરોનો નિગ્રહ કર્યો છે.”
ઇંદ્ર કહ્યું, કેટલાક ઉદ્ધત રાજાઓ હજી તને નમતા નથી, તેમનો પરાજ્ય કરી પછી તું પ્રવજ્યા લે.”
રાજાએ કહ્યું, યુદ્ધમાં લાખ સુભટોને જીત્યાથી શો ય ગણાય ? ખરો જ્ય તો એક આત્માને જીત્યાથી થાય છે અને એને જીતીને મેં પરમ જ્ય મેળવ્યો છે."
(ઇત્યાદિ બોધદાયક નમિરાજર્ષિ અને ઈંદ્રરાજાનો સંવાદ ઉત્તરાધ્યયન સૂત્રથી જાણવો.)
આ સંવાદ પૂરો થતાં નમિરાજ આગળ ચાલવા જાય છે ત્યાં ઈંદ્ર પોતાનું અસલ સ્વરૂપે પ્રગટ કરી ને બોલ્યા, “હે યતિશ્વર ! તમને ધન્ય છે. તમે સર્વે ભાવ વૈરીનો પરાભવ કરી તમારો ઉત્કૃષ્ટ સ્વભાવ જણાવ્યો છે." એમ સ્તુતિ કરી ઈંદ્ર સ્વર્ગમાં ગયા અને નમિરાજા કાળે કરી મુક્તિએ ગયા.